________________
મારા શરીરમાં કઈ ભૂત વ્યંતરે પ્રવેશ કર્યો લાગે છે કે કોઈ એ તમને ઉશ્કેર્યા છે કે તમને ઝેલે લાગે છે? નહિ તે તમે કદી આવા શબ્દો બોલે નહિ.
નથી રે મહારાજા લે લાગી, નથી કેઈએ કીધી મતવાળ નથી કઈ ભૂત વ્યંતરે છળી, નથી કોઈએ કીધી વિકરાળ,
સાંભળ હે રાજા, બ્રાહ્મણની ઝંડી ઋદ્ધિ મત આદર : હે રાજા, મારું મગજ ફરી નથી ગયું, મને કઈ વળગાડ વળ નથી, મને ઝલે લાગ્યું નથી, પણ હું ભાનમાં છું, ગાંડી બનીને બકવાદ નથી કરતી, પણ જે કહું છું તે સત્ય જ કહું છું. તમને મેહનું ભૂત વળગ્યું છે કે જેથી પરાયું ધન લાવીને ભેગું કરે છે. હું સાચી ક્ષત્રિયાણી છું. ત્યાગ કરેલું ધન લાવવું મને ગમતું નથી. ભલે તમે, મને ગમે તેમ કહે, પણ હું તમને સાચું જ કહી રહી છું, કેવી નીડરતા છે? હજુ પણ કમલાવંતી રાણી રાજાને કેવા કડક શબ્દો કહેશે તે વાત પછીની ગાથાઓમાં આવશે. પણ બંધુઓ! જે હિતસ્વી હોય છે તે જ મોઢે કહે છે. બાકી મેઢે મસ્કા લગાડી પાછળ બેલનારા ઘણું હોય છે. ઔષધ કડવું હોય છે પણ એ હિતકારી હોય છે. હિતસ્વી જનેની હિતશિક્ષા ભલે તમને કડવી લાગે પણ તેને હૃદયમાં ઉતારવામાં ઘણે લાભ છે. જે સંતાન માતાપિતાની આજ્ઞા માથે ચઢાવે છે તે મહાન સુખ પામે છે. આદર્શ જીવન જીવી શકે છે.
મહારાજા મૂળરાજ ૧૧૦ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા હતા. એમને પુત્ર યાગરાજ શજા બન્યો. ગરાજનું જીવન ખરેખર એક યેગી પુરૂષને શેભે તેવું હતું. એમને ક્ષેમરાજ આદિ ચાર પુત્ર હતા. એક દિવસ ક્ષેમરાજ આદિ ચારે ભાઈઓ ફરવા નીકળ્યા હતા. તે સમયે કઈ પરદેશી વહેપારીએ વહાણ બંદરે આવીને થંભાવ્યું. પેલા ચાર ભાઈઓ ફરતા ફરતા બંદર ઉપર પિલા પરદેશીનું વહાણ હતું ત્યાં જ આવ્યા. રાજકુમારો હતા એટલે એમને કઈ રોકી શકે તેમ ન હતું. એ તે ચારે જણ વહાણમાં ચઢી ગયા. વહાણમાં અઢળક સંપત્તિ ભરી હતી. મૂલ્યવાન રત્ન, તેજતુરી, કસ્તુરી વિગેરે વણી મૂલ્યવાન ચીજો ભરી હતી. આ જોઈને ચારેય ભાઈઓની આંખ ફાટી ગઈ.
તેમના અંતરમાં કુવિચારેની કાળી વાદળી છવાઈ ગઈ. વહાણમાંથી નીકળી શેડે સૂર જઈ ચારેય ભાઈ એ વિચાર કરવા લાગ્યાં. વિચારને મુદો એ હતું કે આ વહાણ આપણે લૂંટી લઈએ, એનું ધન આપણે રાજ્યના ભંડારમાં નાંખવું નથી. પણ દેશની આબાદીમાં અને પ્રજાના રક્ષણમાં આપણે એ ધનને ઉપયોગ કરે. એમ નિર્ણય કર્યો. પણ મિાટે ભાઈ કહે છે. આપણે નિર્ણય તે કર્યો પણ પિતાજીને પૂછયું નથી. એમને દુઃખ થશે તે? અંતે પિતાજીને આ વાત જણાવવી એમ નક્કી કર્યું. ચારે ભાઈએ પિતા