________________
દર શિખામણ આપણને પ્રભુએ, આપી છે કે એની શિખામણ પ્રમાણે ચાલનાર માણw છે ખી ન થાય. સૌથી પ્રથમ અધ્યયન વિનયનું છે. વિનય એ ધર્મનું મૂળ છે. મૂળ હ્નિાં વૃક્ષ ટકી શકતું નથી. તેમ જેનામાં વિનય રૂપી મૂળ નથી તેના જીવનમાં ધર્મવૃક્ષ વૃદ્ધિ પામતું નથી. વિનયથી દુનિયામાં મનુષ્ય વૈરીને પણ વશ કરી શકે છે. જે વિનય છે હાય હૈ વહાલા પણ વેરી બની જાય છે. માટે વિનય એ મહત્વની ચીજ છે. બીજું અધ્યયન પરિસહનું છે. પ્રથમ અધ્યયનમાં વિનયનું સ્વરૂપ બતાવ્યું છે. જેનામાં વિનય છે તે જ મનુષ્ય પરિસહને જીતી શકે છે. પરિસહ એટલે શું? પરિસહ શબ્દને અથ ચારે બાજુથી આવતાં કોને સમતાપૂર્વક સહન કરવાં તેનું નામ પરિસહ છે. એ પરિ– સહની સંખ્યા બાવીસ છે. વિનયવાન મનુષ્ય જ બાવીસ પરિસને જીતી શકે છે. એટલે બીજું અધ્યયન પરિસહનું છે.
પરિસહનું વર્ણન કર્યા પછી પ્રભુ કહે છે કે પરિસહ તે મનુષ્ય સહન કરી શકે છે પણ મનુષ્યને ચાર અંગેની પ્રાપ્તિ થવી મહાન દુર્લભ છે. તેથી “ચતુરંગીય’ નામનું અધ્યયન ત્રીજું રાખ્યું છે. ચાર અંગે દુર્લભ છે. છતાં પુણ્યવાન મનુષ્યને ચારેય અંગેની પ્રાપ્તિ થઈ જાય, પણ ધર્મનું આચરણ કરવામાં મનુષ્ય જરા પણ પ્રમાદ ન કરે જોઈએ. તેથી “અસંખય” નામના ચોથા અધ્યયનમાં પ્રમાદને ત્યાગ પ્રભુએ ખૂબ સુંદર બતાવ્યું છે. પ્રથમ ગાથામાં જ કેવા સુંદર ભાવ ભરેલા છે! જીવન કેવું છે?
असंखय जीविय मा पमायए, जरोवगीयस्स हु नत्थि ताण ।
પર્વ વિયાળા ગળે ઉત્ત, gિ વિહિંસા કરવા અહિતિ | ઉ. અ. ૪-૧ | આ જીવન અસંસ્કૃત એટલે ચિરસ્થાયી નથી, પણ ક્ષણભંગુર છે. માટે હે આત્માઓ! તમે પ્રમાદ ન કરે. કારણ કે તૂટેલું આયુષ્ય સાંધવા માટે કઈ સમર્થ નથી. ઈન્દ્ર, તીર્થકર, ચક્રવતિ કે વાસુદેવ પણ આયુષ્યને સાંધી શકયા નથી તે મનુષ્યની તે વાત જ ક્યાં કરવી? દુનિયાની તમામ વસ્તુ તૂટતાં સાંધી શકાય છે, પણ આયુષ્ય તૂટ્સ સાંધી શકાતું નથી.
ખુદ પ્રભુ મહાવીર સ્વામી જ્યારે મોક્ષે જવાના હતાં ત્યારે ઈન્દ્રોએ પ્રભુને વિનંતી કરી કે હે પ્રભુ! આપ બે ઘડી રેકાઈ જાવ તો દુનિયાને મહાન સુખ થશે. પ્રભુએ કહી દીધું કે હે ઈન્દ્ર! “ર મતો ન મદિર” ભૂતકાળમાં બન્યું નથી અને ભવિષ્યકાળમાં બનશે નહિ. માટે જ્યાં સુધી આયુષ્યને દિપક જલે છે, ત્યાં સુધી તમે પ્રમાદ છોડીને સારાં કામ કરી લે. જે મનુષ્યએ પ્રભુની વાણી હૃદયપૂર્વક સાંભળી એ તે કામ કાઢી ગયા. આપણાં આત્માને પણ કદી કઈ ભવમાં તીર્થકરના દર્શન તે થયા હશે, વાણી સાંભળી હશે પણ યથાર્થ રીતે સાંભળીને તેનું પાલન કર્યું નહિ હેય એટલે હજુ ભવમાં ભમી રહ્યા છીએ