________________
७२०
આમ તા ૧૦૮ અધ્યયના હતાં, પણ અત્યારે દશ સુખવિપાકનાં અને દશ દુઃખ વિપાકના એમ ૨૦ અધ્યયન જ માજુદ છે. માકીના અધ્યયન વિચ્છેદ ગયાં છે. ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીશે છત્રીશ અધ્યયન માઢ છે. તેમાં ચૌદમા અધ્યયનના અધિકાર ચાલે છે.
દેવભદ્ર અને જશેાભદ્ર એ એ કુમારા સ`ત દશનથી વૈરાગ્ય પામ્યાં. પુત્રાના દૃઢ વૈરાગ્યથી ભૃગુ પુરાહિત જાગ્યા. અને ભૃગુપુરહિતના વૈરાગ્યથી તેની પત્ની યશાદેવીને વૈરાગ્ય આબ્યા. પતિની વાત યશાના ગળે ઉતરી ગઈ. એના મનમાં ભાવ આવ્યાં કે મારા પુત્ર અને મારા પતિ દીક્ષા લે છે, તેા હવે મારે પણ સંસારમાં રહીને શું કામ છે? તમે એમ ન માનશે। કે તે બિચારી નિરાધાર થઇ ગઈ, એકલી થઇ ગઈ એટલે દીક્ષા ન લે તેા શુ’ કરે ? એવુ' નથી. એને ઘેર લક્ષ્મીના તૂટો ન હતા. સાંભળે. હવે સૂત્રકાર શુ' કહે છે :
ન
पुरोहियं तं ससुयं सदार, सोच्चा ऽभिनिक्खम्म पहायभो ।
જુનસાર' વિભુત્તમ ગ, રોચ' અમિલ' સમુવાચ તેવી ॥ ઉ.અ. ૧૪-૩૭ ભૃગુ પુરાહિત, તેના બે પુત્રા અને તેની પત્ની એ ચાર આત્માઓ ધન–વૈભવ, મંગલા, કામ ભેગ બધું જ છેડીને દીક્ષા લઇને નીકળી ગયા. હવે પાછળ શુ' અન્યુ એ વાત આ ગાથામાં કહેવામાં આવી છે.
ભૃગુ પુરાહિતની પાસે વિપુલ સ ́પત્તિ હતી. છ એ ઋતુમાં સાનુકુળ રહે તેવા મહેલ હતાં. એની લક્ષ્મી કાળા બજારની ન હતી. તમે એમ માના છે કે કાળા બજાર કરવાથી ધનવાન મનાય છે પણ એમ નથી. કંઈક પુણ્યવાન જીવા કાળા બજાર નથી કરતાં છતાં ધનવાન બને છે. એને ઘેર પાણીના પૂરની જેમ લક્ષ્મી આવ્યા જ કરે છે. ઘણી વખત એવુ' પણુ અને છે કે વખારમાં માલ ભરેલા હાય છે, અને એ જ માલની ખેંચ પડી જાય છે અને ભાવ વધી જાય છે ત્યારે ગવમેન્ટ ભાવ નકકી કરી આપે છે કે તમારે આ ભાવે જ માલ વેચવા, તેમાં કાળાબજાર ન કહેવાય. પુણ્યશ્કનીને પગલે પગલે નિષાન હોય છે. અને પુણ્ય વગરના માણસ કાળી મજુરી કરી ૨૦૦ રૂપિયા લઈને ઘેર આવતા હાય ત્યાં ખીસ્સુ કપાઈ જાય છે. કમ ન કરાવે એટલુ ઓછુ છે.
માતા, પિતા અને બે પુત્રા ચાર પુણ્યવાન આત્માએ વિપુલ સ`પત્તિને છેડીને નીકળી ગયાં. નીકળતાં એવા વિચાર પણ ન ક્યાં કે આપણી આટલી બધી લક્ષ્મી પાછળથી કાણુ લઈ જશે? તેના કરતાં આપણા હાથે જ લક્ષ્મીની વહેંચણી કરતા જઈ એ. તે તે એક જ વાત સમજ્યાં કે જે પૌદ્ગલિક વૈભવા એંઠ સમાન છે, સંસારમાં ભ્રમણ કરાવનાર છે એને છેાડીને આપણે જઈ રહ્યાં છીએ તેા ખીજાને શા માટે આપતા જવું! જે થવાનું હશે તે થશે. જો એ સાચું હેત તે આપણે એને છેડત નહિ. મહાન પુરૂષ એના ત્યાગ કરત નહિ, તિજોરી, ઘરબાર ખુલ્લાં મૂકીને આ ચાર જીવા નીકળી ગયાં,