________________
૭૨
દષ્ટિ સંસાર તરફ જ હોય તેને એમાં જ આનંદ આવે ને? પણ યાદ રાખજે. આ સંસારમાં કેઈની ઈચ્છાઓ પૂરી થઈ નથી. તમે કેટલા આશાના મિનારા ચહ્યા હશે અને એ તમારી આશાના મિનારા કેટલીક વખત જમીનદોસ્ત થઈ ગયાં હશે. ઘડીકમાં સુખ અને ઘડીમાં દુઃખ, આ બધું જાણે છે, જુવો છે, છતાં જીવનમાં અજ્ઞાનતાએ અડ્ડો જમાવ્યું છે એટલે તમે માને છે કે અમારું શરણુ ભૌતિક પદાર્થો છે.
તમે શું માને છે? પેટનું શરણું ધાન્ય છે. જીભનું શરણ સ્વાદુ પીણું છે અને શરીરનું શરણ એમ્બેસડર-ફીયાટ-કાર છે. ભલા, જે તમારી કાર તમારા શરીરનું શરણું હોય તે તમે ગાડીમાં બેસીને બહાર ગયાં અને સામેથી અચાનક ખટાર આવ્યું અને કાર સાથે ભટકાય. એકસીડન્ટ થઈ ગયે અને ખૂબ ઈજા થઈ. હવે તમે જ કહે કે જેને તમે શરણ માન્યું તે શરણ મરણ બન્યું કે બીજું કંઈ? અહીં જ આત્માનું અજ્ઞાનપણું છે. જે અલપ સુખને ભેગવ્યા પછી એની પાછળ અનંતકાળનું દુઃખ ઉભું થતું હોય તે તે સાચું સુખ નથી. કિપાક વૃક્ષના ફળ દેખાવમાં પણ સુંદર હોય છે અને ખાવામાં પણ મધુર હોય છે. મોસંબી, સંત્રા, સફરજન આદિન સ્વાદ કરતાં પણ તેનામાં ઘણું મધુરતા હોય છે પણ એને ખાધા પછી બે ઘડીમાં એ ઝેરરૂપે પરિણમી જાય છે. માણસના જીવ અને કાયા જુદા થઈ જાય છે. ક્ષણવારના સુખની પાછળ અનંતકાળનું દુઃખ ઉભું કરે છે.
ઉત્તરાધ્યયન સૂત્રના સાતમા અધ્યયનમાં ગાય અને બેકડાને ન્યાય આપે છે. માલિકે એક બાજુ ગાય અને વાછરડી બાંધી છે. અને બીજી બાજુના ખીલે એક બેકડ બાપે છે. બેકડાને ગેળ-ખાંડ-અને લીલો ચારો ખવડાવે છે. અને ગાયને સર્ક ઘાસ નીરે છે. ત્યારે ગાયની વાછરડી કહે છે કે માતા ! તું તે મને પૂરું દૂધ પણ પીવા દેતી નથી. અને માલિકને દૂધ આપે છે. અને આ બેકડો કંઈ જ આપતો નથી. છતાં એને તે ગોળ-ખાંડ અને મઝાંનું લીલું ઘાસ ખાવા મળે છે. અને આપણને તે લીલું ઘાસ પણ નહિ. ફકત સૂકું ઘાસ ખાવા મળે છે. મા કહે બેટી! ધીરજ રાખ. એના સુખની પાછળ દુઃખને ઢગલે પડયો છે. આપણું સૂકા ઘાસમાં જે આનંદ છે તે સાચે આનંદ છે. અને એને આનંદ દુઃખ ભરેલો છે. એનું પરિણામ બહુ ભયંકર છે. એક દિવસ માલિકને ઘેર મહેમાન આવ્યા, એટલે પ્રભાતના પહોરમાં હાથમાં ચશ્ચકતી છરી લઈને માલિક આવ્યા. આ જોઈ વાછરડી થરથર ધ્રુજવા લાગી, ત્યારે માતા કહે છે એય! તું ધ્રુજીશ નહિ. ગભરાઈશ નહિ. એ તે બેકડાને મારે છે. માલિકે જોતજોતામાં છરી બેકડાની ગરદન ઉપર ફેરવી દીધી. + દેવાનું પ્રિયે ! આ દષ્ટાંત ઉપરથી તમારે શું સમજવાનું છે? તમાદી દષ્ટિમાં પેલા બાકડાની જેમ જોગ વિલાસમાં મઝા દેખાતી હોય, પણ એની પાછળ અનંતકાળનું દુઃખ