________________
હવે,
કહે છે, આજે રોટલી લુખી ખાઈ લઈએ. આટલું ઘી ભલે રહ્યું. એમ વાત કરે છે ત્યાં કાળે કૂતરે આવીને ભાણામાંથી રોટલી ઉપાડી ગયે. ત્યારે તેનું મોટું પકડીને રોટલી ખેંચી લીધી. અને ઘરમાં જે ઘી હતું તેનાથી રોટલી ચેપડીને કૂતરાને ખવડાવી દીધી. પિતાને ખાવા ઘી ન હતું છતાં કૂતરાને ચેપડીને ખવડાવી દીધું. અને તમે તે અચ્છી તરહથી ઘીમાં ઝબોળેલી રોટલી ખાવ અને કૂતરાને માટે તે બે જાડી ને લૂખી રોટલી બનાવીને નાંખવાની. અને ખાતાં વધે તે જ કૂતરાને નાંખે છે. અહીં એમ ન હતું. આ તે પિતે જેવું ખાય તેવું જ કૂતરાને ખવડાવતા હતા. કાળી કુતરો પણ એમ સમજી ગયે કે આ બાઈ સારી લાગે છે એટલે દરરોજ ત્યાં આવવા લાગે. આ બે માણસે દરરોજ ત્રણ ત્રણ જેટલી પિતે ખાતાં અને બે રોટલી કૂતરાને નાખતા.
કૂતરા જેવું પ્રાણી પણ નિમકહલાલ હોય છે. જેનું ખાય છે તેના ઉપકારને બદલે વાળ્યા વિના નથી રહેતું. કુતરો રેજ રેટી ખાય છે એટલે એના મનમાં વિચાર આવ્યું કે આ માણસે કેટલા ગરીબ છે. પિતાના પેટ પૂરતું પરાણે પ્રાપ્ત કરે છે, છતાં મને દરરોજ ખાવાનું આપે છે, માટે મારે ગમે તેમ કરીને એના ઉપકારને બદલે વાળ જોઈએ. એક દિવસ કૂતરો જંગલમાંથી જતો હતો. ત્યાં કઈ જગ્યાએ ખેદતાં પિચી જમીન જોઈ અને ઊંડો ખાડો ખેડ્યો. તે તેમાં એને કંઈક દેખાણું. એટલે તેના ઉપર ધૂળ વાળીને પિતાના ઉપકારી પાસે આવીને તેનું તાયું ખેંચવા લાગે. પેલો માણસ વિચાર કરવા લાગ્યું કે આ કૂતરે મને આમ શા માટે કરતે હશે? લાવ, તેની પાછળ પાછળ જાઉં. પેલે ગરીબ માણસ કૂતરાની પાછળ પાછળ ગયો અને ત્યાં જઈને કૂતરાએ પગ વડે બતાવ્યું કે અહીં ખાડો . એટલે તેણે જમીન ખેદી, તે અંદરથી સોનામહેરને ભરેલે ચરૂ નીકળે.
દેવાનુપ્રિયે ! ગરીબાઈમાં પણ કેટલી અમીરી છે! કેટલી ભલાઈ છે, એણે મનમાં વિચાર કર્યો કે આ સોનામહોરો ભરેલું ડઘઉં, મારે શું કરવું છે? એણે થોડી સેનામહેર રાખીને બાકીની સોનામહોર વડે ગરીબોને દાન કરવા લાગ્યું. ત્યારે પાડોશણના મનમાં થયું કે આની પાસે તે ખાવાના પણ સાંસા છે. માંડમાંડ પેટપૂરતું કમાય છે. અને આટલું બધું દાન કયાંથી કરે છે? એટલે બાઈને પૂછે છે બહેન ! તમારા પતિ ઘણું ' કમાયા લાગે છે. બંને પતિ-પત્ની ખૂબ જ ભલા ને ભેળા હતાં. પેટમાં કપટ ન હતું.
એટલે બાઈએ સત્ય વાત કહી દીધી કે અમે કંઈ કમાવા ગયા નથી પણ અમારે આ એક મેતિ કૂતરો છે તેણે જમીનમાં દાટેલું ધન બતાવ્યું તે લઈ આવ્યા અને તેનું દાન કરીએ છીએ. ત્યારે પાડોશણબાઈ કહે છે મને બે ત્રણ દિવસ માટે તમારે મતિ કુતર આપો. એટલે ભેળી બાઈએ એ કૂતરો આપે, તેને જોડેસણુ પિતાને ઘેર લઈ ગઈ. રોજ ખવડાવે છે અને કયારે કૂતરો ધન બતાવે અને જમીન દં તેની રાહ જોવા લાગી.