________________
ધાખી દગી બહુ કિંમતી છે. તેની એક ક્ષણ લાખ અને કરોડ સોનામહોરો કરતાં જયારે કિંમતી છે. તેને યથેચ્છ-ગમે તેવી રીતે ઉપયોગ કરે કે તેને વ્યર્થ ગુમાવી નાંખવી. એ ચલાવી લેવાય તેવી વાત નથી. દરેક ક્ષણ અપ્રમાદમાં જ પસાર થવી જોઈએ Oાર પક્ષીની માફક સાવધાન રહેવું. ક્રોધ-માન-માયા-લેભ-ઇષ્ય-અસૂયા-મદ-મેહ વગેરે લુંટારાઓનું એટલું બધું પરિબળ છે કે આત્માની પ્રમત્તાવસ્થામાં તેઓ એકદમ આત્મિક સંપત્તિ લૂંટે જાય છે. અને આત્મિક સંપત્તિને સ્થાને કર્મને કચરે ભરી દે છે. માટે તેમનાથી બચવાને અપ્રમાદ સેવવાની અને પ્રમાદને દૂર કરવાની ઘણી જરૂર છે. ભૃગુ પુરહિતના વૈરાગ્યભર્યા વચને સાંભળી હજુ યશા શું કહે છે –
मा हु तुम सोयरियाण सम्मरे, जुण्णो व हंसो पडिसोत्तगामी । | મુંઝાફિ માર મા સમાળ, ડુક વિણાયા વિવો ઉ. અ. ૧૪-૩૩
યશા કહે છે કે સ્વામીનાથ ! પ્રતિસ્ત્રોતગામી છ હંસની જેમ તમારે તમારા ભાઈઓને યાદ ન કરવા પડે. તમે મારી સાથે સંસારમાં રહીને સુખ ભેગે. હું નિશ્ચયથી આપને કહું છું કે દીક્ષા લઈને ભિક્ષાચરી કરવી. વિહાર અને મુનિચર્યા દુઃખરૂપ છે. અહીં વિહાર શબ્દ એકલા વિહાર માટે જ વપરાયે નથી. પણ સાધુના સમસ્ત આચારો માટે બતાવ્યું છે. એને કહેવાનો આશય એ છે કે ત્યાગનો માર્ગ એ કંઈ જે તે નથી. ખાંડાની ધાર ઉપર ચાલવા જેવું છે. ત્યાગમાર્ગે જતાં અનેક પ્રકારના ઉપસર્ગો આવશે. હજુ યશા કહે છે. સ્વામીનાથ! હું આપને સત્ય કહું છું. દીક્ષા લેવી એ મહાન દુષ્કર છે. ત્યાં કેઈને કહેવાશે નહિ. સહેવાશે નહિ અને ઘેર પણ નહિ અવાય. પછી તમે મને યાદ કરશે કે મારી પત્ની કહેતી હતી તે સાચું હતું. તમે પાછળથી પસ્તાશે. કેવી રીતે? મેટી નદીને પ્રવાહ પૂરજોશમાં વહેતે હોય તે વખતે સામે કિનારે જવાની આશાથી યુવાન હસે પ્રયાણ કરે, તેની સાથે વૃદ્ધ હંસ પણ સામે કિનારે જવા તૈયાર થાય તે તેની કેવી દશા થાય? મધ્ય ભાગે જઈને વૃદ્ધ હંસ થાકી જાય છે ત્યારે એના મનમાં એમ થાય છે કે હું કયાં આવે? પછી નહિ આ કિનારાને ને નહિ સામાં કિનારાને!
અને ભ્રષ્ટ તતે ભ્રષ્ટ” જેવી એની સ્થિતિ થાય છે. તેમ સ્વામીનાથ! પુત્રની ઉગતી ઉંમર છે, એમનામાં બળ છે. એ તે પરિષહ સહન કરવામાં પાછા નહિ પડે. પણ તમે થાકી જશે એટલે ગૂરશે કે મેં દીક્ષા ન લીધી હતી તે સારું હતું. રખેને તમને દીક્ષા લઈને આવે શોચ થાય. એના કરતાં સંસારમાં રહી મારી સાથે ભેગ ભેગ.
તમને તમારી પત્ની આ પ્રમાણે કહે તે તમે કેવા કુલાઈ જાવ. બીજાને એમ કહે કે તારી ભાભીને મારા ઉપર કે પ્રેમ છે! એ તે મારા માટે એક વખત પ્રાણ આપવા પડે તે આપી દે તેવી છે. ભાઈ! આ બધું તમને ઉજળું દેખાય છે. પણ અંદર તે તેને સ્વાર્થ ભર્યો છે. તમારા શુભ પુણ્યને ઉદય છે ત્યાં સુધી પ્રેમ છે, પરંતુ પાપને ઉદય થશે એટલે પ્રેમ એ છેષના રૂપમાં પરિણમશે.