________________
Cof બની ગયો છું. કાયર હોય તેને સંયમ કઠીન લાગે. મને ન લાગે. હું તે દીક્ષા લઈને જ્ઞાન-દર્શનમાં રમણતા કરીશ. તું સાથે આવે તે ભલે અને ન આવે તે પણ ભલે, હું તે દીક્ષા લેવાનો એ નક્કી છે. હું તારે રોક રોકાવાનું નથી. મને સંસાર ભારરૂપ લાગે છે. હજુ પણ ભૃગુ પુરોહિત શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં.............૯૭
આસો વદ ૧૧ ને રવિવાર તા. ૨૫-૧૦-૭૦
શાસ્ત્રકાર ભગવંત ત્રિલેકીનાથે જગતના જીવોના કલ્યાણને માટે શાસ્ત્ર સિદ્ધાંતરૂપ વાણીની પ્રરૂપણ કરી. ત્રણે કાળે સિદ્ધ થયેલી વીર ભગવંતની શાશ્વતી વાણી એનું નામ સિદ્ધાંત. ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં છે જેને અધિકાર ચાલે છે. તેમાં ત્રણ આત્માઓ-ભૃગુ પુરોહિતના બે પુત્રો દેવભદ્ર અને જશેભદ્ર અને ત્રીજે ભૃગુ પુરોહિત એ ત્રણેને સમજાઈ ગયું છે કે આ સંસારમાં સાચું શરણ કેવું છે?
સુતરે વહુ સંસારે, ત્યમેવ શરણં મમ |
निःसहायस्य हे देव, तारकस्त्व जिनेश्वर ॥ આકાશમાં રાત્રે ચંદ્રને પ્રકાશ પથરાય છે, તારલાઓ ઝગમગે છે અને પૃથ્વી ઉપર અને પ્રકાશ પથરાય છે. એ પ્રકાશને જોઈને અનેક જીવે આનંદ પામે છે. પણ જેને આંખ જ નથી એ બિચારે આ પ્રકાશને આનંદ કયાંથી લૂંટી શકે? અંધ માણસ દયાને પાત્ર છે. અંધ માણસ જેમ દયાને પાત્ર છે તેમ અજ્ઞાની પણ આંધળાની જેમ યાને પાત્ર છે. આગમને પ્રકાશ એ પામી શકતો નથી. આત્માના ઉત્થાનને આનંદ એ લૂંટી શકતું નથી. આત્માના અનાદિના અજ્ઞાનના અંધકારને દૂર કરવા માટે અને અંતરમાં જ્ઞાનના અજવાળા પાથરવા માટે વીતરાગ વાણીને અંતરમાં ઉતારવાની જરૂર છે.
આ સંસાર અસાર છે. કઈ કઈને શરણભૂત નથી. અનેક મહાન પુરૂષે તમને કહેતાં આવ્યાં છે, પણ એ વાત તમારા ગળે ઉતરતી નથી. એનું કારણ એ જ છે કે તમારી દષ્ટિ ઉપર અજ્ઞાનનું આવરણ આવી ગયું હોય પછી અશરણ પણ શરણરૂપ જ લાગે ને ? કાળા કલરના ચશ્મા પહેર્યા હોય તે બધું જ કાળું દેખાય. અને વેત ચશ્મા પહેર્યા હોય તે બધે વેત અને નિર્મળ જ દેખાય; કેમ આ વાત બરાબર છે ને ? જેની