________________
૭૨૪
પણ ન બચાવી શકી, તે અમારી આ બહેને તે વાઘ આવ્યું, એટલું સાંભળે તે ય ભડકીને ભાગી જાય. એ તમને શું બચાવશે? કઈ કઈને ત્રાણ-શરણ નથી.
સંસારના સુખને હેય સમજી ચાર આત્માઓ બધું છોડીને નીકળી ગયા. એનું કુટુંબ વિશાળ હતું. વિપુલ સમૃદ્ધિ હતી. ભૃગુ પુરોહિતની દ્ધિની જે વાત કરી છે તે મારા કે તમારા ઘરની વાત નથી. ભગવાનની વાણી છે. ઘણી વખત એવું બને છે કે સામાન્ય વસ્તુને પણ અતિશયેક્તિ કરીને મહાન બતાવવામાં આવે છે. પણ અહીં એવું નથી. તમારા ઘરમાં ટાઈ જાય છે. એના ઘરના ટાઈસોમાં ઝવેરાત જડયું હતું. અત્યારે તે હીરાની બુટ્ટી, હીરાની વીંટી અને બંગડી પહેરી હોય તે બહેનને એમ થાય કે હું તે હીરે ઝગમગતી છું. અને એ પહેરેલાં દાગીના બીજાને બતાવતાં એટલે હર્ષ અનુભવે છે, અંતરમાં અભિમાન કરે છે કે મારા જેવું કેણ સુખી છે? . એક વખત એક નગર શેઠાણીએ નાકમાં હીરાને નખલે પહેર્યો, સવા લાખ રૂપિયાને હીરાને નખલો જગત કેમ જુવે એવી શેઠાણીને ભૂખ હતી. એટલે દિવાળીના દિવસ જે મેટો દિવસ. આ દિવસોમાં તે સહુ કોઈ નિવૃત્ત થઈ સંતના દર્શન કરવા અને વ્યાખ્યાન વાણીને લાભ લેવા આવે. ઉપાશ્રયમાં માણસ ચિકકાર હોય. આ નગર શેઠાણી તે દિવાળીના દિવસે નખ પહેરીને ઉપાશ્રયમાં આવ્યા. શ્રોતાજને એક ચિત્તે પ્રભુની વાણી સાંભળે છે. એ બધી બહેનોને તાર તેડાવી વચમાં થઈને છેક આગળ આવી. વચમાં થઈને બીજી બહેનેના માથે હાથ મૂકતી મૂકતી આવે એટલે સ્વાભાવિક સૌની દષ્ટિ એના તરફ જાય. એટલે એને મનમાં સંતોષ થયે કે બહેનોએ તો મારે નખ જે પણ હજી પુરૂષોએ જે નથી. એ કેવી રીતે જુવે? આગળ જઈને કહે છે ગુરૂદેવ! “મથેનું વંદાયિ” એટલે પુરૂષનું ધ્યાન તેના તરફ આકર્ષાયું. પુરૂષોએ નખ જે. વાહ, મારે નખલે પુરૂષોએ જે પણ હવે કણ બાકી રહ્યું તે સમજાઈ ગયું ને? ગુરૂએ તેના સામું ન જોયું. બધા ય મારે નખલે જુવે અને ગુરૂ ન જુએ એ કેમ ચાલે? એટલે બીજી વખત બેલી-ગુરૂદેવ “મઘેણું વંદામિ'. તે પણ ગુરૂએ સામું ન જોયું ત્યારે ત્રીજી વખત બેલી. ત્યારે મહારાજ કહે છે બહેન ! તમારે નખલે સૌએ જોઈ લીધે છે હવે દયા પાળે. (હસાહસ). અજ્ઞાન દશાથી માણસ બાહ્ય આડંબરમાં આનંદ માને છે.
, આજે કાળી ચૌદસને પવિત્ર દિન છે. ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી, બેસતુંવર્ષ અને બીજ એ પાંચ દિવસે પવિત્ર માનવામાં આવે છે. બધા પર્વોમાં દિવાળી પર્વ એવું છે કે જેમાં દરેક કેમના મનુષ્ય આનંદ માને છે. પર્યુષણમાં જેનેને આનંદ હોય, દશે આવે ત્યારે ક્ષત્રિયોને આનંદ હાય, હળી આવે ત્યારે શુદ્રોને આનંદ હોય, રમઝાન મહિને આવે ત્યારે મુસ્લીમેને અને નાતાલમાં ખ્રિસ્તીઓને આનંદ હોય છે. પણ દિવાળીમાં અઢારે આલમને આનંદ હોય છે. તેમાં જેનોને માટે તે દિવાળી એ