________________
પણ આ બાપ દિકરાને જોઈને સૂઈ ગયો. એના મનમાં થયું કે જે અહીંથી ભાગીશ તેં મને જોઈ જશે. અને મિલ્કત દાટશે નહિ. તેના કરતાં સુઈ જાઉં.
દિકરાએ બાપ પાસે આવીને કહ્યું-બાપુજી! આ ઝાડીની પાછળ એક માણસ સૂતે છે. બાપ કહે છે કે એ જાગે છે કે ઉંઘે છે? પુત્રે કહ્યું એ તે મને ખબર ન પડે. તું એને ચૂંટી ભરી જે. દિકરાએ ચૂંટીયા ભર્યા પણ જાગે નહિ. મડદાની માફક પડી રહ્યો. પુત્ર કહે છે બાપુજી! એ તે મડદું જ લાગે છે. હાલ પણ નથી. ચૂંટીયા ભર્યા તે ચું પણ ન બેલ્યો. ત્યારે શેઠ કહે છે એમ ન માની લેવાય કે મરી ગયેલ છે. તું એને બટકા ભરી આવ. દિકરાએ તે માણસના હાથે-પગે-ગાલે બધે ખૂબ બટકા ભર્યા. લેહીલુહાણ કરી નાંખે, પણ હા નહિ. એ મનમાં એમ વિચાર કરવા લાગ્યો કે જે હાલીશ તે આ દલ્લો હાથમાં નહિ આવે, એટલે એમ ને એમ પડયો રહયો.
દિકરે કહે છે પિતાજી! મેં તે એને ખૂબ બટકા ભર્યા, એનું શરીર લેહીલુહાણ થઈ ગયું, છતાં હાલતો નથી, માટે મરી ગયો હશે. બાપ કહે છે મરી ગયું હોય તે લોહી નીકળે નહિ. માટે નક્કી જીવતે હવે જોઈએ. માટે તું એને ભોંય પર પછાડ, પછાડો તે પણ ન બોલે, ત્યારે એને કાન કાપી નાંખે. પિલે માણસ વિચાર કરે છે કે કાન જશે તે એ છે, પણ ક્રોડની મિલ્કત તો મળશે ને? બંધુઓ! વિચાર કરે. એક દાઢ પડાવવી હોય, નાનકડું નસ્તર મૂકાવવું હોય તે પણ ઇંજેકશન મૂક્યા વિના નથી કરતાં, તો આ એમ ને એમ કાન કાપી નાંખે. એને કેટલી પીડા થઈ હશે? પણ માણસ ધન માટે કેટલું સહન કરે છે. છેવટે એનું કાંડું કાપી નાંખે છે, તે પણ
લતે નથી. ત્યારે શેઠને શ્રદ્ધા બેઠી કે આ તે મરી ગય લાગે છે. એટલે ત્યાં ધન દાટીને ઘેર ગયાં.
પેલા માણસને કળ વળી એટલે બેઠો થયે. અને ક્રેડની મિલક્ત લઈને રવાના થઈ ગયો. શેઠને ચિંતા થઈ કે ધન દાટી આવ્યું છું પણ કોઈ લઈ ગયું તે નહિ હોય ને? લાવ, જઈને જોઈ આવું તે ખરે. ત્યાં આવીને જુવે તે ખાડો ખોદેલ પડયો છે. મિલ્કતને ડઓ કેઈ ઉઠાવી ગયું છે. શેઠના મનમાં નક્કી થયું કે પેલો માણસ જ લઈ ગયે હે જોઈએ. શેઠે સરકારમાં ફરીયાદી નેંધાવી. ગામમાં તપાસ ચાલે છે. પેલા માણસના એક હાથનું કાંડુ અને એક કાન કપાઈ ગયેલું છે. એ નિશાન હતું. એ માણસ પકડાઈ ગયે, કોર્ટમાં હાજર કર્યો. શેઠ પણ હાજર થયાં. ચેરને પૂછવામાં આવ્યું. એટલે રે કહ્યું
હા. હું એમની એક કોડની મિલક્ત ચરી ગયો છું. હું જરા પણ અસત્ય બોલતા નથી. પણ એની લક્ષમી લેતા પહેલાં એણે મને કેટલી શિક્ષા કરી છે, એ એને પૂછી જુએ. મેં કેટલું સહન કર્યું છે ત્યારે એ લમી મળી છે. છતાં એ બધી વાત જવા દે. પણ એણે મારે કાન અને કાંડુ બે કાપી લીધા છે. એ મને પાછા આપી દે તે હું એના ક્રોડ