________________
૭૩ર
મનુષ્ય જીવનની એકેક પળ કેટલી કિંમતી છે. સમય એ મનુષ્ય જીવનનું અમૂલ્ય ધને છે. સમય એ જીવનને અમૂલ્ય ખજાને છે. જે મનુષ્ય એક ક્ષણની કિંમત નથી સમજતે તે હજારે ક્ષણને ગુમાવી દે છે. સમય કેઈની રાહ જોતું નથી. તે સમયને ઓળખો-અઢાર દેશના રાજાઓને મન સમયની કેટલી કિંમત હતી, તેઓ બધા ખાવા-પીવાનું છોડી ભગવાનની પાસે છઠુ પિષધ કરીને બેસી ગયા હતાં. નિવૃત્તિ માટે તપ કર્યો હતો. તમને જેટલે સંસારને રસ છે એનાથી અનંત ગણે રસ તેમને ભગવાનની વાણી સાંભળવાનો હતો. કારણ કે કરીને પ્રભુની વાણી સાંભળવા મળવાની ન હતી. માટે જેટલે લાભ લેવાય તેટ લઈ લઈએ. આવેલા અવસરને લાભ લઈ લઈએ. જે મનુષ્ય અવસરને ઓળખે છે તેનું જીવન ધન્ય બને છે. સાધન તો બધાને સરખું પ્રાપ્ત થયું છે પણ ઉપયોગ કરતાં આવડે જોઈએ. એક દષ્ટાંત દ્વારા સમજાવું.
એક રાજાને કુમાર અને બે વણિકના પુત્ર આ ત્રણે એક જ સ્કૂલમાં સાથે ભણતા હતાં. ત્રણે જણ વચ્ચે મિત્રતા ખૂબ હતી. દુનિયામાં મોટાઓની સાથે મિત્રતા પણ જલ્દી થાય છે. ધનવાન ગરીબને મિત્ર બને એવું ઓછું જોવા મળે છે. રાજકુમાર તે રાજાને પુત્ર હતું. અને વણિક પુત્ર પણ શ્રીમંતના પુત્ર હતાં. એટલે એ ત્રણેમાં ગાઢ દસ્તી જામી ગઈ. પણ ત્રણે જણા ભણી રહયા એટલે બે વણિક પુત્રોએ વિચાર કર્યો કે રાજાના પુત્રની દોસ્તી વધુ કરવામાં માલ નહિ. માટે આપણે તેની દસ્તી ઓછી કરી નાખવી સારી. એટલે આ બે જણાએ રાજકુમાર પાસે જવા આવવાનું ઓછું કરી નાંખ્યું. રાજકુમારને વિચાર થયો કે આ લેકે મારાથી દૂર ને દૂર કેમ રહે છે ? ભણતાં હતાં ત્યારે એમને મારા પ્રત્યે કેટલે પ્રેમ હતો ! અને આમ કેમ બન્યું?
એક દિવસ રાજકુમારે બંને મિત્રોને ખૂબ આગ્રહ કરીને બોલાવ્યા. ત્રણે જણ બગીચામાં જઈને બેઠાં છે. ત્યારે રાજકુમાર પૂછે છે મિત્રો ! તમે હવે મારાથી દૂર ને દૂર કેમ રહે છે? શું આપણે ભણતાં હતાં ત્યાં સુધી જ મિત્રો હતાં? હવે આપણે મિત્ર નથી? શેઠના પુત્રો કહે છે કુમાર! આપને મૈત્રી ભાવ ખૂબ પ્રશંસનીય છે. પણ આપ તે રાજાના પુત્ર છે અને અમે વણિકપુત્ર છીએ. આપણે હવે ભણી રહયાં એટલે અમારે તે દુકાને બેસવાનું અને તમે રાજ્યગાદીએ બેસશે. અમે તમારી પ્રજા બનીશું, પછી આ૫ ફરમાન કરશે અને અમારે આપનું ફરમાન શિર ઝુકાવીને મસ્તકે ચઢાવવું પડશે. એટલે અમારી અને આપની દસ્તી કયાં સુધી ટકશે? દોસ્તી હમેંશા બરાબરમાં શેભે. આમ વિચારી અમે આપની સાથેની મિત્રતા ઓછી કરવા માંડી છે.
રાજકુમાર કહે છે ભાઈ! રાજ્યગાદી મળતાં બદલાઈ જાય એ બીજા. હું ન બદલાઉં. અને હું રાજા બનીશ ત્યારની વાત ત્યારે છે. પણ એમાં આપણી મૈત્રી શા માટે તેડવી જોઇએ? તમે મારા મિત્ર બનીને રહેશે તે તમે પણ મારી સાથે રાજા બનશે. વણિક