________________
શકે છે અને સમજી શકો છે તેવી અને તેટલી ધમની સાધના તમે વર્ગમાં કરી સંકે નહિ તેમ સમજી પણ નહિ
મુસલમાનના કાનમાં કહ્યું છે કે જ્યારે અલ્લાએ આ દુનિયાને બનાવી લીધી; ત્યારે ફિરસ્તાઓને લાવીને કહ્યું કે તમે ઈન્સાનની પ્રાર્થના અને બંદગી કરે. આe આજ્ઞા પ્રમાણે બીજા ફિરરતાઓએ તે ઈન્સાનની બંદગી કરી પણ એક ફિરસ્તાએ આશા માની નહિ અને તેણે અલ્લાને કહ્યું કે “આપ એવી કેમ આજ્ઞા આપે છે? કયાં અમે ફિરસ્તા અને કયાં આ ઈન્સાન! અમે ફિરસ્તા થઈ ઈન્સાનની બંદગી કેમ કરી શકીએ , ઈન્સાન “ખાકીને બનેલે છે. અને અમે “પા” છીએ. આ પ્રમાણે કહી તેણે અલ્લાનું કહ્યું ન માન્યું, એટલે અલા મિયાંએ તેને ખૂબ ઠપકો આપે.
આ ઉપરથી વિચારવા જેવી વાત એ છે કે જ્યારે ફિરરતાઓ પણ ઈન્સાનની બંદગી કરે છે ત્યારે મોટું કોણ? ફિરસ્તા કે ઈન્સાન! આમ હોવા છતાં તમે સ્વર્ગની ઈચ્છા શા માટે કરે છે? આ રાજકેટ સ્વર્ગથી પણ ચડિયાતું છે. અહીંની ભૂમિ જેવી આનંદ મંગળ આપનારી છે તેવી સ્વર્ગની ભૂમિ નથી. અને ધર્મની સાધના જેવી અહી થઈ શકે છે તેવી ધર્મની સાધના સ્વર્ગમાં થઈ શકતી નથી. માટે નંદનવન કરતાં ધર્મની સાધના કરવાનું આ સ્થાન ચડીયાતું છે. દેવે પણ આવા સ્થાનની ઈચ્છા કરે છે. અહીંના આત્માથી જીવો ત્યાંની ઈચ્છા રાખતા નથી.
તેઓ તે કહે છે કે અમે સ્વર્ગની ઈચ્છા કરી અમારી ભક્તિનું વેચાણ કરવા ઇચ્છિતા નથી. આમ જ્યારે જેને માનવભવની કિંમત સમજાશે ત્યારે તેના અંતરમાં ધર્મ પંચશે. ધર્મ રૂટ્યા પછી તે પિતાના સંતાનને ધર્મના માર્ગે વાળી શકશે. અને તેને મન, ધન કરતાં પણ ધર્મની કિંમત વધુ થશે. પુત્ર કરતાં પરમેશ્વર વહાલા લાગશે. અહીં એક દૃષ્ટાંત યાદ આવે છે.
એક શ્રાવક ખૂબ ધનવાન હતે. ધનની સાથે ધર્મ પણ તેને વરેલો હતે. ધર્મ એને પ્રાણુ હતું. તેની પત્નિ પણ ધર્મના રંગે રંગાઈ હતી. તેમને એક પુત્ર હતા. બાળપણથી પુત્રને એવા સંસ્કાર આપતાં હતાં કે દરરોજ સંતના દર્શન કરવા. ગામમાં સંત બિરાજમાન હોય ત્યારે દરરોજ પુત્રને સંતદર્શન કરવા મોકલતાં. દર્શન કરીને આવ્યા પછી જ એને દૂધ પીવા આપવું એ માતાને નિયમ હતે. ધીમે ધીમે કરે મોટે થર્યો. મેટ્રિક પાસ થયે ત્યાં સુધી વધે ન આવ્યું. પણ જ્યાં કોલેજના પગથિયાં ચઢે ત્યારથી પુત્રના સંસ્કાર બગડવા લાગ્યા. ધમને હંબક માનવા લાગ્યા. માતાને કહે છેઃ હવે હું સાધુના દર્શન કરવા નહિ જઉં. મને એ સાધુઓ પ્રત્યે રૂચી નથી. મને એમાં કંઈ જ આનંદ આવતું નથી. માટે હું ઉપાશ્રયે જવાને નથી,
શ. ૯૬