________________
હી. હદયમાં ખૂબ આઘાત લાગ્યો. માતાને પિતાના સંતાને ઉપર અપાર વાત્સાયભાવ હેય છે. ખૂબ ઉપચાર કરી માતાને શુદ્ધિમાં લાવ્યા. માતા કહે છે બેટા ! દીક્ષા હતી એ નાની સૂની વાત નથી. હજુ તે તું બાળક કહેવાય. સંયમના પરિષદે તું રહન કરી શકીશ નહિ.
તું કયાં જાણે સાધુ પણામેં, બાલ અવસ્થા તેરી.
એસા ઉત્તર દિયા કુંવરજી, માત કહે બલિહારીજી-અયવંતા. સાધુપણું શું કહેવાય ! એ તું શું સમજે? હજુ તો તું ખેલ ખેલો બાળક છે. ત્યારે કુમાર કહે છે માતા! હું જાણું છે તે નથી જાણતે. હું એ વાત જાણું છું કે મનુષ્ય માત્રને માથે મૃત્યુ ઝઝુમીને રહેલું છે, પણ મૃત્યુ કયારે આવશે એ હું નથી જાણતે. હવે એક પળ પણ મને ભગવાન વિના ગમતું નથી. મને ઝટ દીક્ષાની આજ્ઞા આપે. માતાએ તેને ખૂબ સમજાવ્યો પણ સાચે વિરાગી સમજે ખરે? અંતે માતાને આજ્ઞા આપવી પડી. ખૂબ ધામધૂમ કરીને પુત્રને દીક્ષા આપી. સામેથી પ્રભુને સેંપવા ગઈ "પ્રભુને હાથ જોડીને કહે છે, પ્રભુ!
કઈ રે વહેરાવે આહાર પાણી રે, કેઈ વહોરાવે પાતરાની જોડ, હું રે વહેરાવું મારા પુત્રને, અનુમતિ દીધી મા એ રેવંતા”
કેઈ આપને આહાર પાણી વહોરાવશે, કઈ કપડાની જેડી, તે કોઈ પાતરાની બિડ વહેરાવશે, પણ હું તે મારી આંખની કીકી સમાન, હૈયાના હાર સમાન, કાળજડાની કોરસમાન મારા લાડીલા પુત્રને વહેરાવું છું. પ્રભુ! આપ એની સંભાળ રાખજે. પુત્રને આશીષ આપીને માતા કહે છે, કે વહાલા પુત્ર! સિંહની પર સંયમ લઈને અમિતપણે વિચરજે. પ્રમાદ ન કરીશ. સદા જાગૃત રહેજે, એક માતાને રેવડાવી, હવે બીજી માતાને ન રેવડાવીશ. તારી સાધનાની સિદ્ધિ પ્રાપ્ત કરી લેજે. દેવાનું પ્રિયે ! આનું નામ સાચી માતા. પુત્રને આશિષ આપતાં પણ કેવા સુંદર શબ્દો કહ્યા !!
અયવંતા મુનિ દીક્ષા લઈને સ્થવિર ભગવંતે પાસે જ્ઞાનાભ્યાસ કરે છે. આનંદથી રહે છે. એમાં એક દિવસ ખૂબ વરસાદ પડયે. વરસાદ બંધ થઈ ગયા પછી બધા મુનિઓની સાથે અયવંતા મુનિ પણ ઠંડીલ જવા માટે જાય છે. વરસાદ પડ્યો હોય એટલે સ્વાભાવિક રીતે પાણીના ખાબોચીયાં ભરાયા હોય. અયવંતા મુનિ ઠંડીલ જઈને ઝટ ઉઠી ગયા. હજુ બાલવય છે, એટલે પિલા ખાબોચીયામાં પાણી જોઈને તેમને રમવાનું મન થયું.
વર્ષાકાળ વરસ્યા પછે, મુનિવર કંડીલ જાવે, પાળ બાંધી પાણીમાં પાતર(ર)નાવ જાણી તીરાજ અયવા.