________________
સિદ્ધાંતની એકેક ગાથાના અક્ષરે અક્ષરમાં આત્મ ગૌરવ ગૂંથેલું છે. શાસ્ત્રમાંના એકેક શબ્દને વિચાર કરતાં સમજાય છે કે શાસ્ત્રમાં આત્માની અને ખી સૌરભ ભરેલી છે. જ્યાં સુધી આત્મા સિદ્ધાંત સાગરમાં ડૂબકી નહિ મારે ત્યાં સુધી મિક્ષનાં મતી મેળવી શકશે નહિ. આપ્ત પુરૂષે કહે છે હે માનવ! જ્યાં સુધી તું દરિયાની સપાટી ઉપર જ ફર્યા કરીશ ત્યાં સુધી તું મેતી પ્રાપ્ત કરી શકીશ નહિ. તે જ રીતે માનવ જ્યાં સુધી શ્રુત સાગરમાં ડૂબકી નહિ લગાવે ત્યાં સુધી તે આત્મ સુખના મોતી મેળવી શકશે નહિ, મારા ને તમારા આત્માએ અનંતકાળથી સંસારનાં અનેકવિધ દુઃખ ભોગવ્યાં. એ દુઃખે પ્રાપ્ત થવાનું મૂળ કારણ શું છે? એ દુઃખોથી મુક્ત થવા અનુભવી પુરૂષો કહે છે.
“જે સ્વરૂપ સમજ્યા વિના, પાયે દુઃખ અનંત,
સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરૂ ભગવંત ” આ જીવ ચાર ગતિમાં કહો, વીશ દંડકમાં કહે, ચોરાશી લાખ જવાનીમાં કહે, અનાદિકાળથી કેટલું દુઃખ પામે છે? કેના કારણે દુઃખી થયે છે? જ્ઞાની કહે છે કે માનવ ! તારા અંતરઘટમાં અનંત સુખને અધિપતિ રહેલ છે. દેહદેવળમાં દહી બિરાજે છે તેની તને પિછાણ થઈ નથી તેથી તું દુઃખમાંથી મુક્ત થઈ શકે નહિ.
જ્યાં સુધી જીવ મહાનપુરૂના શરણે ન જાય, મહાનપુરૂષને સમાગમ ન કરે ત્યાં સુધી દુઃખ મુક્તિની યુક્તિ સમજી શકે નહિ. | આજનો પવિત્ર દિવસ શા માટે છે? અનંતકાળથી ભયારણ્યમાં આથડતે મારે ને તમારે આત્મા દુઃખ અને પીડા રહિત બની શક્યો નથી. મુક્તિના સુખની સડકે પ્રયાણ કરી શક્યું નથી. જેના આત્મપ્રદેશ ઉપર જે અજ્ઞાનના અંધકાર છવાઈ ગયા છે તેને દૂર કરવા માટે આજને પવિત્ર દિવસ છે. આજે ગોંડલ ગચ્છાધિપતિ સ્વ. પૂજ્ય જશાજી મહારાજ સાહેબની બાવનમી પુણ્યતિથિને દિવસ છે. એ પવિત્ર પુરૂષને જન્મ
ક્યાં થયું હતું? એમણે આત્મસાધના કઈ પવિત્ર ભૂમિમાં કરી હતી તે વિષે આજે થોડું બોલવાનું છે.
સ્વ. પૂજ્ય બા. બ્ર. ગચ્છાધિપતિ જશાજી મહારાજ સાહેબની પુણ્યતિથિ -
પૂજ્ય ગુરૂદેવ જસાજી સ્વામીને જન્મ ૧૮૮૫ની સાલમાં મારવાડ ભૂમિમાં ક્ષત્રિય કુટુંબમાં થયું હતું. પૂજ્યશ્રીને જન્મ ક્યાં થય? અને કેવી રીતે તેમને વૈરાગ્ય આવ્યો? ક્ષત્રિય કુટુંબમાં ખેતીને ધંધે મુખ્ય હેય છે. આ જશાજીભાઈ મોટા થતાં એકવીશ વર્ષની ઉંમરે એક વખત ખેતરમાં કામ કરી રહ્યા હતાં. જશાજીભાઈ ખેતરમાં હળ ખેડતાં ખેડતાં, ધરતીની ખેડ કરતાં આત્મપ્રદેશ ઉપર રહેલાં કર્મોની ખેડ કરવા તૈયાર થયાં. હળુકમી આત્માઓને નિમિત્ત પણ કેવા મળી જાય છે? એક દિવસ જશાજીભાઈ