________________
કમલાવતી રાણી કહે છે કે રાજન વમેલું કોણ ખાય? કાગડા ને કૂતરા. ગમે તેવા દૂધપાકને પુરી જમ્યા છે પણ જ્યાં વમન થઈ ગયું ત્યાં એના સામું જોવું ગમતું નથી.
વમ્યા તે આહારની ઈચ્છા કોણ કરે, કરે વળી શ્વાન ને કાગ, સાંભળ હે રાજા, બ્રાહ્મણની છડી ઋદ્ધિ મત આદરે. પહેલું જે દાન દીધું હાથશું, તે પાછું લેતાં ન આવે લાજ,
સાંભળ હે રાજા, બ્રાહ્મણની ઠંડી ત્રાદ્ધિ મત આદો. વમેલા આહારમાં કાગડા ને કૂતરા મોટું નાંખે છે. બીજું તે કઈ ઈચ્છતું નથી. વમેલાને ગ્રહણ કરનારે પ્રશંસનીય હોતું નથી. તેમ છે રાજા! તમારે અને ભૂગ પુરેહિતને પૂર્વને અણાનુબંધી સંબંધ હતો. એટલે તમે તેને તમારા હાથે જ મનમાન્યું ધન આપ્યું છે. એટલે તમે તે સંકલ્પથી એ ધનનું વમન કરેલું જ છે. વળી એ વમેલા ધનને બ્રાહ્મણ પણ વમીને ચાલ્યો ગયો. એટલે આ ધન તે ડબલ વખત વમન કરેલું છે. તેને તમે ગ્રહણ કરવાની ઈચ્છા કરે છે, તે આપ જેવા ભદ્ર પુરૂષને માટે જરા પણ ગ્ય નથી. મારી બહેને! તમે આ વાત બરાબર ધ્યાનપૂર્વક સાંભળજે. પતિની આજ્ઞા પત્નીને માટે શિરોમાન્ય હોય પણ તમારે પતિ જે ઉન્માર્ગે જતો હોય, વ્યસનને ગુલામ બનતું હોય તે તેને સુધારવા માટે કમલાવતી રાણીની જેમ સાચી સિંહણ બનજો. તમે એ વખતે એ ડર ન રાખશો કે હું મારા પતિને કડક શબ્દો કહું ને તેઓ મને ન બેલાવે તે નિડર બનીને સાચું ભાન કરાવજે. તે તમે પણ સુખી થશે ને એ પણ સુખી થશે. પછી તમારે સંસાર સ્વર્ગ જેવું બની જશે. * રાણીની વાત સાંભળી રાજાને શંકા થઈ. સૌથી પ્રથમ આશ્ચર્ય તે એ હતું કે રાણી કદી બહાર નીકળતા જ ન હતાં. એઝલ પડદામાં રહેનારી રાણી ભરસભા વચ્ચે કરી આવે જ નહિ. અને આમ જેમ તેમ ન બોલે. અને આજે રાણી સભામાં આવી, કધાયમાન થઈને આમ કેમ બેલતી હશે? રાણીની વાત સાંભળી રાજા કહે છે.
કાં તે રાણી તને લે લાગી, કાં તે કોઈએ કીધી મતવાળ, સાંભળ હે રાણ-કાં કોઈ ભૂત વ્યંતરે છળી, કાં કેઈએ કીધી વિકરાળ, સાંભળ હે રાણી, રાજાને કઠણ વચન નવિ કીજીએ.
હે રાણી! શું તને લાગે છે? શું તું શૂન્ય ચિત્તવાળી થઈ ગઈ છું કે તને કોઈ ભૂત અંતર વળગે છે કે તને કઈ એ ક્રોધાયમાન કરી છે કે જેથી તું આમ અસભ્ય વંચન બોલે છે? તું કદી આવા વચન બેલે તેવી નથી અને આજે રાજસભામાં આવી