________________
એ દીક્ષા લેશે ? આપણને તે દીક્ષા લેવાનું મન પણ થતું નથી. એમ કહેવા લાગ્યાં. આ છોકરે દીક્ષા લઈને નીકળી ગયું. હવે શ્રીમંતને દિકરે એટલે એના મિત્રો પણ ઘણું હેય. સગા સ્નેહીઓ પણ ઘણા હેય. એ જ્યાં જાય ત્યાં એને બધા ખૂબ આદરસત્કાર કરવા લાગ્યા. ભગવાન મહાવીર સ્વામીએ દીક્ષા લીધી. પછી જ્યાં જ્યાં ગૌચરી જાય ત્યાં લેકે શું કહે? પધારે, ત્રિશલાના જાયા, સિદ્ધાર્થનંદકુમાર! ત્યારે ભગવાને વિચાર કર્યો કે અહીં તે બધા મને ઓળખે છે. જ્યાં જાઉં છું ત્યાં બધા માટે આદર કરે છે. માટે અહીં રહેવાથી મને કેઈ ઉપસર્ગ આવશે નહિ. અને મારા કર્મો ખપશે નહિ, કમેને ખપાવવા માટે ભગવાન અનાય દેશમાં વિચર્યા. તમને કર્મ ઉદયમાં આવે તે પહેલાં તે કંઈક ધાંધલ મચાવે છે. સહેજ બેચેની લાગે કે ડેકટરની પાસે જાવ. દવા કરે અને ન મટે તે માતા-માવડી, માદળીયા, દેરા-ગ્ધાગા કરે છે, પણ યાદ રાખજે કે કર્મ આગળ કેઈની તાકાત નથી.
શ્રીમંતના પુત્ર દીક્ષા લીધી. વિહાર કર્યો. જ્ઞાન ખૂબ મેળવ્યું હતું. વાણીમાં વિદ્વતા પણ ખૂબ હતી. વૈરાગ્ય પણ ઉચ્ચ કેટિને હતો. જ્યાં જાય ત્યાં ખૂબ માન મળે. મેં સંત ગૌચરી માટે નીકળે ત્યારે મોટા મોટા શેઠીયાઓ, શ્રીમંતે એને માટે હાજર હોય.
જ રેજ આમંત્રણ આપી જાય કે મહારાજ ! આજે મારે ઘેર પધારજે. સંત પણ પ્રશંસામાં પીગળી ગયાં. ગૌચરી જાય ત્યાં મેવા-મિષ્ટાન તૈયાર હેય. આજે દૂધપાક તે કાલે શિખંડપુરી, ખમણ, દહીંવડા, પાતરા રોજ નવા નવા આહાર વિહારી લાવીને ખાવા લાગ્યા. પછી તે ભક્તો મહારાજની પાછળ ફરવા લાગ્યાં. રસોડા ખેલીને રહેવા લાગ્યા અને સાધુને વહોરાવવા લાગ્યા.
ભગવાને કહ્યું છે કે આધાકમી આહાર સાધુના પેટમાં જાય એટલે વિકૃતિ થયા વિના રહે જ નહિ. સંત સિંહ જેવો થઈને નીકળ્યું હતું તે શિયાળ જે બની ગયે. અને જ્ઞાન-ધ્યાન-વાધ્યાય-તપ બધું વિસરાઈ ગયું. બસ ખાઈ પીને આરામથી પાટે સૂઈ જાય અને ભક્તોને આનંદ કરાવે. દીક્ષા લીધાને બાર બાર વર્ષો વીતી ગયા. પણ કંઈ નવી સિદ્ધિ પ્રાપ્ત ન થઈ. જુનું હતું તે ચાલ્યું ગયું. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે. પણ પિતાની ભૂલ સમજાયા પછી ભૂલને ભૂલ તરીકે કબૂલ કરવી અને ફરીને એવી ભૂલ ન કરવી એ ખૂબ મહત્વનું છે.
એક વખત આ સંત ગૌચરી જતા હતાં, તે વખતે એક વૃદ્ધ ડોશીમા સામાં મળ્યાં. બે હાથ જોડી ખૂબ ભાવ પૂર્વક કહે છે ગુરૂદેવ! આજે મારે ઘેર પધારે. મારી ગરીમની ઝુંપડી પાવન કરો. તમે રસ્તે ચાલ્યા જતાં છે અને રસ્તામાં રહેજે સંત ભેટી જાય અને તમે ભાવના ભાવે, અને સંતને તમારે ઘેર લઈ જાવ તેમાં દેષ નથી. પણ ઉપાશ્રયે આવી ખૂબ આગ્રહ કરીને સંતને પિતાને ઘેર લઈ જવાય નહિ સંતનું ભાવિ સુધરવાનું