________________
છે. અને તરત જ પોતાના શરીરને સૂકવી નાંખવા મળ કાઢી નાખીને શીલને બચાવ કરવા સંકલપ કરે છે. અને રાજવૈદને તેને માટે કઈ દવા હોય તે પૂછે છે. રાજવૈદ કહે છે કે નેપાળની એક ગોળી પણ શરીરના મળને કાઢી ફિકકું કરી નાખે છે. શેઠની કન્યા ખાનગીમાં ૨૮ ગોળી પિતાની જવાબદારીએ જ માંગે છે. સવાર સાંજ બબ્બે ગોળી લેવાનું શરૂ કરે છે. નેપાળાની અસર પણ કેવી ? તે આપ સહું જાણતાં હશે. સવારસાંજ બબ્બે ગોળી લેવાથી શરીરનાં મળ નીકળવા માંડયા. તેને તે કન્યા સુંદર કુંભમાં ભરીને ઢાંકી રાખે છે. અને અઠવાડિયામાં પોતાનું શરીર ક્ષીણ-શક્તિહીન અને ફીકકું કરી નાંખે છે. આ બધું શા માટે? એક શીલની રક્ષા માટે ને ? અઠવાડિયા પછી રાજકુમાર આવે છે. દિવાનખંડ સુશોભિત બનાવેલ છે. મળના કુંભ રંગબેરંગી કાગળથી ઢાંકી ઉપર ગુલાબના ફુલો વિગેરેઢાંકી દિવાનખંડમાં ગોઠવી દીધા છે. અગરબત્તીઓની સુવાસ ફેલાવી દીધી છે અને રાજકુમાર તો શેઠની કન્યા મેળવવાની તીવ્ર ઈચ્છામાં તેની રાહ જોઈ ને બેઠે છે. જ્યારે સાત દિવસમાં પિતાનું રૂપ મળ રૂપે કાઢી કન્યા તે ફીકકી હાડપિંજર જેવી થઈ ગઈ છે. કન્યાએ કામ કરનાર બાઈને બોલાવવાની મનાઈ કરી છે. કુમારને કન્યા જેવાની આતુરતા છે. તેની આતુરતામાં જ આ કન્યા પિતાની કામ કરનારી બાઈઓ સાથે આવે છે. રાજકુમાર તે ગુલાબી ગાલ અને રૂપના મોહમાં પડેલ આ કન્યાને જોતાં ઓળખી શક્તા નથી. તે કામાંધ રાજકુમાર કામ કરનારી બાઈઓને શેઠની રૂપવંતી કન્યા વિષે પૂછે છે ત્યારે સુચના પ્રમાણે કામવાળી બાઈઓ મૌન સેવે છે. અને શેઠની પુત્રી તરતજ કહે છે કે આપ જેને મળવા માગો છો તે શેઠની પુત્રી તે હું જ છું. શરીરના રૂપમાં કામાંધ થયેલા રાજકુમારને તરત જ કન્યા કહે છે કે આપે તે કન્યાને મેહેલ કે રૂપને મહેલ! જે તમારે કન્યા જોઈતી હોય તે તે હું પોતે જ છું અને તેનું રૂપ જોઈતું હોય તો આ કુંભમાં છે. તેમ કહી તે કન્યા કામવાળી બહેનેને કુંભ ખેલી નાંખવા સુચના આપે છે. અને તરત જ અઠવાડિયામાં ચંધાઈ ગયેલા મળની દુર્ગધ ફેલાઈ જાય છે. તેનાથી રાજકુમાર અરેરાટી પામી જાય છે.' ત્યારે કન્યા સત્ય હકીક્ત કહે છે કે જે રૂપ જ જોઈતું હોય તો મારું રૂપ આ કુંભમાં નીચવીને નાંખ્યું છે. તે જોઈતું હોય તે લઈ જાવ. અને તે અંગેની સંપૂર્ણ વાત પણ કહે છે. રાજકમારને તરત જ્ઞાન થઈ જાય છે. તે કન્યાના ચરણમાં પડે છે. અને પિતે કરેલ કુદષ્ટિ માટે માફી માંગે છે. અરે! તેને પિતાની બહેન ગણે છે. તેને તે જ ક્ષણે શરીરના દુર્ગધના રૂપનું ખરું સ્વરૂપ જતાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. અને તેના રૂપ અને સૌંદર્ય પ્રત્યે રાગ તૂટી જાય છે. અને રાજપુત્રને ભાન થઈ જાય છે. શેઠની કુંવરી રાજપુત્રને સમજાવતાં આગળ કહે છે તે રાજપુત્ર! કઈ કઈ શરીર દાદરના રોગથી એટલા બધાં વ્યાપ્ત થઈ ગયેલાં હોય છે કે આંગળી મૂકીએ તેટલી જગા પણ ખાલી દેખાતી નથી. ત્યારે કઈ ખરજવાથી ઘેરાઈ ગયેલું હોય છે. અને મોટા મોટા ત્રણ