________________
માટે કેટલા પ્રયાસ કર્યો. અને હવે એને મન જ સંસાર અસાર લાગે. જેમ કુંભારને નીમાડે સળગતે હોય તે વખતે શું કોઈ માણસ નીભાડા પાસે ઉભો રહી શકે છે? “ના” નીભાડા પાસે ઉભા રહેતા ઝાળ લાગી જાય છે. પુરાઈ જાય છે. એટલે નીભાડા પાસે કઈ પણ ઉભા રહી શક્તા નથી. તેમ જેને આ સંસાર કુંભારના નીભાડા જે લાગે તે ઘડી પણ શેકાઈ શકે? વૈરાગીને નછૂટકે સંસારમાં રહેવું પડે તે રહે પણ એ ખાય-પીવે-હરે ફરે, સંસારને વ્યવહાર ચલાવે પણ એમાં એને આનંદ ન હોય. એને તે ત્યાગમાં જ આનંદ આવે છે. જુઓને! આ દિવાળી આવી છે. એટલે રવિવારને દિવસ છે તે પણ કંઈક ભાઈઓને ઉતાવળ લાગે છે. તમે વીતરાગવાણી સાંભળી સાંભળીને ધરાઈ ગયા લાગે છે કે એક કલાક પણ શાંતિથી વીતરાગવાણીનું પાન કરી શકતા નથી! તમે કઈ ફંકશનમાં જાય છે તે ત્યાંને કાર્યક્રમ પૂરે ન થાય ત્યાં સુધી ઉઠે છે ખરા? અને અહીં જ બધું ચલાવી લે છે. મેડા આવો ને વહેલા ઉઠી જાવ. આ બધી પિલ અહીં ચલાવે છે. આ જ બતાવે છે કે તમને વીતરાગવાણીમાં કેટલી રૂચી છે! તમે તે એવા હશીયાર છે કે સાધુ વ્યાખ્યાન ન વાળે તે તમે ચેતવણી આપે. સામાયિક પાળવા માંડે. પથરણું વીંટી દે અને પછી અવસરે કહેવાશે એની રાહ જુવે છે. કેમ, આ વાત બરાબર છે ને? (હસાહસ).
ભાવભેદ અવસરે કહેવાશે કે વાણીયે વીંટી પથરણું ઝટ ભાગશે, | દુકાને બેસી છેતરે ઘરાકને, સ્થાનકમાં ગુરૂને છેતરે, એવા ભક્તથી ભગવાન થાકે તે સાધુથી કેમ સમજાશે કે
વાણીયો વીંટી પથરણું ઝટ ભાગશે. મારા વીરો! તમે તે આવા નથી ને? થોડી શાંતિ રાખે. તમે ઉપાશ્રયમાં દાખલ થાવ છે ત્યારે નિસિહિ-નિસિહિ બોલે છે. પાપને ત્યાગ કરી આશ્રવને છેડી સંવરના ઘરમાં આવીને બેસે છે. એટલી વારમાં તે શાંતિથી બેસે. બે ઘડીની સામાયિકમાં તમે ચૌદ રાજલોકના આશ્રવને રેકી દો છો. જે ભાઈઓ ઉઠે છે એની એકની જ આ વાત નથી, પણ જે ભાઈઓ અહીં આવીને કલાક બેસે છે પણ સામાયિક કરતા નથી. તેઓ ખરેખર, પિતાને અમૂલ્ય લાભ ગુમાવે છે. કલાક બેસવું જ છે. તે સંવરમાં શા માટે નથી આવતા? કંઈક શ્રાવક એવા ઉપયેગવંત હોય છે કે જમી લે. અને પાણી પીને તરત જ ચૌવિહારના પ્રત્યાખ્યાન કરી લે છે. એક કલાક, બે કલાક, ત્રણ કલાક, પિતાની શક્તિ પ્રમાણે પ્રત્યાખ્યાન કરે છે. કારણ કે આ દિવસ કંઈ ખાવાનું કે પાણી પીવાનું હતું નથી. તે શા માટે પ્રત્યાખ્યાન ન કરવા તમારા પૈસા વ્યાજે મૂકે તે વ્યાજ મળે અને ઘરમાં પડયા રહેતે વ્યાજ ન મળે. તમે તે મુડીનું વ્યાજ જવા દે તેમ નથી. ત્યાં તે બધે હોંશિયારી વાપરે છે. પણ આત્માના કામમાં જ કાયર છે. તમારા વહેપારમાં ગમે
શા, ૮૨