________________
રાખી શકી. જ્યાં સુધી તમારું મન-ઈષ્ટ-અનિષ્ટના અને રાગ-દ્વેષમાં દબાયેલું રહેશે ત્યાં સુધી તમારી તત્વદષ્ટિ નહિ ખુલે અને શુભ ધ્યાનનાં દર્શન નહિ થાય. જે આત્મસમાધિમાં સ્થિર બનવું હોય તે પુદ્ગલની મમતા છોડે. - ભૃગુ પુરોહિતને પુગલની મમતા નથી. એ ત્યાગના માર્ગે જવા તૈયાર થયેલ છે. માણસને આત્મા જાગૃત બને છે ત્યારે ભયંકર કષ્ટો પણ એને મન કંઈ નથી લાગતાં. પિતાની પત્નીને એણે કહી દીધું કે હે યશા! આ જીવને ભેગ ભોગવતાં તૃપ્તિ થઈ નથી. અને તું જે કહે છે કે સંયમમાં ઘણાં કષ્ટ છે, વળી ભિક્ષાચરી એ તો દુઃખરૂપ છે. તે એમાં જરા કષ્ટ નથી. મારા આત્માના અથે લાભ-અલાભમાં, સુખ અને દુઃખમાં સમભાવ રાખીશ તે કર્મનાં બંધન તૂટશે. હજી પણ આગળ શું કહેશે તેના ભાવ અવસરે.
આજે પૂજ્ય જસાજી મહારાજ સાહેબની પુણ્યતિથિ છે. તેમનું જીવનચરિત્ર તમે સાંભળી ગયા, હવે વિશેષ કહેવાનું રહેતું નથી પણ એક વાત ધ્યાનમાં રાખજો કે આ ક્ષત્રિયના બચ્ચાએ પિતાનું ક્ષત્રિયપણું કર્મના બંધન તેડવામાં બતાવ્યું. અમારા પૂજ્ય છગનલાલજી મહારાજ સાહેબ પણ ક્ષત્રિય હતાં, અને તેમના શિષ્ય પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ પણ ક્ષત્રિય હતાં. પૂજ્ય જસાજી મહારાજ સાહેબે અમારા પૂજ્ય છગનલાલજી મહારાજ સાહેબને તેડાવ્યાં હતાં. અને એમનું અમૂલ્ય જ્ઞાન એમને આપ્યું હતું. ક્ષત્રિયનું દિલ ક્ષત્રિયમાં જ કર્યું. એમણે છગનલાલજી મહારાજ સાહેબની ગંભીરતા, પાત્રતા, વિનય આદિ ગુણે જોઈને જ્ઞાન આપ્યું હતું. એ ગુરૂદેવને સમાજ ઉપર મહાન ઉપકાર છે. એમના ઉપકારને બદલે વાળવા માટે એમના જીવનમાંથી કંઈક ને કંઈક ગુણે અપનાવીએ તે જ શ્રદ્ધાંજલી આપી સફળ ગણાય.
વ્યાખ્યાનનં. ૮૫ વદ ૯ ને શુક્રવાર, તા. ર૩-૧૦-૭૦
આ
કે આજે જે માનવદેહ મળે છે તે માનવદેહ જાણે કે એક ઘડે છે. મુસલમાન સિવાય ગમે તે કેમની કઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેની સ્મશાનયાત્રામાં સૌથી આગળ એક ઘડે (દેણી) હોય છે. આપણે દેહ પણ એક ઘડે જ હતું. અને તે હવે ફૂટી ગયે. આ વાતના પ્રતીક સમે આ એક રિવાજ છે. આ ઘડો જીવને એટલા માટે મળ્યું હતું કે તેમાં સત્કર્મનું જળ ભરવામાં આવે, પરંતુ ખેદની વાત એ છે કે, તેમાં