________________
૭૪૭
મોકલે છે, પણ જૈનશાળાએ ન જાય તે તેને માટે કંઈ કાળજી રાખે છે? આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે તમને સંસારની જેટલી રઢ લાગી છે તેટલી આત્માની રઢ લાગી નથી.
ચાર આત્માઓ પૂર્વ જન્મના સંસ્કારી હતાં. જો કે છએ છ પૂર્વભવમાં સાથે જ રહેલા હતાં. એકબીજાને સંબંધ સંકળાયેલું છે, એટલે એક બીજાના નિમિત્તે વૈરાગ્ય પામ્યા. તેમાં ભૃગુ પુરોહિત, તેની યશાભાર્યા ને બે પુત્રોને સંસાર કે લાગે?
“ सल्ल कामा विसं कामा कामा आसी विसोवमा,
અમે મા સ્થમાળા, બવામા =ત્તિ તો હું / ઉ. અ. ૯-૫૩ જ્ઞાની પુરૂષોએ સંસારના કામ ભેગોને શલ્ય સમાન કહ્યાં છે, વિષની ઉપમા આપી છે. જે મનુષ્ય એ કામ ભાગોમાં આસક્ત બને છે તે અવશ્ય દુર્ગતિમાં જાય છે. આપણે દુર્ગતિમાં જવું નથી. આત્મ કલ્યાણ માટે જે સર્વ શ્રેષ્ઠ માર્ગ હોય તે સંયમ છે. સંયમ વિના ત્રણ કાળમાં આત્માની સિદ્ધિ નથી. એમ સમજી સંસાર ત્યાગી ચાર આત્માઓ તે છતી ઋદ્ધિને છાંડી સાધુ બની ગયા. હવે છ માંથી ઈષકાર રાજા અને કમલાવતી રાણી બે જ આત્માઓ બાકી રહ્યા. તેની જ હવે વાત ચાલે છે. કેમલાવતી રાણી ખુદ રાજસભામાં આવી. એને આવવાને ખાસ ઉદેશ એ હતું કે આ બ્રાહ્મણુનું ધન હજુ રાજાના ભંડારમાં નંખાઈ ગયું નથી ત્યાં સુધી સમજે તે સમજાવું. ભંડારમાં પડયા પછી છુટવું મુશ્કેલ છે.
રાણી ભરસભા વચ્ચે આવીને કહે છે કે હે રાજન! તમે વસેલું ખાઈ રહયાં છે. જે વસેલું ગ્રહણ કરે છે તે પ્રશંસાને પાત્ર નથી. ભૃગુ પૂહિતને તમે તમારા હાથે જ ઘણું ધન આપ્યું છે. તમને લક્ષમી ઉપરથી કેટલી મમતા છુટી હશે તે તમે એને દાનમાં આપી! બંધુઓ! પરિગ્રહની આસક્તિ ઘટયા વિના દાન દેવાતું નથી. કંઈક
છે એવા હશે કે જેને ઘેર લક્ષ્મી ઘણી છે પણ દાનમાં એક દમડો પણ દેતા નહિ હિય. અરે ! એવા કંજુસ હશે કે પિતે સુખે ન વાપરે તે દાનમાં આપે જ કયાંથી? અત્યાર નહિ છેડે પણ ગમે ત્યારે લક્ષમીની મમતા તમારે છોડવી તો પડશે જ, પરાધીનપણે છોડવા કરતાં સમજીને છેડવી શું ખોટી? એમાં બે રીતે લાભ છે. અહીં મમતા ઘટશે અને હાથે દેશે તે સાથે લઈ જશે. પરભવમાં દુઃખી નહિ થવું પડે.
કમલાવતી રાણી કહે છે : સ્વામીનાથ! તમે જે લક્ષમીને વમી, દીધી, બ્રાહ્મણને iદાનમાં આપી વધી, તે જ લહમીને બ્રાહ્મણે પણ હેય સમજી, અનર્થનું કારણ જાણી વમી દીધી. એટલે ગાડાં ભરીને જે લક્ષમી તમે રાજ્યમાં લાવી રહ્યા છે એ તે એ વખત વમેલી છે. તે આપણા જેવા પવિત્ર પુરૂષને લેવી પે નહિ. ભરસભામાં રાજને રાણીએ આવા શબ્દો કહ્યાં, એટલે રાજાને ખૂબ લાગી આવ્યું. રાજા કહે છે રાણી