________________
ન. સ્વરનું વર્ણન સાંભળે ત્યારે તમે લલચાઈ જાય છે. કેમ ખરું ને? પણ અધુ! હું તમને પૂછું છું કે તમારું રાજકોટ મોટું છે કે સ્વર્ગ? તમે કદાચ વર્ગને મોટું કહેશે, પણ રાજ કેમાં જે ધમજાગૃતિ થઈ રહી છે તેવી ધર્મજાગતિ સ્વર્ગમાં હેઈ શકે નહિ. ત્યાં સંતસતીજીએ પણ ન મળી શકે. પણ રાજકોટમાં તે ઘણું સતીજીએ બિરાજમાન છે અને આનંદ મંગળ વર્તાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં સ્વર્ગને મોટું કેમ કહી શકાય? આ વિષયને સમજષવા માટે એક ભક્તિનું દૃષ્ટાંત આપું છું.
કહેવામાં આવે છે કે એક વાર રોપીઓની ભક્તિથી પ્રસન્ન થઈ ઈન્ટે તેમને વગમાં લાવવા માટે વિમાન મોકલ્યું. અને કહેવડાવ્યું કે “તમે નંદલાલની બહુ ભક્તિ કરે છે માટે ચાલે. તમને સ્વર્ગમાં ખશે. આના ઉત્તરમાં ગોપીઓએ શું કહ્યું તે ભક્તોની વાણીમાં જ કહું છું. “ત્રજ વહાલું મારે વૈકુંઠ નથી જાવું, ત્યાં નંદને લાલ ક્યાંથી લાવું ?” વજ.
ગોપીઓએ કહ્યું કે અમને સ્વર્ગની વાત ન કરે. અમને તે વ્રજ પ્રિય છે. આ સાંભળી વિમાન લાવનારાઓએ કહ્યું કે “શું તમે બધા ગાંડા થઈ ગયા છો? તમે એટલે તે વિચાર કરે કે ક્યાં સ્વર્ગ અને કયાં આ વ્રજ ! જે અહીં દુષ્કાળ પડે તે તણખલું પણું ન મળે. આ સિવાય અહીં સિંહ, વાઘ આદિને ભય છે, અનેક પ્રકારના રોગો છે ' અને મરણને ભય હંમેશાં રહ્યા કરે છે. પણ સ્વર્ગમાં તે દરેક રીતે આનંદ જ છે.
ત્યાં રત્નોના મહેલ છે. અને કેવળ ઈચ્છા કરવા માત્રથી જ પેટ ભરાઈ જાય છે. ભજન કરવાની પણ જરૂર રહેતી નથી, અને જીવન સુખપૂર્વક વ્યતીત થાય છે. આમ હવા છતાં તમે સ્વર્ગમાં આવવા કેમ ચાહતા નથી અને વ્રજમાં રહેવાનું કેમ પસંદ કરે છે? ગોપીઓએ કહ્યું–અમે કાંઈ ગાંડા થઈ ગયા નથી. પણ તમે જ ગાંડા થઈ ગયા હે એમ લાગે છે. એ તે કહો કે તમે શા કારણે અમને વિમાન લઈ તેડવા આવ્યા છે? હવે તમે જ વિચારે કે જે ભક્તિના કારણે તમે અમને સ્વર્ગમાં લઈ જવા આવ્યા છે તે ભક્તિ સ્વર્ગ કરતાં કેટલી બધી ચડિયાતી છે? તે એ ભક્તિને છોડી અમે સ્વર્ગમાં શા માટે આવીએ? અમે અમારી ભક્તિને વિકય કરવા ખુશી નથી. તમે સ્વર્ગને વ્રજથી ચડિયાતું માને છે પણ જે એમ જ હોય તે નંદલાલને જન્મ ત્યાં ન થતાં અહીં કેમ થયે?
ગોપીઓને આ સુંદર જવાબ સાંભળી દે ચુપ થઈ ગયા અને કહેવા લાગ્યા, કે અમારું સ્વર્ગ વ્રજની આગળ કાંઈ વિસાતમાં નથી. તમારી શ્રદ્ધા અને ભક્તિને ધન્ય છે. અમારું શરીર તે રૂપરંગે સુંદર છે પણ શા કામનું? તમારા જેવી ભક્તિ આ શરીરમાં નથી. તમે પણ સ્વર્ગને શ્રેષ્ઠ માનતા હે તે શું ત્યાં સાધુ કે શ્રાવક મળી શકે ખરા? શું ત્યાં કોઈ તીર્થકર થયા છે? આ બધી દષ્ટિએ વિચારે તે રાજકેટનું મહત્વ કેટલું છે તે જણાશે. અહીં રહેતાં ધમની જેવી અને જેટલી સાધના તમે કરી