________________
અઢળક લક્ષમી મળી હતી, આ શેઠને બે પુત્રો હતાં. પુત્ર પણ ખૂબ સૌદર્યવાન હતો : બંને હજુ કિર હતાં. એક દિવસ બંને બાલુડા રમતાં રમતાં ગામ બહાર બગીચામાં ચાલ્યા ગયાં. ત્યાં ન મુનિને જોયા. સંતને ઈ બંને ચરણમાં પડી ગયા. સંતે એમને ઉપદેશ આપ્યું. હે ! ભવ્ય છો! આ સંસાર દાવાનળ જેવું છે. એમાં કયાંય રાચવા જેવું નથી. બાળકના કુમળા માનસ ઉપર સંતના ઉપદેશની સુંદર અસર થઈ. અહા ! . આ સલળી સંપત્તિ ઍક જેવી જ છે ને ! અમારા વડવાઓ મૂકીને ગયા તે મારા . પિતાજી ભગવે છે. પિતાજી એ એંઠવાડ આપણને આપશે. આમ અનંતકાળથી આવી. ઘટમાળ ચાલ્યા કરે છે. વૈરાગ્યવંત બનેલા બંને પુત્રોએ માતા-પિતાની આજ્ઞા લઈ દીક્ષા લીધી.
દીક્ષા લઈને બંને ભાઈઓએ ગુરૂ ચરણમાં પિતાનું જીવનનાવ અર્પણ કર્યું.' ગુરૂની આજ્ઞા એટલે પ્રાણ છે એમ સમજતાં હતાં. ક્યારે પણ ગુરૂ આજ્ઞાથી વિરૂદ્ધ ચાલતાં ન હતાં. ગુરૂના સાનિધ્યમાં રહી ખૂબ જ્ઞાનાભ્યાસ કરવા લાગ્યા. પણ મોટાભાઈને ગાઢ જ્ઞાનાવરણીય કર્મને ઉદય છે. તે ખૂબ મહેનત કરે છે પણ જ્ઞાન ચતું નથી. ત્યારે તે મુનિ ખૂબ ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા. જ્ઞાન ભણનાર સંતેની સેવા કરવા લાગ્યા. ભગવાને અનેકવિધ પ્રકારે સંયમનું પાલન કરવાનું કહ્યું છે. તો હું આ રીતે સમતાભાવમાં રહી જ્ઞાન ભણનારને વિનય કરીશ, વૈયાવચ્ચ કરીશ, તપ કરીને મારા કર્મો ખપાવીશ. અને નાના ભાઈને એ ક્ષમાપશમ છે કે ગુરૂ ડું સમજાવે તેમાં ઘણું જ ગ્રહણ કરી લે છે. પૂર્વે જ્ઞાનાવરણીય કર્મને ક્ષયોપશમ કર્યો છે, એણે ગુરૂ પાસે રહી ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું. એની ગ્યતા જોઈ ગુરૂએ જુદા વિચરવાની તેને આજ્ઞા આપી. “ખૂબ જ્ઞાન અને શુદ્ધ સંયમ” એટલે સોનામાં સુગંધ ભળી છે. આ સંત જ્યાં જ્યાં પધારે અને ઉપદેશ આપે ત્યાં ખૂબ માનવમેદની ભરાય. સંતની વાણી મનુષ્યના હૃદયમાં ઉતરી જતી. ઘણાં આત્માઓ ધર્મ પામી જતાં. કંઈક વ્રતધારી બની જતાં અને કંઈક તો વૈરાગ્ય પામીને દીક્ષા લઈ લેતાં. એમને ૫૦૦ શિષ્ય થયાં. જેની પાસે જ્ઞાન હોય તેની પાસે સહ આવે. મોટાભાઈ પાસે જ્ઞાન નથી એટલે એમની પાસે કોઈ આવતું નથી. એમને એક પણ શિષ્ય ન હતો. છતાં અજબ સમભાવ હતે. પિતે માટે હોવા છતાં નાના ભાઈને ખુબ વિનય કરે. મનમાં એ હર્ષ હતું કે અહ! મારા ભાઈમાં કેટલું જ્ઞાન છે ! એના જ્ઞાનના પ્રભાવથી કેટલા ભવી જીવે તરી જાય છે ! નાના ભાઈના ખૂબ ગુણગાન કરતાં.
૫૦૦ શિના ગુરૂ નાના ભાઈ) પિતાના શિષ્યોને ખૂબ જ્ઞાન ભણાવે છે, સંયમની સાધના કરાવે છે, શિષ્યના સંશયનું સમાધાન કરે છે. તેમજ આખો દિવસ સૂત્રસિદ્ધાંતની વહેચણી આપે છે. શ્રાવકો પણ ગુરૂ પાસે જ્ઞાન મેળવવા આવતાં. ગમે તેવા માણસ ગમે તેવા અઘરા પ્રશ્નો પૂછવા આવે તે પણ તેનું બરાબર સમાધાન કરતાં,
શા ૯૬