________________
સુવંતિ સુવંતપ્ત સુર્થ વંતિચં ચંદિયં રે vમત્તરૂ ! નિશીથ ભાષ્ય ૫૩૦૪
આ સંસારમાં જેટલાં મહાન પુરૂષ થયા, મોટા મોટા વિદ્વાને અને વૈજ્ઞાનિક થઈ ગયાં એ બધાની સાધનાને મૂળમંત્ર આ જ છે કે હંમેશા જાગૃત રહે, કાર્યમાં લાગ્યા રહે, અને અખંડ અવિચલ નિષ્ઠાપૂર્વક તમારા ધ્યેયની સિદ્ધિ માટે પુરુષાર્થ ચાલુ રાખે. જે સિદ્ધિના અમૃતને ચાહે છે તેને આળસના ઝેરથી બચવું પડશે. બીજા શબ્દોમાં કહું તે ખાટલામાં પડયા રહેવું તેનું નામ જ પ્રમાદ નથી, પણ ભગવંતે કહ્યું છે કે
मद बिसय कसाया, निदा विकहा य पंचमी भणिया ।
gu fજ પમાયા, નવા પાઉંતિ સંસારે છે પરચુરણ ગાથા મદ, વિષય, કષાય, પરનિંદા અને ચાર વિકથા એ પાંચ પ્રમાદ છે. અને એ, જીવને અનંત સંસારમાં રઝળાવનાર છે. આજે મનુષ્યને અહં જલ્દી આવી જાય છે. કેઈ ધર્મકાર્ય હોય કે વ્યવહારિક કાર્ય હોય એમાં તમે જોડાયા. અને જો તમારું ધાર્યું ન થયું તે અંદર બેઠેલે “અહં” વરરાજા એ કૂદશે કે હું કંઈક છું. મારું ધાર્યું કેમ ન થાય? કIણે મને કેમ ન પૂછે? જ્યાં સુધી આ અહં નહિ ઓગળે ત્યાં સુધી મેક્ષ નહિ મળે. માટે જ જ્ઞાની કહે છે કે અહં ઓગળે નહિ, મદ મરે નહિ, વાસના વિરમે નહિ, તે મોક્ષની પ્રાપ્તિ પણ ન થાય.
આજે તમે ભૌતિક સાધનોથી અહંકાર કરે છે. અહો ! અત્યારના જેવી વૈજ્ઞાનિક શેખેળ અમારા વડવાઓના વખતમાં ન હતી. કેવાં ઝડપી સાધનેની શોધખોળ વિજ્ઞાને કરી છે. પણ આમાં નવાઈ પામવા જેવું શું છે? તમે સિદ્ધાંત વાંચ્યા હોય તે ખબર પડે ને? ચકવતિ પાછળ ઋદ્ધિ કેટલી? એનાં રત્ન કેવા ઓટોમેટિક કાર્ય કરતા હતા. ચક્રવર્તિ પાછળ ચાલે અને દંડ રત્ન આગળ ચાલે. ગુફાઓના દ્વાર ખોલી નાખે. જેના નવ નિધાન અને ચૌદ રત્નને સાચવવા કેટલાય દેવ હાજર હતા. તમારા વૈજ્ઞાનિક સાધનેમાં આ તાકાત છે? આવી સાયબીના ધણી ચક્રવતિઓ સંસાર ત્યાગીને સાધુ બની ગયા. બાર ચક્રવતિમાંથી દશ ચક્રવતિઓએ દીક્ષા લીધી છે. એમની પાસે જે ભૌતિક સુખ હતું તેને છોડીને આત્માના અખંડ અવિનાશી સુખ મેળવવા ચાલ્યા ગયા. તમારી પાસે નથી છતાં એને મેળવવા અથાગ પ્રયત્ન કરે છે,
આજે ધનતેરસને પવિત્ર દિવસ છે. ખરેખર તે આજે, ધનતેરસ નહિ પણ ધણતેરસને દિવસ છે. પણ તમારી રમણતા ધનમાં છે, એટલે ધનતેરસ નામ પાડી દીધું છે. આ પવિત્ર દિવસોમાં આત્માની આરાધના કરવાની છે. ભગવાન મહાવીર સ્વામીનું અંતિમ ચાતુર્માસ પાવાપુરીમાં થયું હતું. દિવાળીના દિવસે પ્રભુ નિર્વાણ પામ્યા છે. તે સમયે અઢાર દેશના નવ મલી અને નવ લચ્છી રાજાએ ભગવાનની પાસે આવીને