________________
ધર્મ અને સત્ય માટે જ જીવતા રહ્યા અને એ આદર્શ, ધર્મ અને સત્ય માટે મૃત્યુ પણ એમના સામે આવ્યું તે એ મૃત્યુ કલા-મર્મ એ હેજ પણ આનાકાની કરી નહિ, તેઓ જરાપણુ ગભરાયા નહિ અને હસતાં હસતાં તેમણે મૃત્યુનું સ્વાગત કર્યું”. છે. જેને સિદ્ધાંતમાં આવા ધર્મવીરેનાં ઘણાં ઉદાહરણ મળે છે. !! - સ્કન્ટક મુનિનું નામ તે તમે સાંભળ્યું જ હશે. પિતાની સંયમ-યાત્રા માટે તેઓ એક નગરમાં ગૌચરી માટે ફરી રહ્યા છે. અચાનક તેમના પર રાજાની દૃષ્ટિ પડી જાય છે. અને તે જ સમયે રાજાની રાણી પર દષ્ટિ જતાં રાણીની આંખમાં આંસુ જોયા. આથી રાજાએ મનમાં અનેક પ્રકારના કુતર્કો રચીને મુનિને સંહાર કરવા માટે જલ્લાદેને હુકમ આપે કે આ ભિક્ષુકને શ્મશાનમાં લઈ જઈને તેમના શરીરની ચામડી ઉતારી નાંખો. મુનિએ કયાંય ફરિયાદ કરી નહિ. એક પરમાત્મા સિવાય બીજે ક્યાંય તેમને ફરિયાદ પણ કરવાની નહતી. જલ્લાદોએ તેમને મૃત્યુ દંડને હુકમ સંભળાવ્યો. અને તે પ્રસન્ન મને તેમની સાથે ચાલી નીકળે છે મૃત્યુને ભેટવા માટે. તમને સાંભળીને આશ્ચર્ય થશે કે જ્યાં મોટા મોટા વીર, ભાલાની અણી પર ચાલનારા પણ કંપી ઉઠે છે ત્યાં આ ધર્મવીર, ત્યાગવીર અને ક્ષમાવીર પિતાના આદર્શ માટે શરીર પરની ચામડી ઉતરાવીને શાંતિ અને સમભાવથી ચહેરા ઉપર કોઈ પણ જાતને ગભરાટ લાવ્યા વિના મૃત્યુનો સ્વીકાર કરી લે છે.
. ગજસુકુમાર મુનિનું આદર્શ મરણ પણ તમારી સમક્ષ સૂર્ય સમાન ઝગમગી રહ્યું છે. તેમણે પરમાત્મ ભાવમાં રમણતા કરીને પિતાના દેહને હસતાં હસતાં છોડી દીધે. ન તે તેમને કુટુંબની ચિંતા સતાવ્યાં, ન તે તેમના પિતાના) દેહ પર તેમને કઈ મમત્વ જાગ્યું, કે ન તે તેમના મનમાં સોમિલ બ્રાહ્મણ પ્રત્યે પણ કઈ જાતને દ્વેષભાવ ઉત્પન્ન થયે. બંધુઓ ! આ તે સિદ્ધાંતની વાતે આપની સમક્ષ રજુ કરી પણ ઈતિહાસમાં પણ આવા ઘણાં ઉદાહરણે જોવા મળે છે.
, સત્યવીર સેક્રેટિસની વાત તે આપ જાણતાં હશે. તે સેક્રેટિસે સત્ય માટે મરી ફીટવામાં જરા પણ પાછી પાની ન કરી. તે બજારમાં ઉઘાડે છોગે લોકોને સત્ય વાત કહેતા હતાં. નિર્ભયતાથી સત્ય વાત કરતા હતા. સાચી વાત કહેવાના તેમના સદગુણને લીધે કેટલાક નવજુવાને તે તેમના પ્રત્યે ખૂબ આકર્ષાયા હતા. એક વખત તેમના દેશના દશ સેનાપતિએને મૃત્યુદંડની શિક્ષા ફરમાવવામાં આવી હતી. એ સમયે એજ વાત વાતાવરણમાં મુખ્યત્વે હતી. આ વિષે કઈ એ સેકટિસને અભિપ્રાય પૂછયે. સત્યવકતા સેક્રેટિસે પિતાને સ્પષ્ટ અભિપ્રાય આપતાં કહી દીધું. આ શિક્ષા બાબતમાં હું સંમત થતું નથી.” આથી રાજ્યક્તએ તેમના પર ચિડાયા અને તેમના પર બે આપ મૂકવામાં આવ્યા