________________
૭૨૮
આ૫ણા મહારાજાને માનનીય પુરહિત, તેની પત્ની અને તેના બે લાડીલા પુત્રો, એમની વિપુલ સંપત્તિને ત્યાગ કરીને પંચ મહાવ્રત ધારી સાધુ બનવા નીકળ્યા છે. એની સંપત્તિને કોઈ માલિક નથી. જેનું કોઈ ધણી ન હોય તે રાજા ગ્રહણ કરી શકે છે. થામાં કેઈ અન્યાય ન કહેવાય. એ લક્ષ્મીના ગાડા ભરીને નગરમાં લાવે છે. તેની આ ધુળ છે છે. બાઈજી! આ લક્ષમી આપણી જ છે. જે આપની આજ્ઞા હોય તે એ ગાડા અહીં જ રોકી દઉં. દાસીની આ વાત સાંભળી કમલાવંતી રાણીએ માથું ધુણાવ્યું. તમે ધન કમાઈને લાવશે તે કમલાવંતી બહેને ના પાડશે ખરી? (હસાહસ). ના, એ તે કહેશે કે મસા હવે, લાવે ને લાવે. સાચજૂઠા થાય, અન્યાય, અનીતિ થતી હોય તે પણ વાંધો નહિ એમના પતિને કદી પૂછતી જ નહિ હોય કે આ પૈસા તમે કેવી રીતે કાવ છે? કમલાવંતી રાણીએ દાસીને માથું ધુણાવીને કહ્યું કે મારે એ લમી જોઈતી ની પુરહિત જે બ્રાહ્મણ જે લક્ષ્મીને છોડીને ચાલ્યા ગયે, તે એના છોડવામાં કઈક અસ્ય તે હશે ને? એને તજવા જેવી લાગી હશે તે તજીને ચાલ્યો ગયે હશે ને? તે પછી આપણે એને શા માટે લાવવી જોઈએ? કમલાવંતી રાણી સંસારમાં રહેલી છે તે પણ તેનામાં કે વિવેક છે! કેટલી વિચિક્ષણતા છે!
તમે પણ કંઈ ઓછા વિચિક્ષણ નથી. નૂતન વર્ષે નવા ચોપડા લખશે, તેમાં સૌથી પ્રથમ હું લખશે? અભયકુમારની બુદ્ધિ મળજે, ગૌતમ સ્વામીની લબ્ધિ મળશે, ધન્નાશાલીભદ્રની અદ્ધિ મળશે, કૈવન્ના શેઠનું સૌભાગ્ય મળજે. પણ એવું લખે છે કે મને આ વર્ષે પંચમહાવત મળજો, ગૌતમ સ્વામીને વિનય મળજે. (હસાહસ). ગૌતમ સ્વામીની લબ્ધિ માંગે છે પણ એ મહાન પુરૂષ કેવા હતા? ગૌતમ સ્વામી પણ બ્રાહ્મણ હતા. ચાર વેદના જાણકાર-મહાનિપુણ હતાં. ૫૦૦ તે એમના શિષ્ય હતાં. એક વખત તેવો યજ્ઞ કરી રહ્યાં હતાં ત્યારે દેવલોકમાંથી સંખ્યાબંધ દેવે આકાશમાંથી ઉતરી રહ્યાં હતાં. એમને થયું કે મારા યજ્ઞના પ્રભાવથી દેવે આવે છે પણ દે ત્યાં ન આવ્યા. પૂછતાં ખબર પી કે તે દેવે મારા યજ્ઞના પ્રભાવથી આવ્યા નથી પણ ભગવાન મહાવીર પધાર્યા છે તેમની પાસે દેવે જાય છે. ત્યારે તેમને થયું કે મારાથી પણ મહાવીર મોટો છે? લાવ, હું તેમની પાસે જ જઈને મારી શંકાનું સમાધાન કર્યું. એ મારા પ્રશ્નોના સટ જવાબ આપશે તે મારા ૫૦૦ શિષ્યો સહિત હું તેમને શિષ્ય બની જઈશ. નિર્ણય કરીને આવ્યા. સામે સરમાં જેવા દાખલ થયા તરત જ ભગવાને કહ્યું હેગૌતમ ગોત્રી!હે ઈન્દ્ર ભૂતિ!તારા મનમાં આ પ્રકારને સંશય છે? ભગવાને એની શંકાનું સમાધાન કર્યું અને તેઓ પ્રભુના ચરણમાં મૂકી પડયા. ત્યાંને ત્યાં દીક્ષા લઇને ભગવાનના શિષ્ય બની ગયા. શું એમને એમની પત્ની શકે તેમ ન હતી? પત્ની તે ઘણું રેકતી હતી. પણ એમને તમારી જેમ મેહ ન હતે. તમે તે એમ જ કહે કે અમને તે વીતરાગની વાણી સાંભળીને વૈરાગ્ય આવી જાય છે, પણ