________________
ઉ
ઉભેલુ' છે. અમારા ત્યાગીઓના સુખ ભલે પેલી ગાયના સૂકા ઘાસ જેવા હાય પણ એની પાછળ મહાન સુખ છે. ભગવાનની આજ્ઞાના આરાધક સાધુ ભુવનપતિ, વાણુષ્યંતર કે જ્યાતિષી દેવમાં ન જાય, પણ વૈમાનિકમાં જાય.
પંચેન્દ્રિયના વિષયેામાં જે શ્રૃદ્ધ બનશે તેની ખેાકડા જેવી દશા થશે. તારી આત્માને સીનેમાના સીન જોવા ગમે છે પણ સંતદશન કરવા નથી ગમતા. રેઢિયાના સૂર સાંભળવા ગમે છે પણ વીતરાગ વાણીના સૂર સાંભળવા ગમતા નથી. ફ્રીઝમાં મૂકેલાં ઠંડા પાણી પીવા ગમે છે. ઉના ઉના ખટાટાવડા જોઈ લૂલી લમકારા મારે છે, પણ યાદ રાખો કે એ તમારા મેાજશેાખની પાછળ નરકગતિના ઘાર દુ:ખાની યાતના ઉભેલી છે.
શ્રેણિક મહારાજા એક વખત શિકારના કેટલા શોખીન હતા. ગર્ભવતી હરણીને ગભ સહિત વીંધીને હરખાયા. ત્યાં નરકના બંધ પાડી દીધા, પણ એ જ શ્રેણિક રાજાને અનાથી નિગ્રંથને સમાગમ થયા ત્યારે સમકિત પામ્યા. પછી ભગવાન મહાવીરને ભેટ થયા. અને શ્રેણિક રાજાનું જીવન પલટાઈ ગયું. તે પાપભીરૂ ખની ગયાં. શ્રેણિક રાજાએ ધર્મની ખૂબ દલાલી કરી તીર્થંકર નામ કેમ ઉપાર્જન કર્યુ”. પણ પૂર્વે કરેલાં ક્રમ ભાગવવા નરકમાં ગયા. ત્યાં કેટલું દુઃખ ભાગવી રહ્યા છે ? અહીંયા એની પર્યાય કેવી હતી અને નરકમાં કેવી પર્યાય પલટાઇ ગઇ છે. ક્રમ રાજા કોઇને છેડતાં નથી. માટે કમ આંધતી વખતે ખૂબ સાવધાન રહે.
તમે જીવનની એક એક ક્ષણે ખૂબ સાવધાનીપૂર્વક કાય કરો. તમે તે ખૂમ હાંશિયાર છે કે એક નજીવી ચીજ પણ નકામી જવા દેતા નથી. પહેલાના સમયમાં તમે હેલ્ડર વડે ચાપડામાં લખતા હતા. વધુ શાહી પડી જાય ત્યારે લીલા અક્ષરાને સૂકવવા માટે એના ઉપર રેતી નાંખતા હતાં. એ સૂકાઈ જાય એટલે રેતીને પાછી ડખ્ખીમાં ભરી લેતા હતા, પણ જેમ તેમ ઉડાડી નાંખતા ન હતાં. સસ્તામાં સસ્તી રેતી એની પણ તમે કિંમત આંકી. મને તેા લાગે છેકે રેતીના કણની કિ'મત કરનારા શ્રાવક જીવનની ઘડીને નકામી જવા દે ખરા ? પણ ત્યાં તમને નજીવી વસ્તુની જેટલી કિંમત હું સમજાઈ એટલી આત્માની ચીજની કિંમત સમજાઇ નથી. જો સમજાઈ હશે તે તે તમે સંસારનું કાય કરતા હશે! તે પણ મનમાં તે એ જ વિચાર આવતા હશે કે મેં અમૂલ્ય માનવજીવન પ્રાપ્ત કરીને શું કર્યુ? કેટલાં પાપ કર્યાં અને કેટલે ધમ કર્યાં? સાધક સમયે સમયે સજાગ રહેતા હેાય અને પાપ તરફની એની પ્રવૃત્તિ ન હોય.
ભૃગુ પુરોહિતને અમૂલ્ય માનવ જીમનની મહત્તા સમજાઈ ગઈ છે. એની પશાભાર્યાંને કહે છે કે યશા! તુ' મેને કહે છે કે વૃદ્ધ હંસની જેમ તમે પસ્તાશે. પણ તું સાંભળ. આ દેહરૂપ પર્યાય પલટાય છે, પણ આત્મા તેા પલટાતા નથી. મારું શરીર વૃદ્ધ થયુ છે,. પશુ મારા આત્મા વૃદ્ધ થયા નથી,