________________
જાણી ને એને જેણે કેન્દ્રિત કરી તેણે પિતાની પ્રભુતા મેળવી. તે જ આત્માએ, સંસારને પાર પામી ગયા, આનું મુખ્ય કારણ સંસ્કાર હતા. . ], ; સંસ્કાર વિનાને માનવી ગમે તેટલે ધનવાન હોય કે પંડિત હય, પણ હકીકતમાં તે તે નિધન અને દરિદ્રીજ છે, સંસ્કારનું સિંચન કરનાર ને કેઈ હોય તે તે માતા, જ છે. માતાના સંસ્કારથી પવિત્ર થયેલે પુણ્યશાળી આત્મા જ સદગુરૂઓને ઉપદેશ અંતરમાં ઝીલી શકે છે. ઝીલ્યા પછી તેને અપનાવી જીવનને ઉજજવળ બનાવવાની લાયકાત કેળવી શકે છે. •
આર્યરક્ષિત કુમાર બ્રાહ્મણને પુત્ર હતું. એની માતાને આત્મા પવિત્ર હતું. એના જીવનમાં ખૂબ સંસ્કાર હતા. એણે પોતાના પુત્રને કાશીએ ભણવા મેકલ્ય. બાર બાર વર્ષ સુધી કાશીમાં અભ્યાસ કરીને તે બ્રાહ્મણપુત્ર આર્ય રક્ષિત કુમાર એક મહાન વિદ્વાન પંડિત બનીને પિતાને ગામ પાછો આવ્યો. આખા ગામની પ્રજાએ અને રાજાએ તેનું ખૂબ પ્રેમથી સ્વાગત કર્યું. આખું ગામ સ્વાગત કરવા આવ્યું છે, પણ પિતાની જન્મદાતા માતા આવી નથી. એ જોઈ આર્ય રક્ષિતના મનમાં થયું, મારી માતા કેમ નહિ આવી હોય! દરેકના પ્રેમ કરતાં માતાને પ્રેમ અલૌકિક હોય છે. બાર બાર વર્ષે હું આવું છું. આખું ગામ મારું સ્વાગત કરવા આવે અને મારી માતા ન આવે તે બને જ નહિ. મારી માતાને શું થયું હશે !
સ્વાગત-સન્માનવિધિ પૂર્ણ થતાં આર્ય રક્ષિત કુમાર ઘેર આવ્યા. તે માતા એક એડામાં બેઠી છે. પુત્રના સામું જોઈ હર્ષ દર્શાવતી નથી. માતાનું મુખ જોઈ ગળગળે થઈ માતાના ચરણમાં પડી કહે છે કે માતા ! આજે બાર-બાર વર્ષે ભણીને હું આવ્યો, ગામની પ્રજાએ મારું સ્વાગત કર્યું, રાજાએ મને સન્માન આપ્યું, અને તારા મુખ ઉપર રહેજ પણ આનંદ કેમ નથી? મને જોઈને તારું મુખડું પણું મલકાતું નથી. તે હું મેટો પંડિત થઈને આવ્યો તે તમને ન ગમ્યું? કે મારી કંઈ ભૂલ થઈ છે. જે હોય તે મને કહો. પુત્રની વાત સાંભળી માતા કહે છે બેટા! તું ઘણું જ્ઞાન મેળવી આવ્યો, પણ એ જ્ઞાન આજીવિકા પૂરતું છે. વળી આ સ્વાગતની ધમાલ જોઈને મને ખાત્રી થઈ ગઈ કે તે હજુ આત્માનું જ્ઞાન નથી મેળવ્યું. હજુ તું ધર્મમાં પારંગત નથી થયે. તું આત્મજ્ઞાન મેળવે ત્યારે મને આનંદ થાય.
માતા ! તારા દિલમાં દુઃખ થતું હોય તે આપ કહે તેમ કરવા તૈયાર છું. તારી કૃપાથી જ હું વિદ્વાન-પંડિત બન્યો છું. હવે તું કહે તેમ કરવા તૈયાર છું. ત્યારે માતા કહે છે બેટા ! તારા મામા મેરીલાચાર્ય પાસે વિદ્યાભ્યાસ કરવા માટે તું જા. માતાની આજ્ઞા એ પુત્રને પ્રાણ હતો. આજ્ઞા થતાં જ આર્યરક્ષિત, મામા પાસે અભ્યાસ
શ. ૯૪