________________
મજબૂત ગાંઠને ચીરવા માટે બત્રીસ વર્ષને યુવાનો અને તીણ કુહાડે જ જોઈએ. બુઠો કુહાડ ગાંઠ ચીરી શક્તિ નથી તેમ કમની મજબૂત ગ્રંથીને ચીરવા માટે પણ યુવાવસ્થા જ જોઈએ. તમે માનતા હો કે ઘડપણમાં ધર્મધ્યાન કરીશું, પણ ઘડ-' પણ આવશે કે નહિ તેની શી ખાત્રી? કદાચ માની લો કે ઘડપણ આવશે તે તમારી શારીરિક શક્તિ સારી રહેશે કે નહિ તેની ખબર છે? કાયા તે કાચી માટીના ઘડા જેવી છે. એને વિશ્વાસ કરવા જેવું નથી. જ્યાં સુધી સાધન મજબૂત છે ત્યાં સુધી સાધ્યની સિદ્ધિ કરી લે.
ભૃગુ પુરોહિત કહે છે કે હું કોઈ સુખની આશાથી ભેગને ત્યાગ કરતું નથી. , તે સંયમમય જીવન ગાળવા, લાભ-અલાભ-સુખ-દુઃખ આદિને સમ્યક્ પ્રકારે જાણીને સમતાભાવ ધારણ કરી આત્માને કર્મના બંધનથી મુક્ત કરવા દીક્ષા લઉં છું. હજુ પણ તેની પત્ની શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન....નં. ૯૩
આસો વદ ૭ ને બુધવાર તા. ૨૧-૧૦-૭૦
સુજ્ઞ બંધુઓ ! પરમ કૃપાળુ ભગવાન મહાવીર જેઓ ત્રિશલાના લાલ હતા. જેઓ આજથી ૨૪૯૬ વર્ષો પૂર્વે મેક્ષમાં પધાર્યા છે તેમનું આપણે સ્તવન કરીએ છીએ. સ્તવન શા માટે કરીએ છીએ? રાગદ્વેષને નાશ કરવા માટે. અનાદિકાળથી છવ રાગÀષના તેફાને ચડ્યો છે. એને શાંત કરે છે તે તમારે વીતરાગ વાણીના સ્વરૂપને જરૂર સમજવું જોઈશે. અને સંત સમાગમ કરવો જોઈશે. સંત સગાગમ શા માટે કહ્યો? સંસારી છે અનીતિ, પ્રપંચ અને કાવાદાવામાં પડેલા છે. તે રાગ-દ્વેષથી પર થવા ઉપદેશ આપી શકે નહીં. અને જે તે ઉપદેશ આપવા જાય તે તે છિન્નભિન્ન થઈ જાય. કેમ ખરું ને? તમે ગમે તેવા શ્રીમંત છે પણ તમે ત્યાગમાં આવ્યા નથી અને કોઈને ત્યાગને ઉપદેશ આપવા જાવ તે ઘડીના છઠ્ઠા ભાગમાં ઉડી જાવને? સત્તાના રાગમાં પડેલે માનવી કંઈ પણ સમજાવવાને સમર્થ નથી. ખરેખર સમજાવવાને સમર્થ હોય, કહેવાને ગ્યા હોય તે સંતપુરૂષ છે. કારણ કે તે સંસારના પ્રભનથી અને ભેગોથી વિત થયા છે. તમારા જીવનના અનુભવે તમારા ખ્યાલમાં છે ને? સંસારના રંગરાગમાં પડીને તમારા બાળકોને પણ સાચી સલાહ આપી શકતા નથી. આજે ઘણી જગ્યાએ સંતાનને માબાપ વડે છે. એને નફફટ કહે છે, પણ ખરેખર જવાબદાર કોણ છે? તેની માબાપને ખબર નથી. બાળપણથી જ બાળકે માબાપનું વર્તન જોતાં આવ્યાં