________________
માંથી બાવા-ઝાળા પાડશે, અભાઈ ઉપરના વાસણ ઉટકશો, તેમાં કેટલા જીની હિંસા થશે! કારતક સુદ પુનમ પછી એ જીની ઉત્પત્તિ આપમેળે બંધ થાય છે. હિંસા કરી ઘરને ઝાકઝમાળ બનાવવાથી દિવાળી ઘરમાં નહિ આવે. અહિંસાના દિપક પ્રગટાવવા એજ તમારી સાચી દિવાળી છે.
ભૃગુ પુરોહિત અને તેના બે પુત્રો ત્યાગના પથે જાય છે. એને મન સંસારના સુખે, સંસારની સગાઈ સ્વાર્થમય લાગે છે. તમને હજુ સંસાર એ નથી લાગે, એટલે જ મારાપણું માનીને બેસી રહ્યાં છે. સંતે તો તમને સદાય એક જ ઉપદેશ આપે છે કે સંસારની માયા જુઠી છે. એને છે. સાચું સુખ અને અપૂર્વ શાંતિ ત્યાગ અને વૈરાગ્યમાં છે, પણ માયાને પિટલે છૂટતું જ નથી. સંતાનોના મોહમાં અને ધનની લાલસામાં એવા રચ્યા-પચ્યા રહે છે કે એના મોહમાં ધર્મધ્યાન-જ્ઞાન-દાન બધું જ વિસરી ગયાં છે. દિકરાને શેકી બનાવવા માટે વેઠીયા બનીને રાત-દિવસ મહેનત કરે છે. પણ તમારા સંતાને રાતી પાઈ પણ પાછળ બંધાવવાના નથી. તમે માને છે કે સંતાને એ વૃદ્ધાવસ્થાને વિસામો છે, પણ એ તે સ્વાર્થનાં સગાં છે.
એક નગરશેઠને ચાર પુત્રો હતાં. આ શેઠે જિંદગી પર્યત પુત્રોને માટે કાળા વેળા કરીને લક્ષ્મી ભેગી કરી હતી. ન તે કોઈ દિવસ દાન કર્યું કે ન તે ધર્મધ્યાન કર્યું. શેઠે ચારે પુત્રોને ખૂબ ધામધૂમથી પરણાવ્યા. શેઠાણી તે ગુજરી ગયા હતાં. શેઠે વિચાર કર્યો કે મારા દેહને શે ભરોસે છે? હું મરી જઈશ તે પાછળથી છોકરાઓ મિક્ત માટે ઝઘડશે. તેના કરતાં હું જ મારી જાતે ધનની વ્યવસ્થા કરી લઉં. દિકરાઓને મારા હાથે જ સરખે ભાગે વહેંચી આપું કે પાછળથી કઈ જાતને ઝઘડે જ ન રહે. શેઠે ખૂબ વિચાર કરી મિક્તના પાંચ સરખા ભાગ કર્યા. ચાર ભાગ દિકરાના અને પાંચમે ભાગ પિતાને માટે રાખે. પુત્રી કહે છે બાપુજી! અમે ચાર ભાઈઓ છીએ અને તમે પાંચ ભાગ શા માટે પાડયા? બાપ કહે છે એક ભાગ મારા માટે પુત્રો કહે છે પિતાજી! અમે તમારા છીએ અને તમે અમારા છો. આવી જુદાઈ શા માટે? અમને તમે જ આપ્યું છે. આ બધું તમારું જ છે ને?
શેઠને પુત્રોને મેહ હતે. એમને થયું કે કંઈ નહિ. પુત્રો મારા જ છે તે મારે જુદે ભાગ રાખીને શું કામ છે? પુત્રોની વાત માનીને એણે પિતાના ભાગની મિલકત પણ પુત્રોને વહેંચી આપી. પુત્રોના મનમાં એમ હતું કે બાપા તો ઘરડા થયા છે. જીવી જીવીને કેટલું જીવશે ? માંડ એકાદ બે વર્ષ કાઢશે. પણ બાપાનું આયુષ્ય તે ખૂબ લાંબુ નીકળ્યું. દિકરાને ઘેર દિકરા થયા. અને દિકરાના દિકરા પર પરણ્યા. પણ બાપા તે જીવતા રહ્યાં. બે ત્રણ વર્ષ તે બાપાનું માન સાચવ્યું. પણ ધીમે ધીમે માનમાં ઓટ આવવા લાગી. પુત્રવધૂઓ છણકા કરવા લાગી. ખાવા પીવામાં પણ વેરે-આંતરે થવા