________________
!. એક યુવાને લગ્ન કર્યા. પરણીને પત્ની ઘરમાં આવી. એ રમી ખૂબ સાદી અને સસ્કારી હતી. પરણીને આવ્યા પંદરેક દિવસ થયા. તેણે પતિના સ્વભાવને પારખી લીધે. પછી કહે છે સ્વામીનાથ ! હું આપને એક વાત કહું મારા બાપે આટલા દાગીના કયાં છે, આટલા કપડાં કર્યા છે, આ બધે જગને વહેવાર છે. જગના વહેવારને અનુસરીને કરિયાવર કર્યો છે. બાકી મને આ સાડીઓ-શેલા અને સેનાના દાગીના પહેરવા ગમતા નથી. જે આપને દુઃખ ન થાય તે હું ખાદીના સાદા કપડાં અને સૌભાગ્યની નિશાની પૂરતી બે સફેદ બંગડી જ પહેરૂં. જેટલાં સુંદર રંગબેરંગી વસ્ત્રો પહેરીએ તેટલાં આપણે સુંદર દેખાઈએ. અને આપણા નિમિત્તથી બીજા પુરૂષનું મન ખરાબ થાય. માટે મારે તે સાદાઈથી જ જીવન વિતાવવું છે. પતિ પણ ખૂબ સદાચારી હતે. અત્યારના જમાનાને ફેશનેબલ ન હતું. એટલે તેણે એની પત્નીને હા પાડી.
આજે તે દિન-પ્રતિદિન ફેશને વધતી જાય છે. પહેલાના જમાનામાં સૌભાગ્યવંતી સ્ત્રીઓ કપાળમાં કંકુને ચાંલ્લે કરતી હતી. આજે તો કાળો મેશને ચાંલ્લે કરે છે. મેચીંગે તે હદ વાળી છે. જેવા રંગના કપડાં તેવા રંગને ચાંલ્લે, રૂમાલ, ઘડિયાળને પટ્ટો બધું જ જોઈએ. પહેલાં તે શક હોય તે કાળા બ્લાઉઝ પહેરાતા હતાં. તેને બદલે આજે તે ફેશનમાં પણ કાળા બ્લાઉઝ પહેરે છે. પહેલાં શરીરની મર્યાદા સાચવવા જાડા કપડા પહેરતા હતાં અને આજે તો સાવ બારીક નાઈલેનના કપડાં પહેરાય છે. નાઈલેને તે ભારતનું નાક કપાવ્યું છે. આજે તમે નાઈલેનનાં કપડાં લાવી આપે છે અને બહેને પહેરે છે, પણ એનાથી શરીરની મર્યાદા સચવાતી નથી.
આ બહેન કહે છે વો તે શરીરને ઢાંકવા માટે જ પહેસ્વા છે ને? એણે ખાદીના બે જોડી કપડા મંગાવ્યા, પિતાની ભારે મૂલી સાડીઓ અને દાગીનાને ગરીબની સેવામાં ઉપયોગ કરી નાંખ્યો. ઘરમાં જરૂરિયાત પૂરતી સામગ્રી રાખી. પતિ પગાર લાવે તેમાં પિતાનું ગુજરાન નભાવે છે. ખૂબ સાદાઈથી જીવન જીવે છે. ઘરકામથી નિવૃત્ત થાય ત્યારે સારા પુસ્તકનું વાંચન કરતી, પણ ઘરની બહાર કામ વિના જતી નહિ. પતિ દિવસે નોકરી જાય એટલે બાઈ તે ઘરમાં એકલી જ હેય. પાડોશણબાઈ એના ઘરમાં આવીને કહે છે બહેન ! તમે તે પરણીને આવ્યા ત્યારથી ઘરમાં એકલા જ રહે છે. શેરીની બહેનેએ તમારું મેટું પણ પૂરું જોયું નથી, કોઈ કોઈ વાર બહાર નીકળતા હે તે! ઘરમાં એકલા બેસી રહેવું કેમ ગમે છે? વળી તમે તે સ્વતંત્ર છે, છતાં કોઈ દિવસ નહિ ફરવું હરવું કે સારા કપડાં દાગીના પણ પહેરવા નહિ! આ બાઈને પાડોશણની વાત ન ગમી. એણે કહી દીધું બહેન ! મને બહુ બહાર નીકળવું ગમતું જ નથી. બાઈના પતિને મહિને રૂ. ૨૦૦, નો પગાર હતે. ઘરખર્ચ કાઢતાં દશ રૂપિયા બચાવતા હતાં. અને એ દશ રૂપિયાનું દર મહિને સારું સાહિત્ય વસાવે. પતિ-પત્નિ ભેગા મળી રાત્રે
શા, ૮૫