________________
મને જ આવા શબ્દો કહે છે તેમાં નક્કી કંઈ કારણ છે. હવે રાણી, રાજાને હશે તેના ભાવ અવસરે કહેવાશે.
અચ્યાખ્યાન નં......૧૦૩
કારતક સુદ ૩ ને રવિવાર તા. ૧-૧૧-૭૦
ઉત્તરાધ્યયન સૂત્રના ૧૪ મા અધ્યયનમાં જે છે અને અધિકાર ચાલે છે, તેમાં ચાર આત્માઓને આત્મ સ્વરૂપની પીછાણ થતાં એક પછી એક જાગૃત બની સંસારના બંધનેને સુતરના તારની જેમ કાપી નાંખ્યા, સંસાર ત્યાગી સાધુ બની ગયા. અને બે આત્માઓ હવે જાગશે. ભગુ પુરોહિતની લક્ષમી પોતાના રાજ્યમાં આવતી જોઈ કમલાવતી રાણીને વિચાર આવ્યો છે કે બ્રાહ્મણની છાંડેલી લક્ષમી મહારાજા શા માટે લાવે છે? એવી લક્ષમી ભેગી કરવાની શી જરૂર છે? ધનને અતિ મેહ આત્માને અધોગતિમાં લઈ જનાર છે.
જે મનુષ્યને આત્મા વિષે શ્રદ્ધા હોય છે તેને જ આત્મોન્નતિને વિચાર આવે છે. તેને જ આત્મા જાગે છે. પણ જેને આત્માના સ્વરૂપની પીછાણ નથી તેને આત્મન્નતિને વિચાર કયાંથી આવે? તેને આત્મા કેવી રીતે જાગે? જે માણસ કેવળ જડ વસ્તુઓની મહત્તામાં મગ્ન રહે છે તેને આત્મા કે બળવાન છે એ નહિ સમજાય, જેને આત્માની શક્તિને ખ્યાલ નથી તે જીવતા છતાં મરેલા જેવું છે. આજે ઘણાં એમ કહે છે કે અમારાથી વીર ભગવાનના કાયદાનું પાલન નહિ થાય. બ્રહ્મચર્ય કેમ પળાય? તપ કેવી રીતે થાય? આ બધું બેલાવનાર દેહભાવ છે. આત્મ-ભાનવાળા આવું કરી નહિ બેલે. ચેતનવંતની વાણીમાં તેજના કિરણે ચમક્તા હોય.
આજના માનવામાં આવી નિર્માલ્યતા આવવાનું કારણ એને બાળપણથી સજ્ઞાનનું સિંચન મળ્યું નથી. આગળના વખતમાં બાળકોના જીવનમાં બાલ્યકાળમાંથી જ સંસ્કારનું સિંચન કરવામાં આવતું હતું. અને આત્મ વિદ્યાનો અભ્યાસ કરાવવામાં આવે, એ કઈ વિદ્યા? પેટ ભરવાની નહિ, પૈસા ભેગા કરવાની નહિ. એ વિદ્યા તે કીડી-મંકડાને પણ આવડે છે. તે પણ ગળપણ મળે ત્યાં દેડી જાય છે. આમંત્રણની રાહ જોતી નથી. ગળપણની કણીઓ પડી હોય ત્યાં કીડીએના ઉભરાણ ઉભરાય છે. પણ જ્યાં રાખ નાંખવામાં આવે ત્યાં બધી કીડીઓ ચાલી જાય છે. કારણ કે રસવૃત્તિને પિષવામાં કીડીઓ ચતુર છે. માણસની