________________
ઉદેપ
થતાં જાગી ગયાં. એમના વૈરાગ્યની દૃઢતાથી પિતા-ભૃગુ પુરાહિત અને માતા-યશા પણ વૈરાગ્ય-રંગે રંગાઈને સયમપંથે ચાલી નીકળ્યા. પણ આ મારા રાજગૃહી એવી
,
રાજકોટ નગરીના શ્રાવકેાને કેટલા સતાએ ઉપદેશ આપ્યા, કેટલા સતાના સમાગમ થયે. પણ હજી ખ'ધનમાંથી મુક્ત થવાનું મન નથી થતું, પણ યાદ રાખો કે આજે નહિ છાડા તા કાલે પણ છેડયા વિના તા છૂટકો નથી જ. એક દિવસ તા સંસાર પ્રત્યેથી છૂટકારા લેવા જ પડશે.
એક વખત એક વહેપારીએ સરકારના ગુન્હા કર્યાં. એટલે તેને સરકારી માણસે એ • પકડયા. ગુન્હાની શિક્ષામાં સરકારે એને શિક્ષા કરી. અને એનાં ઘરબાર, માલ-મિલ્કત · બધું જપ્ત કરી તેને દેશનિકાલની શિક્ષા કરવામાં આવી. ત્યારે એ વહેપારી ખૂબ રડવા લાગ્યા, કરગરવા લાગ્યા અને ખૂબ નમ્રતાપૂર્વક રાજાને કહેવા લાગ્યા ખાપુ ! મારી તમામ મિલકત આપને લેવી હાય તા લઈ લે, પણ મને દેશનિકાલ ન કરો. ખૂબ આજીજી કરી પણ રાજાએ એની વાત માન્ય ન કરી. અને દેશનિકાલ કર્યાં. આ વહેપારી એકલે જંગલમાં ભટકે છે. એક ઝાડ નીચે બેસી ખૂબ રડવા લાગ્યા. અહેા ! રાજાએ મારા ઘરમાર ને માલ-મિલકત તે લઈ લીધાં અને ઉપરાંત મારી પત્ની અને બાળકાથી પણ વિખુટા પાડયા. મારા કુટુંબ પિરવારનું પણ શુ થશે ? અને હું પણ એકલેા જંગલમાં શુ કરુ? હવે આવા જીવને જીવીને મારે શું કામ છે ? કૂવામાં પડું કે ઝાડની ડાળીએ ફ્રાંસા ખાઈ ને મરી જાઉ' ? કે મેાટા પહાડ ઉપર ચઢીને ઝ પાપાત કરું ? પણ હવે મારે જીવવુ' નથી. દેવાનુપ્રિયા! એ એકલવાયા પડી ગયા; ધન–મિલકત ચાલ્યા ગયા એની એને અકળામણ થઈ. પણ કમ કરતી વખતે વિચાર ન કર્યાં. હજી પણ એને એવા વિચાર · નથી આવતા કે રાજાએ મને દેશનિકાલ કર્યાં તે એમાં મુખ્ય કારણ શું છે? મે એવા ગુન્હા કર્યો માટે મને આ શિક્ષા થઈ છે એમ પેાતાનો દોષ દેખાતા જ નથી. ક્રમ કરતી વખતે એને સજા ભાગવવી પડશે, નરક તિર્યંચ આદિ અશુભ ગતિમાં જવુ પડશે, એવા વિચાર જ એને નથી આવતા, પણ કમ ભેાગવવાના વખત આવે છે ત્યારે જ સમજાય છે.
એક માણસ સારા કુટુંબના હતા, છતાં પગમન કરતા હતા. એ દુષ્ટ કાય કરતા છેક રાજાના અંતેઉર સુધી પહોંચવાની ભાવના થતાં તેરમાં જતાં કાઈ અને રૂકાવટ ન કરે તે માટે તે સ્ત્રીનાં કપડાં પહેરીને અંતેરમાં જવા લાગ્યા. કોઈ પૂછે તા કહે કે હું રાણીની સખી છું. રાણીને મળવા જાઉં છું એમ કહી અંતેઉરમાં આવવા લાગ્યું. રાણીને વહેમ પડતાં રાજાને વાત કરી તેથી રાજાએ તેને પકડયા. ત્યારે કહે છે કે હું સ્ત્રી છું. ત્યારે રાજા કહે છે તું સ્ત્રી છે કે પુરૂષ એ હું બરાબર જાણું છું. રાજાએ સભા ભરી. અને સભામાં લાવી પેલા વ્યભિચારી પુરૂષને શિક્ષા કરવાનું નક્કી કર્યું".