________________
પહેલાંની જેમ સાદાઈથી જીવન જીવવું. અંતે એને પતિ સાજો થાય છે. હવે તે નિર્ણય કર્યો છે કે એક જ ટંક જમવું અને બને તેટલું વાંચન-મનનમાં જ રક્ત રહેવું. જે સંગ સારે હોય તે માણસ સુધરી જાય છે. પતિ સાદાઈ અને સદાચારમાં અડગ રહયે તે બાઈ પણ એક ટકેરમાં સુધરી ગઈ.
યશાને મોહ મૂંઝવે છે એટલે ભૃગુ પુરોહિતને કહે છે દીક્ષા લઈને ઘરઘરમાં ગૌચરી જવું બહુ મુશ્કેલ છે. ઉગ્ર તાપમાં વિહાર કરવા પડશે. ભાજીપાલાની જેમ વાળને ચૂંટવા પડશે. કેઈ વખત આહાર મળશે તે પાણી નહિ મળે. માણસ આહાર વિના ટકી શકે છે પણ પાણી વિના ટકી શકતું નથી. અમે ગામડામાં ગૌચરી જઈએ ત્યારે કેવા કેવા વચનના પ્રહારે પડે છે. લોકો કહે છે મેઢે પાટો બાંધ્યું છે તે પેટે ૫ણું પાટે બાંધી લે હતા ને? ઉતારે પણ કે વિષમ મળે છે. આવા સંયોમાં આનંદ થવું જોઈએ. “અહે પ્રભુ! આજે મારી કસોટીને દિવસ છે.” કસોટીના સમયે પ્રસન્ન ચિત્ત રહેવું, એ જ સાધુપણાને સાર છે. સમભાવે પરિષહેને સહન કરવાથી કર્મોની નિર્જરા થાય છે.
ભૃગુ પુરોહિતને વૈરાગ્ય ખૂબ દઢ છે, એટલે પત્નીના વચન સાંભળી એનું મન પીગળી જતું નથી. ઉલટો મજબૂત બનીને કહે છે કે યશા ! તું કહે છે કે પછી દીક્ષા લઈશું. પણ અત્યારે તે દીક્ષાની કઠીનતાની વાત કરે છે. મને કહે છે કે વૃદ્ધ હંસની જેમ તમે થાકી જશે અને તમારા મનમાં ખેદ થશે. તે પછી ઉંમર વધશે તે વખતે કેવી દશા થશે? પછી તે દીક્ષા કેવી રીતે લેવાશે ? શરીરનું બળ ઘટી જશે, ત્યારે સંયમ લઈ શકાશે નહિં. માટે તું મને અત્યારે જ આજ્ઞા આપ. હવે આગળ શું કહેશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૯૪ આસે વદ ૮ ને ગુરૂવાર તા. રર-૧૦-૭૦
બા. બ્ર. ૫. લાભુબાઈ મહાસતીજીએ આપેલું વ્યાખ્યાન
અનંતજ્ઞાની વિશ્વવત્સલ, કરૂણાનીધિ, ભગવતે જગતના જીના ઉદ્ધારને અર્થે શાસ્ત્રસિદ્ધાન્તના એકેક અધ્યયનમાં આત્માના પવિત્ર પંથનું માર્ગદર્શન બતાવેલું છે.