________________
મય આવશે. ધર્મ વિના કોઈ સાથે નહિ આવે. ધમ જ સાચે સગો છે, માટે લક્ષમીને માહ છેડી જે હાલમી પાસે છે તેને દાનમાં વાપરે, પારકી લીમી ભેગી ન કરશે. તમારા થયાશુભ કર્મો જ તમારી સાથે આવશે. ધર્મ વિના બીજો કોઈ પદાર્થ ન તે તમારું રક્ષણ કરશે કે ન તે તમારી સાથે આવશે. માટે કંઈક પરભવને વિચાર કરો. 1. આજે જ્ઞાનપંચમીને પવિત્ર દિવસ છે. હજારે સૂર્યના પ્રકાશ કરતાં જ્ઞાનને સૂર્ય પણ તેજસ્વી છે. સૂર્યને પ્રકાશ તે દિવસે જ હોય છે જ્યારે જ્ઞાન તે રાત્રે અને દિવસે સહાકાળ પ્રકાશ આપે છે. જ્ઞાનથી અજ્ઞાનને અધકાર દૂર થાય છે. વિભાવમાં જતાં આત્માને સ્વભાવમાં સ્થિર કરનાર હોય તે જ્ઞાન છે. જ્ઞાન એ આત્માને સહભાવી ગુણ છે. તમારું કોલેજનું જ્ઞાન, વહેપારનું જ્ઞાન, અહીં જ રહી જશે, પણ આત્માનું જ્ઞાન તે પરભવમાં પણ સાથે જાય છે. જ્ઞાન મિથ્યાત્વને હઠાવે છે. દ્રવ્ય અંધકાર જેટલું આત્માનું અહિત નથી કરતો તેટલે આત્મામાં રહેલ ભાવ-અંધકાર અજ્ઞાને આત્માનું અહિત કરનાર છે. જ્ઞાન વિના વસ્તુના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થતું નથી. અજ્ઞાનથી રસ્સીને સાપ માની લેવાય છે, સાચાને છેટું અને બેટાને સાચું મનાવનાર અજ્ઞાન છે. જ્ઞાનથી જડ-ચેતનનું ભેદજ્ઞાન થાય છે.
જેના અજ્ઞાનને અંધકાર નષ્ટ નથી થયો તેવા આત્માએ પિતાનું અહિત કરનાર છે. પોતાનો અજ્ઞાનાત્મા-અશુભાત્મા જ પિતાનું અહિત કરે છે. આખી જિંદગી અશુભ કર્મો કરવામાં જ વીતાવી દે છે. જ્યારે અંતકાળ નજીક આવે છે ત્યારે એને પસ્તાવે થાય છે. જીવનપર્યત કરેલાં પાપ એને યાદ આવે છે. અહે પ્રભુ! મેં જીવનમાં કંઈ જ સત્કાર્ય ન કર્યું. સાચા મુક્તાફળ મૂકી કલ્ચરને મોહ, મણી મેળવવાં જતાં ફણીઘરને પણ ભેટ, ન ખાવાનું ખાધું પણ ગમ ન ખાધી. મોટી મોટી ડીગ્રી મેળવી પણ મનુષ્યભવની ઉંચામાં ઉંચી ડીગ્રી પ્રાપ્ત ન કરી. આ મનુષ્યભવમાં મારે શું કરવાનું છે તેનું ભાન ન રાખ્યું. આખી જિંદગી પરાયા દેશે જ જોયા પણ સ્વદોષ ન જોયા. પાછળને પસ્તા શું કામને? છતાં જ્ઞાન કહે છે કે જેટલું આયુષ્ય બાકી છે તેટલામાં તમે બગડેલ બાજીને સુધારી લે.
જ્ઞાન દ્વારા આત્મામાં સ્વ–પરનો વિવેક જાગે છે. સાચો જ્ઞાની કદી પરાયા દેષ નથી તે. શ્રેણિક રાજાએ દીક્ષા લીધી ન હતી. પણ સમ્યકત્વ સ્પર્યું હતું. એક સમક્તિની કેટલી તાકાત છે કે કેણિકે તેને પાંજરામાં પૂર્યો તે પણ સ્વદોષ તેણે જોયા પણ પુત્રને દેષ ન જે. “તે કર્મ કર્યા છે તે તારે ભેગવવા પડે એમાં શી નવાઈ છે !” આ પ્રભાવ જ્ઞાન અને દર્શનને છે. જૈન કુળમાં જન્મેલા શ્રાવકને સામાયિક, પ્રતિક્રમણ, છકાયના બેલ અને નવતત્વ એટલું જ્ઞાન તે અવશ્ય હોવું જ જોઈએ. ! ' ' એક ધનવાન શેઠ હતાં. ખૂબ પુણ્યવાન અને ધર્મિષ્ઠ હતાં. પૂર્વના પ્રબળ પુર્યોદયથી