________________
૭૦૭
| લાગે. એક વખત મોટા દિકરાની વહુ કહે છેઃ મેં તો તમને બહુ સાચવ્યાં. હવે બીજો દિકરાને ઘેર જાવ. એટલે બાપા બીજા દિકરાને ઘેર ગયા. છ મહિના રહ્યા ત્યારે બીજે દિકરે કહે છે, ત્રીજાને ઘેર જાવ. ત્રીજાએ બે મહિના રાખ્યા પછી કહે છે, હવે નાના દિકરાને ઘેર જાવ. શેઠ તે વારે ચઢયાં. કડી દશા થઈ. શેઠ જ્યાં પ્રેમ જોતા હતાં ત્યાં હવે ધૃણા દેખાવા લાગી. હવે તે પુત્રો કહે છે, અમારા ઘરમાં નહિ. જ્યાં ને ત્યાં લીંટ-લપકા નાંખે છે એટલે ઘરમાં ગંદકી થાય છે. આ ઓરડીમાં રહેજે. અમે તમને
ત્યાં થાળી મોકલાવી આપીશું. શેઠ કહે ભલે. કોઈ દિવસ ખાવાનું મેકલાવે, કોઈ દિવસ ન મોકલાવે. આવી સ્થિતિમાં શેઠ રહે છે.
. શેઠના મનમાં ખૂબ પસ્તા થાય છે. અરેરે, જે પુત્રોની પાછળ પાગલ બનીને મેં પાપ કરવામાં બાકી ન રાખ્યું. ઘઉં-ચેખા આદિ અનાજમાં તેવા કલરના કાંકરા ભેળવીને અનાજ વેચ્યું. અનીતિ કરી. કદી મારા હાથે દાન-પુણ્ય કર્યું નહિ. એ મારા કર્મો જ મને ઉદયમાં આવ્યા છે. હવે પસ્તાવો કરીને શું કરું? મારા ભાગની મિલક્ત પણ આપી દીધી. હવે છોકરાઓ સામું પણ જોતાં નથી. આમ શેઠ ચિંતામાં બેઠા છે ત્યાં શેઠને એક જુને મિત્ર મળવા આવ્ય, શેઠની હાલત જોઈ મિત્રનું હૈયું ભરાઈ આવ્યું. મિત્રને કહ્યું ભાઈ! પાપ કરતાં પાછું વાળીને ન જોયું, હવે તે મને ભગવાન બહુ યાદ આવે છે. મિત્ર કહે છે ભાઈ! તને પાછલી ઉંમરે પણ ભગવાન યાદ આવ્યા છે, માટે જરૂર તારું ભલું થશે. મિત્રે શેઠને દુઃખમાંથી ઉગરવાનો એક કિમી બતાવ્યું. હું કહું તેમ કરજે. કાલે હું એક પેટી લઈને તારી પાસે આવીશ. પછી તું જો કે, તારી દશા કેવી પલટાઈ જાય છે! દિકરાઓ અને વહુઓ તારી ખૂબ સેવા કરશે. પણ તું એમના મેહમાં ફસાઈશ નહિ. પણ સમયને લાભ ઉઠાવી લેજે. અને તારા પાંચમા ભાગની બધી મિલકત દાનમાં વાપરી નાંખજે. જેથી તારે પરભવ સુધરશે. આ ભવમાં તે તે ધન ભેગું કરવા સિવાય બીજું કંઈ જ કર્યું નથી. માટે જાગ્યા ત્યારથી સવાર સમજીને પરભવનું ભાતુ બાંધી લેજે.
બીજે દિવસે સવારના પહોરમાં શેઠને મિત્ર એક ચક્રમકતી સુંદર વજનદાર પેટી લઈને આવ્યા. પુત્ર પણ સવારમાં ઘેર હતાં. પેટી આવેલી જોઈને પુત્રો બાપાની ઓરડીમાં ગયા. બાપાને મિત્ર કહે છે, શેઠ વર્ષો પહેલાં તમે મને આ મૂડી સાચવવા આપી હતી, હવે મારાથી આ મિલ્કત સચવાય તેમ નથી. આ તમારી પેટી સંભાળી લે. ચાવી તે તમારી પાસે જ છે. પેટીમાં શું છે તે હું જાણતો નથી, શેઠ કહે મિત્ર ! આમાં તે મારી ખરી મિલક્ત છે. દિકરાઓએ આ વાત સાંભળી, એટલે મનમાં થયું કે હજુ બાપા પાસે તે ઘણી મિલ્કત છે. મિલકત જોઈને દિકરાઓ કહે છે બાપુજી! તમે એકલા આ એારડીમાં પડયા રહે તે સારું ન કહેવાય. અમારે ઘેર ચાલે. પિતા કહે છે મારે તમારે