________________
એકેક ઈન્દ્રિના વિષયમાં અજ્ઞાની છે એવા આસક્ત બનેલાં છે કે તેનાથી છૂટવાની લગની નથી લાગતી. તમારી ઇન્દ્રિયો કહે કે મારે અમુક જાતની સગવડે જોઈએ છે, તે તમે એને કહી દે કે એના વિના ચાલી શકે તેમ છે, માટે તને એ નહિ મળે. કારણ કે દેહની સગવડે આત્માના હિતમાં નથી. વૃત્તિઓ કાબૂમાં રાખવામાં આવે ત્યારે જ માનવ મહાત્મા બની શકે છે. એ જ વૃત્તિઓ છૂટી-અનિયંત્રિત હોય ત્યારે માનવ પાપાત્મા બને છે. મનુષ્ય જીવનના એક છેડે પાશવતા છે અને બીજા છેડે દિવ્યતા છે. આપણે પાશવતામાંથી દિવ્યતા તરફ પ્રયાણ કરવાનું છે. વચ્ચે માનવતાને સેતુ છે. તેના દ્વારા સૌએ પ્રગતિ કરવાની છે. આજે ગતિ તે સહુ કરે છે, પણ જે આત્મા કર્મના બંધનમાંથી મુક્ત થવા તરફ ગતિ કરે છે. તેનું નામ જ સાચી ગતિ-પ્રગતિ છે. ' ' ભૂગુ પુરહિત, તેના બે પુત્રો અને તેની પત્ની એ ચાર આત્માએ સાચી પ્રગતિ કરવા તૈયાર થયા છે. કેવા હળુકમી આત્માઓ છે કે જેઓ એકબીજાના નિમિત્તે જાગી ગયા. એ તમારી
* પ્રવચન પ્રફ ન હતાં. યશાભાના મનમાં પણ વિચાર આવ્યું કે મારા પુત્ર અને મારી પતિ સંસાર બંધનની વિષમય જાળને ભેદીને સંયમપંથે પ્રયાણ કરે છે. તે મારે શા માટે સંસારમાં રહેવું જોઈએ? હું પણ તેમની સાથે દીક્ષા લઈશ. હવે આગળ શું બની તેના સંવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં.૯૯ (ધનતેરશ)
આસો વદ ૧૩ને મંગળવાર તા. ૨૭–૧૦-૭૦
અનંતજ્ઞાની મહાન પુરૂ ચિર નિદ્રામાં પિઢેલા અને ઢાળીને જગાડે છે. હું આત્માઓ! આ સોનેરી સમય પ્રમાદ કરવા માટે નથી મળ્યો. જાગૃતિનો સંદેશ આપતાં મહાન પુરૂષે કહે છે –
શારદ કસરા , નાજર માર વઢતે શુદ્ધ / બૃહદ્ભાષ્ય. ૩૩૮૩
જાગૃતિ એ જીવન છે. પ્રમાદ એ પતન છે. અને નિદ્રા એ મૃત્યુ છે. આળસ એ તે જીવતા માનવીનું અવસાન છે. માટે હે મનુષ્યો ! સદાકાળ જાગતાં રહે. જાગતા રહેનારની બુદ્ધિ પણ હમેંશા જાગતી રહે છે. અને જે ઉંઘે છે એની વિકાસ શક્તિ પણુ ઉંઘી જાય છે જે આળસ કરે છે તેની બુદ્ધિ પણ કટાઈ જાય છે.