________________
કાલાવંતી શી જેવી તેવી ન હતી. રાજાને ચેખા શબ્દોમાં કહી દીધું કે મને તમારા રાજ્યમાં સહેજ પણ આનંદ નથી આવતું. આ વૈભવ-વિલાસ બધું જ મને તે અનર્થની ખાણ લાગે છે. તમે જેની પાછળ પાગલ બન્યાં છે તે બધું કેવું છે ? ' તન ધન જોબન સ્થિર નહિ, ચંચળ વિજળી સમાન સાંભળ હે.
ક્ષણમાં રે આખું ઘટે જિંહાં, મુરખ કરે ગુમાન,
સંભળ હે રાજા બ્રાહ્મણની છડી ગાદ્ધિ મત આદો. 2. તન-ધન-યુવાની આ બધું જ અસ્થિર છે. જેમ વિજળીને ઝબકાર ક્ષણમાં વિલીન થઈ જાય છે તેમ આ બધું જ વિજળીના ઝબકા જેવું ચંચળ છે. એના માટે અભિમાન કરવા જેવું નથી. મૂખ મનુષ્ય હોય તે જ ધન-વૈભવ જોઈને મલકાય છે. અભિમાન કરે છે. હે મહારાજા ! તમને પણ ધનને નશો ચડે છે. એટલે મારી વાત તમને સમજાતી નથી. સાચી સિંહણ કદી છાની રહેતી નથી. જે પત્ની સાચી સિંહણ હેય તે ભાન ભૂલેલા પિતાના પતિ એવા સિંહને જગાડે છે.
એક વખત એક સિંહ નદીકિનારે પાણી પીતું હતું. તે વખતે સંધ્યા કાળને સમય હતો. એક બાજુ સિંહ પાણી પીવે છે. અને છેડે દુર એક ડોશીમા પાણી ભરી રહ્યા હતાં. સિંહને જોઈ ડોશીમા ગભરાઈ ગયા. આ સિંહ મને ફાડી ખાશે. દરેકને જીવવું ગમે છે. મરવું કેઈને ગમતું નથી. દરેક મનુષ્ય મૃત્યુના મુખમાંથી બચવાની યુક્તિ શોધે છે તે અનુસાર આ ડોશીમાએ પણ એક યુક્તિ શોધી કાઢી. મોટા અવાજે ડોશીમા બોલ્યા-સિંહના પંજામાંથી બચી શકાય, વાઘ-વરૂ ને દીપડાના પંજામાંથી બચી શકાય પણ અંધેરી ફેજના પંજામાંથી બચી શકાય નહિ. માટે અંધેરી ફેજ આવતાં પહેલાં મને જલ્દી ઘર ભેગી થઈ જવા દે. આ શબ્દો સિંહના કાને પડયા. એટલે સિંહના મનમાં એ વિચાર થયે કે હું તે માનું છું કે દુનિયામાં મારાથી કઈ જબરું પ્રાણી છે જ નહિ. અને આ ડોશીમા તે એમ કહે છે કે અંધારી ફોજના પંજામાંથી બચવું મુશ્કેલ છે. આ શું? ત્યાં તે ડોશીમા લાગ જોઈને ઘર ભેગાં થઈ ગયાં. સિંહ તે વિચાર કરવામાં જ રહી ગયો કે અંધેરી ફોજ કેવી જબરી હશે ? એ તો ડરને માર્યો, ઝાડીમાં સંતાઈ ગયા. બનવા જોગ બન્યું એવું કે થોડી જે વારમાં વણઝારા એક ગામથી બીજે ગામ ફરતાં ૫૦૦ ગધેડા ઉપર માલની પેઠે નાંખીને ત્યાં આવ્યાં.
પ૦૦ ગધેડાના ૨૦૦૦ પગ થાય. આટલા બધા ચાલે એટલે પગનો અવાજ તો વાભાવિક થાય. શિયાળાની ઋતુ હતી, અને રાત્રિને સમય એટલે ઠંડી ખૂબ હોવાથી વણઝાસ તાપણી કરીને તાપવા લાગ્યા. આ બધું જોઈને સિંહના મનમાં એ વાત ઠસી ગઈ કે નક્કી અંધારી ફેજ આવી ગઈ લાગે છે. હું ઘર ભેગો થઈ ગયે હેત તે