________________
ی
ત્યાં જાય છે. જઈને મહાત્માને પૂછે છે તમને આ શક્તિ પ્રાપ્ત કરતાં કેટ્લે સમય લાગ્યા ? ત્યારે મહાત્મા કહે છે, પચાસ વર્ષ સુધી એકધારી સતત સાધના કરી ત્યારે મો. આ શક્તિ પ્રાપ્ત થઈ છે. ત્યારે શ્રાવક કહે છે, પચાસ વર્ષ સુધી કષ્ટ વેઠવ્યા ત્યારે બે આનાની કિંમતની સાધના પ્રાપ્ત કરી. રાજા કહે છે તું આ છુ માલે છે? ત્યારે શ્રાવક્ર કહે છે સાહેબ! માપણે હાડીમાં બેસીએ તે એ આનામાં સામે પાર લઈ જાય. અને એ પગે ચાલીને સામે પાર પહેાંચે છે એટલુ' જ ને? આમાં આત્માનું કલ્યાણુ કયાં થવાનું છે? આના કરતાં પચાસ વર્ષ સુધી આત્માની સાધના કરી હાત, ચૈતન્યદેવની ઉપાસના કરી હાત તા ભવના ભુક્કા થઈ જાત.
જેના દ્વારા જન્મ-જા ને મરણના ફેરા ટળે એ જ સાચી સાધના છે. એક માણસને “ટાઇડ થયા હાય ત્યારે તેને ઉકાળેલા પાણી સિવાય કઈ જ આપતા નથી. ત્રીસ દિવસ ઉકાળેલા પાણી ઉપર જ રાખે અને બીજી ખાજી એક માણસ સ્વેચ્છાપૂર્વક ભેજનના ત્યાગ કરી ત્રીસ ઉપવાસ કર, હવે ટાઇફાડના દર્દીને કોઇ તપસ્વી કહે ખરું? ન જ કહેવાય. કારણકે તેણે સ્વેચ્છાથી તપ કર્યાં નથી. ખીસ્સુ` કપાય અને ૨૦૦) રૂ. જાય અને ૨૦૦) રૂપિવાનુ દાન કરે. બંનેમાં કેટલેા ફેર પડે છે? હાથે દાન આપવાથી આનંદ થાય છે અને ખિસ્સુ' કપાઈ ને રૂપિયા જાય તે અક્સાસ થાય છે. માટે જ જ્ઞાની ં કહે છે જે કઇ ક્રિયા કરા તે દરેક ક્રિયા શુદ્ધ ભાવનાપૂર્વક કરો, જેથી તમારુ' કલ્યાણું થાય અને જન્મ-જરા મરણના ફેરા ટળે.
દરરોજના ચાલુ અધિકાર છે. તેમાં કમલાવતી રાણી પેાતાના પતિને કહે છેઃ સ્વામીનાથ! આપ મને કહે છે કે તું વૈરાગ્યવંત છે અને મને ઉપદેશ કરે છે તે તુ શા માટે સ ંસારમાં બેઠી છે! તમે એમ માનતા હૈ। કે રાણીને રાજ્યસુખ ગમે છે અને મને ઉપદેશ કરે છે, એવી મારી વાત નથી. મને તેા તમારું' રાજ્ય પાંજરા જેવું લાગે છે. પિંજરમાં પૂરાયેલા પક્ષીની જેવી સ્થિતિ હાય છે તેવી મારી સ્થિતિ છે. મને તે આ પરિગ્રહ માંસના ટુકડા જેવા લાગે છે. “અચળા૩નુકા નામિલ” હું તા આકચન એટલે પરિગ્રહની મમતાથી રહિત થઈને વિચરીશ. ઉપાધિ કયાં છે? જ્યાં પરિગ્રહ છે ત્યાં જ ઝઘડા, ટંટા ને મારા-તારાના તાકાન છે ને ? જેમ એક કૂતરાના માઢામાં હાડકાના ટુકડા હશે તેા ખીજા કૂતરાએ તેના ઉપર તૂટી પડશે. તેમ જેની પાસે પરિગ્રહ રૂપી માંસના લોચા હશે તેના ઉપર રાજકમ ચારી પુરૂષા, ભાગીદારા ને સગાં
સ્નેહીઓ તૂટી પડે છે. પણ જેની પાસે કંઈ છે જ નહિ તેના ઉપર કોઈ તરાપ મારતું નથી. તમારી સામે અમે આટલા બધા સતીજીએ બેઠા છીએ પણ અમને કાઈ પ્રકારની ઉપાધિ છે? સતીજીએના મુખ ઉપર કેાઈ જાતના ગભરાટ છે ? ઉપાધિ કહેા, ગભરાટ કહા કે ભય કહેા, આ બધું જ પરિગ્રહવાળાને છે.
શા. ૯૮