________________
ઢિપણે
પિયા આપી દેવા તૈયાર છું. સાહેબ! હું તે ચાર જ છું. એમાં શંકા નથી. પણ એ તે વાણિયે છે. અહિંસાને પુજારી છે. છતાં એને મારી જરા પણ દયા ન આવી. હવે તે મારે કાન અને કાંડુ પાછું આપે તે જ એના ક્રોડ રૂપિયા આપું. નહિ તે બીજા ક્રોડ રૂપિયા લઉં. ચારે તે સારી પેઠે પકડ પકડી. હવે શેઠ ગમે તેમ કરે તે પણું કાંડ ને કાન કયાંથી લાવે ? મૂળ મિલ્કત ગઈ ને ઉપરથી ક્રોડ રૂપિયા આપવા પડયા. ' દેવાનુપ્રિયલક્ષમી માટે નિર્ધન માણસે કેટલું કષ્ટ સહન કર્યું!કોઈ એક માણસ એક ચૂંટી ખણે તે તમારાથી સહન થતું નથી. તમને પણ ધન કમાવા જતાં આવા નહિ પણ બીજી રીતે તે ઉપસર્ગ આવતા જ હશે ને? જેટલું કષ્ટ ધન મેળવવા માટે સહન કરે છે તેટલું જે આત્માને લક્ષે સમભાવથી સહન કરે તો બેડો પાર થઈ જાય.
કમલાવંતી રાણી ઈષકાર રાજાને કહે છે, લક્ષ્મી કેવી બૂરી ચીજ છે. સમજ્યા ને ? અહીં તમે પરાયું ધન ભેગું કરે છે પણ પરભવમાં કર્મ ભોગવવા પડશે. જેમ પલા માણસને એના ક્રોડ રૂપિયા તે પાછા ન મળ્યા, પણ ઉપરથી બીજા ક્રોડ દેવા પડયા, તેમ તમે પણ નહિ સમજે તે પરભવમાં કર્મનાં દેણાં ભરવા પડશે. અને જેનું લીધું હશે તેને કઈને કઈ રીતે વસુલ કરી આપવું પડશે. માટે સમજે અને ધર્મનું શરણ ગ્રહણ કરે. ધર્મ સિવાય કોઈ ત્રાણુ-શરણ નથી. હજુ પણ કમલાવંતી રાણી ઈષકાર રાજાને શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન....નં. ૧૦૫
કારતક સુદ ૫ ને મંગળવાર તા. ૩-૧૧-૭૦
જ્ઞાની કહે છે કે તીર્થકર હેય કે સામાન્ય સાધુ હેય, ચક્રવતિ હોય કે ચીંથરેહાલ હોય દરેકને કર્મ તે ભોગવવાં જ પડશે. કર્મ કઈને પીછે છોડનાર નથી, કમને કાયદે કર અને કુટીલ છે પણ સાથે ન્યાયી છે કે જે કામ કરે છે તેને જ એ પકડે છે બીજા કોઈને પકડતું નથી.
છે કાયદે કર્મને, હિસાબ પાઈ પાઈને,
વેરંટ વગડે આવશે, રાજ્ય ની પિપાબાઈનું. તમને લાગે કે હું કર્મ કરું છું તે કોઈ જાણતું નથી. ભલે તમને અહીં કોઈ