________________
તેમજ આ તમારું ધન તમને જરા-રોગ-મરણ આદિથી બચાવવામાં સહેજ પણ સહાયક નહીં થાય. માટે તેની મમતા રાખવી વ્યર્થ છે. એ તમને પરલોકમાં પણ નાણારાણુ થવાની નથી. ધનના સંગ્રહમાં સુખ માનવું છે તે પાણી લેવીને માખણ મેળવવાના મને રથ જેવું છે. ખરેખર, લક્ષ્મીને ભેગી કરી પાપ બાંધી રહયા છે. તેમાં કોઈ ભાગ નહિ પડાવે. દરેક મનુષ્ય સ્વાર્થનાં સગાં છે, મમતા છોડવામાં જ મઝા છે. - એક નગરશેઠ પાસે અઢળક સંપત્તિ હતી. પણ તે લેભી ખૂબ હતે. દાન પુણ્યમાં રાતી પાઈ પણ વાપરે નહિ. કોઈ વખત ધર્મસ્થાનકમાં જાય અને પેટમાં પૈસા નાખે તે ખિસ્સામાંથી પરચુરણ કાઢી વીણીને એક નવે પૈસે પેટીમાં નાંખે. એવા કંજુસીયા કાકા હતા. આજે પણ ઘણાં ભાઈ–બહેને ન પૈસો જ પેટીમાં નાંખે છે. પણ હું તમને પૂછું છું કે તમે મારકીટમાં ન પૈસે લઈને જશે તે કઈ એનાં દાતણ પણ આપશે ? નવા પૈસાના દાતણ પણ નથી મળતાં. છતાં તમે ન પૈસો નાંખીને રાજી થાવ છે કે મેં દાન કર્યું! કમોદ કાઢી લઈને ફેતરાનું દાન કરવા ઉઠયા છે તે યાદ રાખજો કે પરલોકમાં પણ તમને ફેરા જ મળશે.
આ નગરશેઠ બિમાર પડયા. તેના ચારે દિકરાએ પિતાની સેવામાં હાજર હતાં. ગામના માણસો ખબર કાઢવા આવવા લાગ્યા. ગામના મહાજનને પણ ખબર પડી કે શેઠ ખૂબ બિમાર છે. રાજકેટ સંઘના જેવું મહાજન ખૂબ હોંશિયાર હતું. તેમણે વિચાર કર્યો કે ચાલે, આપણે શેઠની ખબર કાઢવા જઈએ. અને સંસ્થાના ફાળામાં કંઈક નેંધાવે તે લેતા આવીએ. મહાજન શેઠને ઘેર આવ્યું. શેઠના પલંગ પાસે બેસીને પૂછ્યું, કેમ છો બાપા? શેઠને વધુ બોલવાની તાકાત નથી એટલે ખૂબ મુશીબતે બોલ્યા ઠીક. શેઠની જીભ પકડાતી હતી. શ્વાસ રૂંધાતો હતે. દુઃખથી આંખે આંસુથી છલકાઈ ગઈ હતી. મહાજન કહે છે શેઠ ! પાંજરાપોળમાં કંઈક દાન કરો. અપંગ હેરના આશિષથી તમને સારું થઈ જશે.
દેવાનુપ્રિય! મનુષ્યના મનની પરિણામધીશ સદાકાળ સરખી રહેતી નથી. ક્યારે મનુષ્યની મતિ પલટાય છે તે કહી શકાતું નથી. મહાજનને જોઈને શેઠના મનમાં થયું. અહે! હું કે ભાગ્યશાળી ! મારા અંતિમ સમયે પણ મહાજન મારે ઘેર આવ્યું. મહાજન મારે ઘેર હોય જ ક્યાંથી? આજે મહાજન ખાલી ન જવું જોઈએ. સંઘ એ સામાન્ય નથી. કોઈ ઉદ્ધત બનીને એમ બોલતા હોય કે અમારે સંઘની શી જરૂર છે? પણ નંદીસૂત્રમાં દૃષ્ટિ કરે. સંઘને ભગવંતે કેવી સુંદર ઉપમાઓ આપી છે. શેઠની મતિ સુધરી ગઈ વધુ બોલી શકે તેમ ન હતું. એટલે શેઠે દિકરાઓ સામું જોઈને કહ્યું : લાખ. એમની ઈચ્છા પાંજરાપોળ માટે એક લાખનું દાન કરવાની હતી. દિકરાઓ બાપની વાત સમજી ગયાં. પણ એ કંઈ કાચા ન હતા. ચારે ય પુત્રેએ વિચાર કર્યો કે “બાંધી
શા. ૫