________________
પાસે આવ્યા અને પિતે વિચારેલી વાત પિતા પાસે રજુ કરી. પિતાજી શું જવાબ આપે છે તે જાણવા માટે સહુ આતુર બની ગયા.
* પુત્રોની વાત સાંભળી મહારાજા ગરાજનું મુખ ગંભીર બની ગયું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું. હે પુત્રો! સારામાં સારું કાર્ય પણ હલકા રસ્તે જઈને કદી સિદ્ધ કરાય નહિ. તમારે દેશ અને પ્રજાની આબાદીને વિચાર ઉત્તમ છે. પણ એ કાર્ય ખાતર આપણા આશ્રયે આવેલા પરદેશી વહેપારીને મદદગાર બનવાને બદલે એનું વહાણ લૂંટી લેવાને તમારે વિચાર ખૂબ અધમ છે. ભલે, આપણે ભૂખે મરી જઈએ, ભંડારે લૂંટાઈ જાય તે પણ અન્યાય-અનીતિના માર્ગે તે કદમ ભરવું જ ન જોઈએ, પુત્રે ! તમે હજુ અધમ કાર્ય કર્યું નથી. હજુ તે તમે મને પૂછવા જ આવ્યા છે, પણ તમારા મનમાં આવે કુવિચાર આવે એ જાણીને મારા અંતરમાં અપાર દુઃખ થયું છે. આર્યદેશમાં જન્મ પામી તમારા મનમાં આવે અનાર્ય વિચાર કેમ ઉદૂભવ્ય ! મને લાગે છે કે તમને આ ક્રૂર વિચાર આવ્યું તેમાં કાં તે તમારી માતાને દોષ હશે. પિતાની વાત સાંભળી ચારે ય પુત્રો શરમાઈ ગયા. કાંઈ પણ બોલ્યા વિના ચૂપચાપ શયનરૂમમાંથી બહાર નીકળી ગયા. પિતાની ગંભીર વાણી પુત્રના હૃદયને સ્પર્શી શકી નહિ. ચારે ભાઈઓએ એક થઈને નિર્ણય કર્યો કે પિતાજી, ભલે ગમે તેમ કહે પણ આપણે એ વહાણ લૂંટવું છે એ વાત નક્કી છે.
મધરાત્રે ક્ષેમરાજ સૈનિકો સાથે સજજ થઈ બંદર પર આવ્યા. આખું વહાણ લુંટી લીધું. રક્ષક ભક્ષક બની ગયે. વાડ ચીભડા ગળી ગઈ. દેવાનુપ્રિયે ! આજની સરકાર બધાને સરખા કરવા માંગે છે. પ્રજાનું રક્ષણ કરવાને બદલે ભક્ષણ કરી રહી છે. ચારે બાજુથી ચૂસી રહી છે. પ્રજા ઉપર ટેકસ નાખી પિતાના ઠાઠમાઠમાં લાખના ધૂમાડા કરે છે. પિતાનું આખું વહાણ લૂંટાઈ ગયું જાણી પરદેશી વહેપારીને પારાવાર દુઃખ થયું. અહે! મારી જિંદગીની કમાણી લૂંટાઈ ગઈ છે ત્યાં ને ત્યાં તેનું હોટ બેસી ગયું."
સવાર પડતાં મહારાજા ગરાજને ખબર પડી કે મારા પુત્રોએ મારી વાત ન માની. અંતે એમણે ધારેલું અધમ કાર્ય કર્યું. એમને ભયંકર આઘાત લાગે. પુરોના પાપનું પ્રાયશ્ચિત કેણ કરે? આવા અધમ પુત્રોના બાપ બનવા કરતાં અપુત્રીયા રહેવું સારું. આ નાનેસૂને અપરાધ નથી. એક વખતના રાજા મહારાજાઓની કેવી પ્રશસ્ત નીતિ હતી! પ્રજાને માટે પોતાના પ્રાણુ દેવા તૈયાર હતાં. * મહારાજાએ હુકમ કર્યો કે એક ચિતા ખડકો. ચિતા ખંડકાવી એને ભડભડ સળગાવી કઈ પણ બેલ્યા સિવાય પુત્રને એટલું જ કહ્યું કે હું તમને બીજું કંઈ જ કહેતું નથી. એક તમારા દુષ્કાર્યના અપરાધની શિક્ષા હું જોગવી લઉ છુંહું એ આવું નહોતું માન્યું કે પિતા આમ કરશે. કહે છે પિતાજી! આપ કહો તે અમે એની