________________
હું દીક્ષા લઉં તે તમારી શ્રાવિકા જીવી શકે જ નહિ. અને આ છોકરાનું શું થાય ભાઈ ! સૌના પુણ્ય સૌની સાથે છે. દરેક પિતતાના શુભાશુભ કર્મના ફળ ભેગી છે. પણ તમે માની બેઠા છે કે હું ન હોઉં તે આ બધાનું શું થાય! હું છું તે બધાને પાછું છું, પણ માત આવશે ત્યારે આવું કહેશે તે તમને છેડશે ખરું? ગાડી નીચે કૂતરું ચાલતું હોય તો માને છે કે ગાડાને ભાર હું જ ઉપાડું છું. આવી તમારી દશા છે. ગૌતમ સ્વામી ભગવાનના શિષ્ય બની ગયાં. ખૂબ વિનયવાન હતાં. પ્રભુના ૧૪૦૦૦ શિષ્યોમાં વડેરા શિષ્ય હતાં. એમના જેવા ગુણ કેળ પછી લબ્ધિ માંગ.
આવતી કાલે ભગવાનને નિર્વાણ દિવસ છે. અઢાર દેશના રાજાઓ પ્રભુની એકધારી દેશના સાંભળે છે. કમલાવતી રાણી દાસીને માથું ધુણાવીને કહે છે કે મારે એ લીમી જોઈએ નહિ. એ ગાડા ગામમાં લઈ જવા દેવા નથી. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં.૧૦૧ (દિવાળી)
આસો વદ ૦)) ને ગુરૂવાર તા. ર૯-૧૦-૭૦
અનંતજ્ઞાની શાસનપતિ, ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીને આજે નિર્વાણદિન છે. ભગવાનને મોક્ષે સીધાવ્યા ૨૫૦૦માં ચાર વર્ષ બાકી છે. આસોવદી અમાસની પાછલી રાત્રે પ્રભુ નિર્વાણ પામ્યા છે અને પ્રભુના પટ્ટ શિષ્ય ગણધર ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન ઉત્પન થયું છે. એટલે આ મહાન પર્વને દિવસ છે. ભગવાન મહાવીર સ્વામીનું અંતરમાં સ્મરણ કરી એમના પુનિતપંથે આપણે ચાલવાનું છે.
વીર ભગવાનને દિવ્ય સંદેશ છે કે હે ભવ્ય આત્માઓ! આ અમૂલ્ય મનુષ્યભવ ફરીફરીને તમને મળવાનું નથી. માટે મોહ-માયા ને મમતાના કચરા સાફ કરી, પ્રમાદની પથારી છોડી પુરૂષાર્થ કરે. કારણ કે મનુષ્યનું આયુષ્ય અલ્પ છે. અલ્પ જિંદગાનીમાં ઘણું કામ કરવાનું છે. પ્રભુએ અંતિમ ચાતુર્માસ પાવાપુરીમાં કર્યું, અને અંતિમ સમયે અખંડ સોળ પ્રહર સુધી દેશના આપી. ભવ્યજીએ એ વાણીના ઘૂંટડા ધરાઈ ધરાઈને પીધા. પણ ભગવાનની વાણી એવી છે કે પીનારા કદી તૃપ્ત થાય જ નહિ.
“ભગવાનની અંતિમ વાણી” -પ્રભુની અંતિમ વાણી ઉત્તરાધ્યયન સૂત્ર અને વિપાક સૂત્ર છે. ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીશ અધ્યયનમાં એક પછી એક ક્રમબદ્ધ એવી
શા, ૯૨