________________
સંયમનાં કષ્ટો કેવી રીતે સહન કરશે? જે તમારા શ્રીમતીજી તમને આ રીતે કહે તે તમને તે એમજ થાય કે મારી પત્નીને મારા પ્રત્યે કેટલો બધો પ્રેમ છે! સંસારમાં તે મારી ચિંતા કરી પણ હું છોડીને જાઉં છું તે પણ મારી કેટલી ચિંતા કરે છે પણ સમજે.
એ ચિંતાની પાછળ સ્વાર્થ સમાયેલું છે. હવે ભૃગુ પુરોહિત કહે છે! જેમ મારા પુત્રો કામગુણની જાળને તેડીને દીક્ષા લેવા માટે તૈયાર થયાં છે તેમ હું પણ આ સંસારમાં અજ્ઞાન અવસ્થામાં માછલાની જેમ જાળમાં ફસાઈ ગયા હતા પણ હવે હિત મત્સ્યની જેમ હું કામભેગેની જાળને ભેદીને સંયમમાગે વિચરીશ. જેમ પૈર્યવાન, ગંભીર, ધર્મમાં ધુરધર એવા પુરૂષો વૃષભની જેમ સંયમની ધુરા ઉપાડી શકે છે તેમ હું પણ તપ અને શીલ દ્વારા સંયમની ધુરા વહન કરીશ કારણ કે મને તે આ સંસાર કાજળની કોટડી જેવો લાગે છે. હવે હું આ સંસારમાં રોકાઈશ નહિ. * આ સંસારમાં તે ક્ષણિક સુખની પાછળ અનંતકાળનું દુઃખ રહેલું છે. કામગે ગવતાં ક્ષણવારના સુખની પાછળ કેટલાયે કાળના દુઃખની પરંપરા ઉભી થાય છે. જેમ ઈ માણસ પાંચ હજાર રૂપિયા ઉછીના લઈને ધામધૂમ કરીને દિકરાને પરણવે, જલસા કરે પણ મનમાં તે એ સમજતા હોય છે કે આ જલસાની પાછળ મારા માથે કરજ થયું છે. તેમ આ સંસારના રંગરાગમાં પડી અજ્ઞાની છ જલસા ઉડાવે છે, ક્ષણિક સુખ લંટવામાં આનંદ માને છે, પણ વિચાર કરજે કે એ સુખની પાછળ તમારા માથે કર્મના કરજ વધી રહ્યાં છે. જ્યારે પરિષહ-ઉપસર્ગ સહન કરતાં સંયમમાં કર્મના કરજ ચૂકવાઈ જાય છે. તમે સંસારના સુખ મેળવતાં ઓછાં કષ્ટ નથી વેઠતાં. માતા-પિતા-પત્ની-પુત્ર છેડીને ધન કમાવા પરદેશની સફરે ઉપડે છે, ત્યાં કેટલું કષ્ટ વેઠો છે. હાલ એકને એક દિકરો ધન કમાવા માટે પરદેશ જાય છે. બાર વર્ષે તે પાછો આવે છે. ત્યાં સુધી એ ઘર બાર, માતા-પિતા અને પત્નીને મોહ છેડે છે ને ! ત્યાં બ્રહ્મચર્યનું પાલન પણ કરે છે. આ રીતે છેડે છે અને બીજે સમજીને છોડે છે. ત્યાગ તે બંનેને છે. પણ એકને કર્મોની નિર્જરા થાય છે, જ્યારે બીજાને કર્મની નિર્જરા થતી નથી. કારણ કે તમારા છેડવામાં સંસારને રાગ છે. મેહનું પિષણ છે. અને સંયમ લે છે તેને છોડવામાં રાગ તે નથી. મેહ, માયા અને મમતાના બંધન તોડવા માટે, અને કર્મના કરજથી મુક્ત થવાના હેતુથી દીક્ષા લે છે. માટે બંનેમાં આસમાન અને જમીન જેટલું અંતર રહેલું છે. - ભૃગુ પુરોહિતને વૈરાગ્ય ખૂબ સમજણ પૂર્વકને છે. પત્નીએ ઘણું કહ્યું પણ પિતે અડગ રહયે. સાચા વૈરાગીને કે રેકી શકતું નથી. તમે તે કહે છે કે શું કરીએ? વૈરાગ્ય તે આવી જાય છે પણ અમને અમારી પત્ની અને અમારા પુત્ર રેકે છે. આ તમારી કચાશ છે. ભૃગુપુરેહિતને યશાએ કેવા કેવા શબ્દો કહયા, છતાં રોકાયે? હવે એની પત્નીને મનમાં પતિને વચન સાંભળી વિચાર આવ્યું. તે શું કહે છે.