________________
પડી ગયેલા હોય છે. કોઈ હરસની વ્યાધિથી પીડાતું હોય છે. કોઈ શરીર કોણ છે અથવા લાલ બની ગયું હોય છે. તે કેઈ સેજાથી સ્થૂલ અને ભયંકર જેવું દેખાય છે. કોઇને ખાંસી, કેઈને માથાને દુઆ, કેઈને દમ, કેઈને ઉટી તે કોઈને અતિસર, કેઈને તાવ આદિ રોગથી વેદના થતી જોવામાં આવે છે. જેવું મરણનું દુઃખ છે તેવી રીતે આ રોગોનું પણ દુઃખ છે, એવા અનેક રેગથી વ્યાપ્ત એવા આ શરીર પર જરા પણું મેહ રાખવા જેવું નથી. આમ કુંવરીને સમજાવવાથી રાજપુત્રને શરીરની અનિત્યતા સમજાતાં વૈરાગ્ય ઉત્પન થયે. અને તેને મેહ ઉતરી ગયે.
બંધુઓ! હવે આપણે આપણા ચાલુ વિષય પર આવીએ. ભગુ પુરોહિતને સંસારની અને શરીરની અનિત્યતા સમજાઈ ગઈ છે. જેને આત્માની અનુભૂતિ થઈ ગઈ છે, પરની પિછાણ જેને થઈ ગઈ છે, તે ભૂગ પુરોહિત દીક્ષા લેવા માટે તૈયાર થયે છે. પત્નીને કહે છે તું મને રજા આપ તે મારા લાડીલા પુત્રની સાથે હું દીક્ષા લઈને નીકળી જઉં. આ ક્ષણિક સંસારમાં રાચવા જેવું નથી. ભૃગુ પુરોહિતે કહ્યું કે પુત્ર દીક્ષા લઈ લે પછી મારે આ ક્ષણિક સંસારમાં શા માટે પડ્યા રહેવું જોઈએ! બંધુઓ ! ભૃગુ પુરોહિત કંઈ વૃદ્ધ નહોતે થઈ ગયે. બે પુત્રો કિશોરવયમાં જાગી ગયા છે. ભૃગુ પુરે હિતને સંસારના સુખે ભેગવવાનો સમય છે. પણ એ આત્માને સમજાયું કે આ સુખે ગમે તેટલા દેખાવમાં સારા હોય પણ ભોગવ્યાં પછી એનું પરિણામ સારું આવવાનું નથી. એની પત્ની યશાને પતિને મેહ છે એટલે મનમાં થાય છે કે મારા પુત્ર દીક્ષા લઈ લેશે, પતિ પણ દીક્ષા લેશે, તે પછી આ સંસારમાં મને સુખ શું? કદમાંથી ચેખા કાઢી લીધા પછી ફેતરામાં શું સાર? એમ મારા પતિ ને પુત્ર ગયા પછી મારું જીવન પણ કદના ફતરા જેવું અસાર બની જશે. એટલે પતિને કહે છે સ્વામીનાથ! આપ પુત્રોના વાદે દીક્ષા લેવા તૈયાર થયાં છે પણ વિચાર કરે. ત્યારે ભૃગુ પુરોહિત કહે છે–શાસ્ત્રમાં ખરું કહ્યું છે કે આ હાનીઃ સમક્ષતિઃ મોટામાં મોટી નુકશાની જે કોઈ હોય તે તે સમયક્ષતિની છે. મહાવીર પ્રભુ કહે છે કે
હે ગૌતમ! જેમ ઝાડમાં પીળાં થએલા પાકાં પાંદડા એક પછી એક પડતાં જાય છે તેવી જ રીતે દિવસ અને રાત્રીઓ પસાર થતાં માણસનું જીવન પાકતું જાય છે અને થોડા જ વખતમાં અંદગીને અંત આવી જાય છે. જેમ દાભડાની અણી ઉપર લટકતું ઝાકળનું બિંદુ પવનને ઝપાટે લાગતાં તરત પડી જાય છે તેમ મનુષ્યની જીંદગીને તરત અંત આવી જાય છે. માટે ધર્મના કાર્યમાં કે આત્માનું શ્રેય સાધવામાં એક ક્ષણને પણ પ્રમાદ ન કરે. એક ક્ષણ પણ વ્યર્થ ગુમાવવી નહિ. મનુષ્યની જિંદગીને પ્રત્યેક સમય કર્મના પ્રવાહને આત્મામાં પ્રવેશ કરતા અટકાવવામાં અને જુના કને દૂર કરવામાં વપરાય તે જ જીવનને સદ્વ્યય થયે ગણાય. બીજી છંદગીઓની અપેક્ષાએ