________________
b, સાંજ પડતાં શેઠ ઘેર આવ્યાં. શેઠાણીએ પુત્ર સંબધી વાત કરી. એટલે પત્રને પાસે લાવી પૂછયું. પુત્રે પિતાના વિચારોની રજુઆત કરી, એટલે પિતાએ સ્પષ્ટ્ર, શબ્દોમાં પુત્રને કહી દીધું કે જે તને ધમ હંબક લાગતે હેય, ગુરૂ તને ગમતા ન હોય તે હું આજથી પ્રારા ઘરમાં રહેલને હકદાર નથી. હું અત્યાર ને અત્યારે અહીંથી ચાલતે થઈ જા. આજના શિક્ષણનું પરિણામ આ જ હોય તે તેને ભણાવીને હું ભાન ભૂ છું. જેને દેવ-ગુરૂ અને ધર્મ ગમતો નથી તે ત્રણકાળમાં માનવ બની શકતે નથી. - આજના યુવાન છોકરાઓ મા-બાપનું એક પણ વચન સાંખી શકતા નથી. આ છોકરાએ પણ ઝનૂનમાં આવીને ચાલવા માંડયું. એક એક દિકરેહ. બાપ અડગ રહ્યો, પણ માતા તે ખૂબ રડવા લાગી. રખે મારે પુત્ર ઝેર ખાઈને મરી જશે, કૂવામાં પડી જશે. તે છતે દિકરે દિકરા વિનાના બની જઈશું. શેઠે પત્નીને પણ સાફ શબ્દોમાં કહી દીધું કે આવા ઉદ્ધત છોકરા ઉપર પણ જે તને લાગણી વરસતી હોય તે તું પણ તારા પિયર ભેગી થઈ જા. હું મારું સંભાળી લઈશ. એટલે પત્ની શાંત બની ગઈ. છેક ભાગી ગયો. તેને ગયાને ત્રણ-ચાર દિવસ થયા પણ કઈ શોધવા ન આવ્યું. આજે છોકરે રીસાઈને નાસી જાય છે તે તમે છાપામાં આપો છે ને કે બેટા! તું જ્યાં ગયે હેય ત્યાંથી તરત પાછો આવ. તારા જવાથી તારા માતા પિતાને ઘણું દુઃખ લાગ્યું છે. ખાતા-પિતા પણ નથી. ભાગી જનારો પણ રોજ છાપું જ હોય છે. આ છોકરો પણ છાપું જેવા લાગ્યો. પણ એના બાપે તે આવું કંઈ જ ન લખતાં એમ લખ્યું કે-બેટા! તું જ્યાં હોય ત્યાં સુખી થજે. તારા જેવા ધર્મહીન પુત્રના જવાથી મારા ઘરમાં ખૂબ શાંતિ છે. જ્યારે તને દેવ-ગુરૂ અને ધર્મ ગમે ત્યારે ખુશીથી ઘેર આવજે. તાર માટે ઘરનાં બારણું ખુલ્લાં છે. આ સમાચાર વાંચી છેક ઢીલો થઈ ગયે. એ માનતે હતું કે જતે રહીશ તે મારા મા-બાપ મારી પાછળ કંઈક કરશે. પણ એને બદલે ઉલટું જ થયું!
અંતે છોકરે અઠવાડિયું થતાં જ્યાં ત્યાં રખડીને વીલે મોઢે ઘેર આવ્યું. નિત્યનિયમ પ્રમાણે સંતદર્શન આદિ ધાર્મિક ક્રિયા શરૂ કરી દીધી. એટલે પિતાએ એને એટલા જ ઉમળકાથી વધાવી લીધો. એના બાપે તિરસ્કાર નહોતો કર્યો. પણ એના કુસંસ્કાર કાઢવા માટે પિતાએ એને અનાદર કર્યો હતે. છેવટનું પરિણામ એ આવ્યું કે પુત્ર ખૂબ ધમિડ બન્યો. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ આદર્શ જીવન જીવી ગયા. પિતાની શુભ પ્રેરણાથી એના જીવનનું યૌવન પાપના કાજળથી કલંકિત ન બન્યું. દીન-દુઃખી જોઈને એના દિલમાં દયાના ઝરણું વહેવા લાગ્યાં.
દેવાનુપ્રિયે! પુત્રના પિતા બને તે આવા બનજે. તમારા સંતાનને ધર્મ પમાડવા માટે થાય તેટલું કરી છૂટ. દિકરે ભાગી જશે તે ત્યાં એનું કેણ? એવી દયા ન કરશે