________________
દેવાની આયુષ્ય સ્થિતિ બાવીસ સાગરાપમની છે. એટલા સમય દરમ્યાન જેટલા તીથ કો થાય તેટલા અષાના જન્મમહાત્સવના હાલ અચ્યુતેન્દ્રને જ મળે છે. અત્યારે સીતાજીના આત્મા અચ્યુતેન્દ્ર છે. કેટલી પુન્યાઈ! તીરના પાંચ કલ્યાણિમાં જન્મમહોત્સવના સર્વ પ્રથમ હ એને જ મળે છે.
સીતાજી બારમા દેવલેાકના ઈન્દ્ર એમ ને એમ નથી બન્યાં. એમણે કેવા ત્યાગ કર્યાં હતા ? દુઃખમાં પણ કેવા ગજબ સમતાભાવ રાખ્યા હતા. જ્યારે સીતાજીને લંકામાંથી પાછા લઈ આવ્યા ત્યારે એક ધાબીએ એની પત્નીને મહેણુ માર્યું કે હું કઈ રામ જેવા નથી કે છ છ મહિના રાવણુને ઘેર રહી આવેલી સીતાને પાછી પોતાના ઘરમાં રાખી તેમ હું તને નહિ રાખું. એ ધેાખીના વચનને ખાતર સીતાજીને વનવાસ માકલી દીધા, સીતાજી ગર્ભાઁવતા હતા. જંગલમાં લવ-કુશને જન્મ આપ્યું. કેટલાં કષ્ટ વેઠત્યાં પણ રામચંદ્રજીના દેષ ન કાઢચે. પેાતાના કર્માંના દોષ ગણી મનમાં સ્હેજ પણ આત ધ્યાન-રૌદ્રધ્યાન નહિ કરતાં સમભાવ રાખ્યા. એના પુણ્યના ઉદય થતાં પાછા રામચંદ્રજી અચેાધ્યામાં લાવે છે. સીતા અયાધ્યાની મહારાણી અને છે. છતાં મનમાં જરાય મલકાટ ન આવ્યેા. રાજ્યના સુખા છોડીને દીક્ષા લીધી. ખૂબ તપ કર્યાં ત્યારે બારમા દેવલાકના ઈન્દ્ર બન્યા છે. સેાળ સતીમાં સીતાજીનું નામ છે. સતીઓને કેવાં કષ્ટા પડયાં છે તેના તમે જરા ખ્યાલ કરશે.
સતી દમયંતીએ પણ જીવનમાં કેવાં કષ્ટો વેઠયાં હતાં છતાં મનમાં જરાય ખેદ નથી થયા. નળરાજા જુગાર રમ્યાં, જુગારમાં બધું હારી ગયા અને વનમાં જવાના વખત આન્યા. તે સમયે નળરાજા દમયંતીને કહે છે હું સતી ! તે મને ખૂબ સમજાયે. જુગાર રમવાની ના પાડી પણ મારી અવળચંડાઈ એ જુગાર ન છેડયા, અને મધું ગુમાવ્યું. હવે મારી ભૂલની શિક્ષા ભેાગવવા હું વનમાં જાઉં છું. તમે અતિ સુકુમાર છે।, જંગલનાં કષ્ટો તમે નહિ વેઠી શકે માટે તમે તમારા પિયર જાવ અને હું મારા ક્રમની સજા ભાગવવા વનમાં જાઉં છુ. તે વખતે દમયંતીએ એમ ન કહ્યું કે આ તમારા પાપે રાજ્યનું સુખ ગયું. પણ એમ ન કહેતાં શું કહ્યું ? સ્વામીનાથ ! આપ આ શું મેલ્યા ? પતિ વનમાં ભટકે ને પત્ની મહેલમાં હેર કરે, એ કદી નહિ અને, તમારી સાથે રહી જેવા સુખમાં ભાગ લીધા તેવા દુઃખમાં પણ ભાગ લેવા જોઈએ. એ મને ખરાખર આવડે છે. દુઃખ વખતે પિયર જા' તે હું સાચી પત્ની શેની ?
દેવાનુપ્રિયે ! પાપ કમ તા હરખાઈને કરી છે, પણ એ પાપ કર્મની સજા ભેાગવતી વખતે એટલી શાંતિ નથી હતી, અને પાપને ખરાખ સમજ્યા પછી શાંતિપૂર્વક પાપને ધાવાના ઉપાય કરતા નથી કે પાપના ત્યાગ પણ કરતા નથી. એ કેમ ચાલે ? ઉપવાસ શા માટે કરો છે? આ જીવ અનાદિકાળથી આહાર-સંજ્ઞામાં લુબ્ધ બન્યા છે.
શા