________________
કેવી રીતે? સાંભળે. એક વખત ભગવાન મહાવીર સ્વામીના પટ્ટ શિષ્ય ગૌતમ સ્વામી વિર ભગવંતની આજ્ઞા લઈને પિલાસપુર નગરમાં છઠ્ઠને પારણે ગૌચરી માટે પધાર્યા. તે વખતે નવા વર્ષને બાળ અતિમુક્ત કુમાર એના બાલ મિત્રો સાથે ગેડી દડાની રમત રમી રહયે હતે. ગૌતમસ્વામી ગૌચરી માટે એક ઘરમાંથી બીજા ઘરમાં શુદ્ધ નિર્દોષ ગૌચરીની ગવેષણ કરવા માટે જાય છે. સંતેને માટે ભગવંતને ઉપદેશ છે કે હું મારા પ્રમાણે? ગૌચરી માટે ૫૦ ઘર ફરવા પડે તે ફરજે પણ શુદ્ધ આહારની ગષણા કરજે. શુદ્ધ આહાર જ સંયમની રક્ષામાં નિમિત્ત બને છે. ગૌતમ સ્વામીને એક ઘરમાંથી બીજા ઘરમાં જતાં જોઈ અતિમુક્તકુમારને ખૂબ આશ્ચર્ય લાગ્યું. એણે કદી સંતને જોયા ન હતાં. પણ એટલું તે મનમાં જરૂર થયું કે આ કોઈ ઉત્તમ પુરૂષ છે. એક ઘરમાંથી બીજા ઘરમાં શા માટે જતા હશે? લાવ, હું તેમની પાસે જઈને પૂછું. નવ વર્ષને કિશોર રમત રમવાનું છેડી ગૌતમસ્વામી પાસે આવ્યો. વંદન કરીને પૂછયું: પ્રભુ ! આપ એક ઘરમાંથી બીજા ઘરમાં જાય છે, તે આ શું કરે છે? ગૌતમસ્વામી કહે છે કે અમે સાધુ છીએ, નિર્દોષ આહારની ગવેષણ કરવા માટે એક ઘરમાંથી બીજા ઘરમાં જઈએ છીએ.
નિર્દોષ બાળક કહે છે પ્રભુ ? તે આપ મારે ઘેર ન પધારે ? ગૌતમ સ્વામી કહે છે અને તે બધાને ઘેર જઈએ. અમારે ત્યાં ઉંચનીચ, શ્રીમંત-રંક એ કોઈ ભેદભાવ નથી. અતિમુકત કુમાર પિલાસપુર નગરના વિજયસેન રાજાની રાણી શ્રીદેવીને પુત્ર હતો. તે કહે છે પ્રભુ! મારે ઘેર પધારે. ગૌતમ સ્વામીને લઈને કુમાર પિતાના મહેલમાં આવે છે. માતા શ્રીદેવીજી મહેલમાં ઉભા છે. પિતાને વ્હાલસોયો પુત્ર સંતને લઈને ઘેર આવી રહ્યો છે, આ જોઈ માતાને એટલે બધે હર્ષ થયે કે ન પૂછો વાત. અને હું કેવી ભાગ્યશાળી ? મારે લાલ પવિત્ર સંતની સાથે આવે છે!
માતા દેખી કહે પુણ્યવંતા, ભલે જહાજ ઘર આવ્યા,
હર્ષભાવ ધરી નિજ હાથે, વહરાવ્યા અને પાણીજી....અયવંતા. ગૌતમ સ્વામીને જોઈને શ્રી દેવી કહે છે પ્રભુ! પધારે. આજે તે હું મહા ભાગ્યવાન બની. મારા ભાગ્ય ખુલી ગયાં કે તરણતારણ જહાજ સમાન આપ જેવા સંત મારે ઘેર પધાર્યા. તેણે ખૂબ હર્ષપૂર્વક ભાવથી નિર્દોષ આહાર વહોરાવ્યું. અમે ગૌચરી જઈએ છીએ ત્યારે જોઈએ છીએ, કે કંઈક ઘરમાં નાના બાળકો પણ વહેરાવવા માટે હઠ કરે છે. વળી એની માતા કંઈક ભૂલી જાયે તે બાળકે યાદ કરી આપે છે કે બા ! પેલા ડબ્બામાં પેંડા છે, તે મહાસતીજીને વહોરાવને! નાના બાળકને આવી રીતે વહોરાવવાનું મન થાય એ મહાન પુણ્યનું નિશાન છે.
ગૌતમ સ્વામી ગૌચરી વહેરીને પાછા ફર્યા ત્યારે અતિમુક્ત કુમાર પણ પાછળ