________________
દેવાનુપ્રિયે ! આ રાજગૃહી નગરી સમાન રાજકોટમાંથી કંઈક માતા-પિતાની પુત્રીએ સંયમ માગે નીકળી છે. પણ માતા-પિતાને આ વિચાર થાય છે કે દિકરી દિક્ષા લઈને ચાલી ગઈ તો હવે મારાથી સંસારમાં કેમ બેસી રહેવાય? ત્યાં તે કહે છે કે અમને દીક્ષાના ભાવ જ નથી આવતા. કેવી રીતે દીક્ષા લઈએ? તમને શું સંસારના સુખના જ ભાવ આવે છે? અરે, કાંઈક તે વિચાર કરો કે એ આત્માઓ છેડીને ચાલ્યા ગયા ને મારાથી કેમ ન છૂટે? મારી નબળાઈ છે. આત્મા અનંત શક્તિને પણ છે. સંસાર કેમ ન છૂટે? મનને મક્કમ કરે તો અવશ્ય છૂટી શકે.
ભૂગુ પુહિતે યશાને કહ્યું કે પુત્ર સંયમ પથે જાય છે માટે હું પણ એમની સાથે દીક્ષા લઈશ. આ કામ મને વિષના કટોરા જેવા લાગે છે. હજુ આગળ શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં.૯૬
આસો વદ ૧૦ ને શનિવાર તા. ૨૪-૧૦-૭૦
અનંતજ્ઞાની, પરમ પુરૂષ, ચરમ તીર્થકર મહાવીર પ્રભુની અંતિમવાણી ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬ અધ્યયનમાં ચૌદમા અધ્યયનને અધિકાર ચાલે છે. સુલભબોધી છ આત્માઓને જેમાં અધિકાર ચાલે છે, તેમાં છ માંથી ત્રણ આત્માઓ જાગૃત બન્યાં છે. જેમને લાગ્યું છે કે અમારે આત્મા કર્મના સમુહથી ભારે બની ગયું છે. ભારે બનેલા આત્માને હળ બનાવવાને અમેઘ ઉપાય હોય તે ચારિત્ર જ છે. ચારિત્ર વિના ત્રણ કાળમાં આત્માનો ઉદ્ધાર નથી.
હલકી વસ્તુ પાણીમાં તર્યા કરે છે અને ભારે વસ્તુ પાણીમાં ડૂબી જાય છે. તે જ રીતે કર્મના ભારથી હળ બનેલે આત્મા સંસારરૂપી સમુદ્રમાંથી તરી જાય છે. અને કર્મના ભારથી ભારે બનેલે આત્મા સંસાર સમુદ્રમાં ગોથા ખાધા જ કરે છે. પ્રભુ આપણને દાંડી પીટાવીને કહે છે કે, આત્માને કર્મના ભારથી હળ કરે. “ હું ગાજળ, હું અgi” આત્મા ઉપર લાગેલાં કર્મના થરને કૃશ કરે, જીણું કરી નાખે તે આત્મા હળ બની જશે. જેણે સ્વની પીછાણ કરી તેણે ભગવાનને પણ ઓળખ્યાં છે. પણ પહેલાં સ્વરૂપની પિછાણ કરવાની જરૂર છે. આચારંગ સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે