________________
૭૦૫
છે એટલે તમને ખબર નહિ પડે કે સમાજમાં એકેક માણસે કેવી દશામાં સમાઈ રહ્યાં છે. પહેલાને જમાને એ હતું કે ધનવાને પોતાના સ્વયમી બંધુઓ જે વરીએ હોય તેને છૂપી રીતે મદદ કરતા હતાં. અને ખબર પણ ન પડતી. જ્યારે આજે તે આપવાનું થોડું ને ગાજવાનું ઘણું છે. તમે કોઈને ન આપી શકો તે, ખેર! પણ દુકાને બેસી અનીતિ ન કરવી એટલું તે કરે. આજે તે બધે ધનના માન છે, સંપત્તિને સંસ્કાર છે, એક બનેલી વાત છે. - એક અનાજની મોટી દુકાન હતી. વહેપારી ગાદી ઉપર બેઠેલ હતું. ત્યાં એક ગરીબ માણસ અનાજ લેવા માટે આવ્યું. તે ત્રણ દિવસને ભૂખ્યું હતું. એના બાળકો પણ ભૂખ્યા તરફડતા હતા. વહેપારી આવનાર વ્યક્તિનું મોટું જોઈને સમજી ગયો કે આ કોઈ દુઃખી છે. એના ખિસ્સામાં કલદાર નથી પેલે ગરીબ માણસ દુકાનમાં પગ મૂકે તે પહેલાં જ શેઠ કહે છે કેમ આવ્યું છે? ગરીબ માણસ કહે છે બાપુ! એક રૂપિયા કમાઈને આવ્યો છું. મારે ઘઉં, બાજરી જોઈએ છીએ. ત્યારે શેઠ કહે છે ભાઈ! દુકાનમાં માલ જ થઈ રહ્યો છે એટલે બિચારો ગરીબ માણસ નિરાશ થઈને લથડતે પગે પાછો ફર્યો. એને ગયા પાંચ મિનિટ થઈ ને બીજે તેજસ્વી ઘરાક આવ્યું. ખિસ્સામાં નેટોના બંડલ ભર્યા છે. એને જોઈને વહેપારી ઉભો થઈ ગયે. અને કહે છે પધારો, પધારો! પેલે ઘરાક કહે છેઃ મારે અનાજ જોઈએ છે. તે વહેપારી કહે છે. આ ઘઉં છે, આ ચોખા છે, આ બાસમતી, આ કદ જે જોઈએ તે કહે. દુકાનમાં ઘણે માલ છે. તમે અહીં આવવાની તસ્દી પણ શા માટે લીધી? એક ચિઠ્ઠી મોકલી દીધી હતી તે તમારે ઘેર અનાજ મેકલાવી આપત. જુઓ. ઘરાક તે બે ય હતાં ઘણું એકને કહે છે કે તમારે ઘેર મેકલાવી આપત. અને એકને કહ્યું કે દુકાનમાં માલ જ નથી. આ કોનું માન? માનવનું કે માનવની સંપત્તિનું? તમે તે દુકાને બેસીને આવું તે નથી કરતા ને? જે કરતા હો તે આજથી નક્કી કરજો કે મારે હવે આવું ન કરવું. ગરીબ ઉપર રહેમ દષ્ટિ રાખવી. એ એનાં પાપકર્મના ઉદયથી ગરીબ થયે છે. પણ જે તમે આવા ધંધા કરશે તે તમારા એનાથી પણ બૂરા હાલ થશે.
દિવાળીના દિવસે આવ્યાં છે. એટલે અમારા ભાઈઓ ચેપડા ચોખા કરવામાં પડયાં છે. અને બહેને ઘર સાફ કરવામાં પડી છે. ચોપડા ખા કરતાં પહેલાં તમારું અંતર
ખું કરજે. એક બાજુ કારમી મેંઘવારી છે. અને બીજી બાજુ ધનવાનના દિકરા સે, સે, બસો, બસોના દારૂખાના ફેડીને ધુમાડો કરશે. અને ગરીબની આંખમાંથી આંસુ પડશે. આ કઈ જાતની દિવાળી ! દિવાળીને નામે કેટલી હિંસા થાય છે? અમારા પાના અને પુસ્તક અમે કેટલી જતનાથી વાપરીએ છીએ. છતાં ઝીણું સુક્ષ્મ કંથવા થઈ જાય છે. તમને તે દેખાય જ નહિ. આ કાળમાં જેની ઉત્પત્તિ ખૂબ હોય છે. તમે ઘર
શા, ૮૯