________________
છે તેમાં પણ મહાન લાભ મેળવે છે. એક સમક્તિી શ્રાવક ઘરથી સંતના દર્શન કરવા માટે નીકળે ત્યારે રસ્તામાં સામો બીજો એક મિસ દષ્ટિવાળો મિત્ર મળે, તેણે પૂછયું ભાઈ! તમે કયાં જાવ છો? તે કહે છે, સંતના દર્શન કરવા. એમના દર્શન કરવાથી થાભ થાય? ત્યારે શ્રાવક કહે છે મહાન લાભ થાય. ત્યારે મિશ્ર દષ્ટિવાળે કહે છે હું પણ સંતના દર્શને આવું. એમ કહીને મિશ્ર દષ્ટિવાળાએ સંતના દર્શને જવા માટે પગ ઉપાડે. એવામાં બીજો મહા મિર્યાત્વી મિત્ર મળે. તેણે પૂછયું-ભાઈ! કયાં જાવ છે? ત્યાર મિશ્ર દષ્ટિવાળે કહે. સાધુ મહાપુરૂષને વાંદવા જઈએ છીએ. ત્યારે મહા મિથ્યાત્વી કહે, એને વાદે શું થાય? એ તે મેલાઘેલા છે એમ કહીને એને ભેળવી નાંખે.
એટલે મિશ્રદષ્ટિવાળે પાછો બેસી ગયો. ત્યારે શ્રાવકે જ્ઞાની સંતને વંદન કરીને પૂછ્યું, ગુવ! વંદન કરવા માટે પગ ઉપાડે તેને શું લાભ થાય ? ત્યારે જ્ઞાની ગુરૂ કહે છે, કાળા અડદ સરખો હતો તે છડેલી દાળ સરખે થયે. કૃષ્ણ પક્ષી ટળીને શુકલ પક્ષી થયા.
અનાદિ કાળને ઉલ્ટો હતા તે સુલટો થયે. સમકિત સન્મુખ થયું. તેણે અર્ધપુદગલ - પરાવર્તન સંસાર કાપી નાંખે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯ મા અધ્યયનમાં પણ * કહયું છે કે,
वन्दणएण भंते जीवे कि जणयइ ? वन्दणएण नीया
गाय कम खवेइ, उच्चागोय कम्म निबन्धइ । - વંદન કરવાથી જીવ નીચ ગોત્ર કર્મ ખપાવે છે અને ઉંચ ગોત્ર કર્મ બાંધે છે. કૃષ્ણ વાસુદેવે નેમનાથ પ્રભુના દર્શન કરતાં ચાર નરકના દળિયા વિખેરી નાંખ્યાં. આજે વંદન તે ઘણાં કરે છે પણ વંદન કરતાં જે ઉત્કૃષ્ટ ભાવ આવો જોઈએ તે આવતા નથી. એટલે જે લાભ થવો જોઈએ તે લાભ થતું નથી. સંત સમાગમથી જીવ મહાન લાભ મેળવે છે. પણ એ સંત સાચા સદ્દગુરૂ હેવા જોઈએ. અને શ્રાવક કેવા હેય?
એક વખત એક ગામમાં એક મહાત્મા પધાર્યા. એ મહાત્માએ જમ્બર સાધના કરીને પાણી ઉપર સ્થળની જેમ ચાલવાની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. એટલે તે કોઈ પણ સાધનની સહાય વિના આપણે જેમ જમીન ઉપર ચાલીએ છીએ તેમ તેઓ પાણી ઉપર ઝપાટાબંધ ચાલતા હતાં. આવું જોઈને લેકેને ખૂબ નવાઈ લાગી. આખું ગામ જેવા માટે ઉમટયું. અને દરેક બાલવા લાગ્યાઃ શી મહાત્મા પુરૂષની સાધના છે? ઘણાં મહાભાઓને જેયા પણ આમના જેવા તે કઈ નહિ. ગામમાં શ્રાવકે ઘણુ હતાં. બધા ગયાં પણ એક દઢધમી શ્રાવક ન ગયો. ગામને ખુદ રાજા પણ ગયો. રાજા કહે છે ભાઈ! આખું ગામ જેવા ગયું છે. ખુદ હું પણ જાઉં છું અને તેને જવામાં શું વાંધો છે? ત્યારે શ્રાવક કહે છે મને તે એમાં કાંઈ જ નવાઈ નથી લાગતી. આપણે જમીન ઉપર ચાલીએ છીએ અને એ પાણી ઉપર ચાલે છે. રાજાએ ખૂબ આગ્રહ કર્યો એટલે શ્રાવક