________________
હ૭૭
ધરતી ખેડી રહ્યા હતાં. ખેડતાં ખેડતાં કીડીઓને સમુહ તેમના જેવામાં આવ્યો. પાપભીરૂ આત્માઓ આશ્રવના સ્થાનમાં પણ સંવર કરે છે. આચારંગ સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે
જે માણવા તે પરિવા, ને પરિણવા તે ગાવા.” કીડીઓને સમુહ જોઈ પાપ ભીરૂ એવા જશાજીભાઈને અંતરઘટમાં રણકાર થયે. અસંખ્ય કીડીઓ ઈએમના આત્મામાં અનુકંપાભાવ ઉત્પન્ન થયો. તેઓ વિચાર કરવા લાગ્યાઃ અહે પ્રભુ! પાપી પેટને ખાતર મારે કેટલું પાપ કરવું પડે છે! આવું પાપ કરવું એ મારે માટે શ્રેયકારી નથી. સંસારમાં ઉભેલે આત્મા બહિર્મુખ દષ્ટિને અંતર્મુખ બનાવી આત્મામાં ઉંડે ઉતરે છે ત્યારે એને પાપની સૂગ ચઢે છે. અને આત્માને પાપને પશ્ચાતાપ થાય છે. અને પરિણામ નિર્મળ થાય છે. જશાજીભાઈના મનમાં થઈ ગયું કે આ પાપી પેટને ખાતર મારે આવું પાપ કરવું નથી. ખેતી કરતાં કરતાં ચાલી નીકળ્યા. સાચા સંતની શોધ કરવા નીકળે છે. શોધ કરતાં કરતાં ભક્તોની એક મંડળી ભેટે છે. ભકતોની મંડળી એક ગામથી બીજે ગામ યાત્રા કરવા નીકળી હતી.
જશાજીભાઈ પણ એ ભક્ત મંડળીમાં જોડાઈ ગયાં. ભક્ત મંડળની સાથે એક ગામથી બીજે ગામ ફરતાં ફરતાં સૌરાષ્ટ્રમાં આવે છે. સૌરાષ્ટ્રમાં ઘણું ગામ ફરતાં ફરતાં રાજકેટ નગરીમાં આવે છે. રાજકોટમાં આવ્યા પછી જશાજીભાઈના દેહમાં અશાતા વેદનીયને ઉદય થતાં ખૂબ ભયંકર તાવ આવે. ભક્તોની મંડળી બે ત્રણ દિવસ રોકાઈ, પણ જશાજીભાઈને તાવ ઉતર્યો નહિ. ભક્તોએ વિચાર કર્યો કે આને તાવ ઉતરતો નથી. જે આપણે એના માટે રોકાઈ જઈશું તે આપણે ઘણું ગામ ફરવાનું રહી જશે. આપણે આગળ નીકળી શકીશું નહિ એમ વિચાર કરી ભક્ત મંડળીના એક ભક્તને તેની પાસે મૂકીને ચાલી નીકળે છે. તેમને સખત તાવ ચઢેલું હતું. ભાન પણ ન હતું. તાવ ઉતરતાં આંખ ખેલીને જોયું તો પોતાના સહવાસીઓને જોયા નહિ. બધા કયાં ગયાં? પુછપરછ કરતાં ખબર પડી કે પિતાના સાથીઓ ચાલ્યા ગયા. અહે પ્રભુ? હું જેના આશ્રયે આવે, મેં જેમને સાથ કર્યો હતો તેવા સાથીએ પણ મને છોડીને ચાલ્યા ગયા? આ સંસારમાં કે કોનું છે? એમ વિચાર શ્રેણીએ ચઢયા. તાવ સંપૂર્ણ ઉતરી ગયે. ' એક વખત જસાજીભાઈને કોઈ સુજ્ઞ શ્રાવકનો ભેટો થયે. શ્રાવક પૂજ્યશ્રીને જોવે છે. એમને જોઈને શ્રાવકના મનમાં વિચાર થયે કે આ કોઈ પરદેશી પંખીડું લાગે છે. એમના ખબર અંતર પૂછ્યા, પરિસ્થિતિ જાણી લીધી અને શ્રાવક તેમને પિતાને ઘેર લઈ ગયાં. અને આવેલા પરદેશીને મીઠી હુંફ આપી. ખૂબ સેવા કરી. એમનું શરીર વરથ થઈ ગયું. આ સમયે રાજકોટમાં પૂજ્ય પુંજાજી મહારાજ સાહેબ બિરાજતાં હતાં. જશાજીભાઈની ધર્મભાવના જાણુ સુજ્ઞ શ્રાવકે વિચાર કર્યો કે આ કોઈ હકમી આત્મા છે. એને સાચા ગુરૂ કેને કહેવાય છે, કમ બંધન કેવી રીતે થાય છે? કર્મ બંધનથી મુક્ત